ફિલ્મ ‘શોલે’ ફેમ સૂરમા ભોપાલીનો પુત્ર આજે બોલીવુડમાં બની ચુક્યો છે જાણીતો ચહેરો, જુવો તસવીરો

બોલિવુડ

બોલીવુડ ફિલ્મોમાં જેટલા હિરો અને વિલનના પાત્રના ચાહકો હોય છે, તેટલા જ કોમેડી અભિનેતાના પણ ચાહકો હોય છે. ફિલ્મોમાં કોમેડી ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે તેથી હિંદી ફિલ્મોના એવા ઘણા કોમેડિયન રહ્યા છે જેને લોકો આજે પણ ભૂલ્યા નથી. જોકે તેઓ આજે ફિલ્મોથી દૂર છે. ખરેખર હાસ્ય કલાકારમાં જોની વૉકર, જોની લિવર, અસરાની, કાદર ખાન અને સુરમા ભોપાલીનું નામ હિટ રહ્યું છે. આજે ભલે આ કલાકારો વૃદ્ધ થઈ ગયા છે અને ફિલ્મો કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ છતા પણ તેમના બાળકો આજે પણ બોલીવુડની દુનિયામાં તેમનું નામ રોશન કરે છે.

આજે અમે તમને એવા જ એક કોમેડી સ્ટારના છોકરા વિશે જણાવી રહ્યા છીએ, જે આજે બોલીવુડ અને ટીવીની દુનિયાના પ્રખ્યાત અભિનેતા છે. ખરેખર આજે આપણે વાત કરી રહ્યા છીએ ‘સૂરમા ભોપાલી’ નું પાત્ર નિભાવનાર હાસ્ય કલાકાર અને તેમના પુત્રની. જણાવી દઈએ કે સુરમા ભોપાલીની ભૂમિકા નિભાવનારા આ કલાકારનું સાચું નામ ‘જગદીપ જાફરી’ છે. અને તેમના પુત્રનું નામ જાવેદ જાફરી છે.

જણાવી દઇએ કે આજે જગદીપ જાફરીનો પુત્ર પણ બોલિવૂડના જાણીતા કલાકારોના લિસ્ટમાં શામેલ છે. જોકે જગદીપ જાફરીને કુલ 6 બાળકો છે, જેમાંથી તેમના મોટા પુત્રનું નામ જાવેદ જાફરી છે, જે કોઈ ઓળખના મોહતાજ નથી. જાવેદ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે, જેમાં ધમાલ, સલામ નમસ્તે, સિંહ ઇઝ કિંગ, તારા રમ પમ, ઝઝંતરમ મામંત્રમ વગેર.

ખરેખર જાવેદ જાફરીએ પોતાની કારકિર્દીની શરૂઆત 1980 માં જાહેરાતમાં કામ કરીને કરી હતી. ત્યાર પછી અભિનેતા તરીકે તેની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘મેરી જંગ’ હતી. આ ફિલ્મમાં જાફરીએ વિલન બનીને લોકોને પોતાની એક્ટિંગ તરફ આકર્ષિત કર્યા હતા. ફિલ્મનું એક ગીત- ‘બોલ બેબી બોલ રોક એન રોલ’ દ્વારા લોકોને તેના ડાંસની કુશળતાથી રૂબરૂ થયા છે.

આટલું જ નહીં જાવેદે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી સ્ટાર સ્ક્રીન અને આઈફા જેવા અનેક એવોર્ડ પોતાના નામે કર્યા છે. ખરેખર જાવેદે અત્યાર સુધીમાં ભારત અને વિદેશમાં 200 થી વધુ લાઇવ શો કર્યા છે અને માઇકલ જેક્સન, અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન, એઆર રહેમાન જેવી હસ્તીઓ સાથે સ્ટેજ શેર કર્યું છે. જણાવી દઈએ કે જાવેદ અત્યાર સુધીમાં 350 થી વધુ બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. જણાવી દઈએ કે જાવેદ ખૂબ જ ટેલેંટેડ અભિનેતા છે અને ઈંડસ્ટ્રીના ઘણા કલાકારોની સારી મિમિક્રી પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.