ગિનીઝ બુકમાં નોંધાયેલો છે અંબાણીની પુત્રવધૂ શ્લોકાનો હાર, કિંમત જાણીને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત

Uncategorized

ભારતના બિઝનેસમેન મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિમાંના એક છે. ભારતમાં તેમને કોઈ ટક્કર આપી શકતું નથી. અંબાણી અને તેમનો પરિવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આઈપીએલમાં પણ અંબાણી-અંબાણી જ સાંભળવા મળે છે. અંબાણી દ્વારા સંચાલિત મુંબઈ ઈંડિયંસ ટીમ આઈપીલની સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માની આગેવાનીવાળી આ ટીમ કમાલ કરી રહી છે. નીતા અંબાણી હંમેશાં તેની ટીમને ચિયર કરતી મેદાનમાં જોવા મળે છે.

આ સિવાય જ્યારે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન થયાં હતાં, ત્યારે તેની ચર્ચા દુનિયાભરમાં થઈ હતી. રાજકારણ, રમતગમત અને બોલિવૂડ સ્ટાર્સ આ લગ્નમાં શામેલ થયા હતા. મુકેશ અંબાણીનો મોટો પુત્ર આકાશ અંબાણીના લગ્ન હીરાના બિઝનેસમેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે થયા છે, બંનેના લગ્ન 7 માર્ચ 2019 માં થયા હતા. જણાવી દઈએ કે આ લગ્ન ખૂબ જ સુંદર રીતે થયા હતા.

આ લગ્નમાં જો કોઈ ચીજે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હોય તો તે છે દુલ્હનનો હાર. આ હાર તેમને નીતા અંબાણીએ આપ્યો હતો. મળતી માહિતી મુજબ જ્યારે શ્લોકા ઘરે આવી ત્યારે નીતાએ તેને આ હાર આપ્યો હતો. નીતા અંબાણી દ્વારા આપવામાં આવેલો આ હાર સૌથી મોંઘો હાર માનવામાં આવે છે. સમાચારો અનુસાર આ હારને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે દુનિયાનો સૌથી મોંઘો હાર જણાવ્યો છે.

આ હારનું નામ L’Incomparable કહેવામાં આવે છે. જે ખૂબ જ પ્રખ્યાત છે. આ હારની કિંમત 300 કરોડ હોવાનું કહેવામાં આવે છે. દુનિયાના આ પહેલા અને અનોખી હારને લેબેનીસ જ્વેલર મૌવાડે દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ હારમાં 407 કેરેટના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ખૂબ જ અનોખો છે. આ હીરાની શોધ આફ્રિકામાં 1980 માં થઈ હતી. આ હીરાને 91 હીરોથી સુંદર બનાવવામાં આવ્યો હતો.

નીતા અંબાણી પહેલા તેની મોટી પુત્રવધૂને પોતાનો ખાનદાની હાર આપવાની હતી. જે તેમને તેની સાસુ કોકિલાબેને આપ્યો હતો, પરંતુ પછી તેમણે તેમની વહુને દુનિયાનો સૌથી મોંઘો હાર આપવાનું નક્કી કર્યું. નોંધપાત્ર વાત એ છે કે તાજેતરમાં જ અંબાણી પરિવારના ઘરે એક પુત્રનો જન્મ થયો છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા અંબાણીએ મળીને તેમના પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખ્યું છે. જણાવી દઈએ કે બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સની રીઅલ-ટાઇમ નેટવર્થ અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિ 71.2 બિલિયનની નજીક છે.

Leave a Reply

Your email address will not be published.