રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં જરૂર રાખવી જોઈએ આ 7 ચીજો, ચમકે છે ભાઈ-બહેનનું નસીબ

ધાર્મિક

રક્ષાબંધનનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે અને આ વર્ષે આ તહેવાર 22 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ઉપરાંત શીખ ધર્મ, જૈન ધર્મના લોકો પણ ઉજવે છે અને રક્ષાબંધનનો તહેવાર નેપાળ દેશમાં પણ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

આ વર્ષનું શુભ મુહૂર્ત: રક્ષાબંધનના દિવસે શુભ સમય દરમિયાન જ પોતાના ભાઈને રાખડી બાંધવી જોઈએ. આ વખતે રક્ષાબંધનના દિવસે ‘ગજ કસરી યોગ’ બની રહ્યો છે. તેથી તમે આ વખતે આખો દિવસ રાખડી બાંધી શકો છો. શુભ મુહૂર્તમાં તમારા ભાઈને રાખડી બાંધવાથી તમને વિશેષ ફળ મળશે.

પૂજાની થાળીમાં જરૂર રાખો આ ચીજો: રક્ષાબંધનના દિવસે તમે પૂજાની થાળીમાં નીચે જણાવેલી સાત ચીજો જરૂર રાખો. આ ચીજોને થાળીમાં રાખ્યા પછી જ તમે પોતાના ભાઈને રાખડી બાંધો. ચાલો જાણીએ તે 7 ચીજો વિશે.

રાખડી: રક્ષાબંધનની થાળી તૈયાર કરતી વખતે તમે સૌથી પહેલા તેમાં રાખડી જરૂર રાખો. તમે જ્યારે પણ રાખડી ખરીદો ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે રાખડીનો રંગ લાલ અથવા પીળો જ હોય. સાથે જ રાખડીનો દોરો મોલી કે રેશમનો હોવો જોઈએ. આ ઉપરાંત તમે મોતી વાળી જ રાખડી ખરીદો. કારણ કે આજે બજારમાં અનેક પ્રકારની ધાતુથી બનેલી રાખડી પણ વેચાય છે અને આ ધાતુ ત્વચા માટે યોગ્ય માનવામાં આવતી નથી.

તિલક અથવા કુંકુ: પૂજાની થાળીમાં જે આગળની ચીજ હોવી ખૂબ જ જરૂરી છે તે છે તિલક અથવા કંકુ. કુંકુ ઉપરાંત તમે થાળીમાં હળદર અને ચોખા પણ રાખો અને જ્યારે તમે પોતાના ભાઈને તિલક લગાવો તો આ 3 ચીજોને પાણીની મદદથી મિક્સ કરી દો અને પછી આ તિલક પોતાના ભાઈને માથા પર લગાવો.

રૂમાલ: ભાઈને તિલક લગાવતા પહેલા તેનું માથું જરૂર ઢાંકવામાં આવે છે. તેથી તમે તમારી થાળીમાં રૂમાલ રાખી દો અને તિલક લગાવતા પહેલા પોતાના ભાઈનું માથું જરૂર ઢાંકો.

મીઠાઈ: રક્ષાબંધનની થાળીની અંદર મીઠાઈ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જો કે તહેવારો દરમિયાન બજારોમાં ઘણી મીઠાઈઓ મળે છે. તેથી જો શક્ય હોય તો તમે પોતે જ ઘરે મીઠાઈ બનાવો અને આ મીઠાઈને થાળીમાં રાખો.

ગિફ્ટ: બહેનો દ્વારા પણ રક્ષાબંધનના દિવસે ભાઈને ગિફ્ટ આપવામાં આવે છે. તેથી તમે થાળીમાં ગિફ્ટ પણ જરૂર રાખો.

નાળિયેર: કોઈપણ પ્રકારની પૂજા કરતી વખતે નાળિયેર જરૂર રાખવામાં આવે છે અને રક્ષાબંધનના દિવસે દરેક બહેન તેના ભાઈની આરતી કરે છે. તેથી તમે રક્ષાબંધની થાળીમાં નાળિયેર પણ જરૂર રાખો.

દીવો: રક્ષાબંધનની થાળી તૈયાર કરતી વખતે તમે થાળીમાં ઘીનો દીવો પણ રાખો અને રાખડી બાંધ્યા પછી આ દીવાથી પોતાના ભાઈની આરતી ઉતારો.