છેવટે અંબાણી પરિવારની વહૂ કેવી રીતે બની શ્લોકા મેહતા, જાણો તેમનામાં કઈ-કઈ ખુબીઓ જોવામાં આવી હતી

Uncategorized

દેશની સૌથી અમીર હસ્તીઓમાં શામેલ મુકેશ અંબાણીને કોણ નથી ઓળખતું. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યોને પણ દેશ અને દુનિયાના દરેક લોકો સારી રીતે ઓળખે છે. પછી તેમની પત્ની નીતા અંબાણી હોય કે પછી તેમના બંને પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી હોય. અંબાણી પરિવાર અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સનો વિષય બની રહે છે. અંબાણી પરિવાર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

હાલના સમયમાં અંબાણી પરિવાર પાસે જે કંઈ છે. તે બધું તેમણે પોતાની મહેનતથી જ મેળવ્યું છે. એવું નથી કે મુકેશ અંબાણી જન્મથી જ અમીર હતા. તે પણ એક સામાન્ય વ્યક્તિ જેવા હતા. મુકેશ અંબાણીએ પોતાના જીવનમાં ઘણી ઉતાર-ચળાવ ભરેલી પરિસ્થિતોને જોઈ છે. કદાચ આ જ કારણ છે કે મહેનતથી સફળતાની સીડી ચડ્યા પછી તેમનામાં કોઈ પણ પ્રકારની બનાવટ જોવા મળતી નથી. મુકેશ અંબાણી તે સારી રીતે જાણે છે કે પૈસાનું મહત્વ શું હોય છે અને આ જ ગુણ તેમણે પોતાના બાળકોને પણ શીખવ્યો છે.

ભલે અંબાણી પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર છે, પરંતુ છતાં પણ અંબાણી પરિવાર પોતાની ખાનદાની માટે જાણીતો છે. પછી મુકેશ અંબાણીની વાત હોય કે પછી તેમની પત્ની નીતા અંબાણીની, આ બંને આ વાત સારી રીતે જાણે છે કે પરિવારનું એકસાથે રહેવું કેટલું જરૂરી છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નની વાત આવી ત્યારે તેમણે એક એવી છોકરીની પસંદગી કરી કે જે ન માત્ર તેના પરિવારનું મહત્વ સારી રીતે જાણતી હોય પરંતુ પરિવારની પદ્ધતિઓમાં યોગ્ય રીતે ફિટ પણ હોય.

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારની મોટી વહુનું નામ શ્લોકા મહેતા છે, જે ડાયમંડ બિઝનેસમેન રસેલ મહેતાની સૌથી નાની પુત્રી છે. સ્કૂલના દિવસોથી જ શ્લોકા મહેતા અને આકાશ અંબાણી એકબીજાને સારી રીતે ઓળખે છે અને બંને સારા મિત્રો પણ રહુ ચુક્યા છે પરંતુ તેનો પોતાની નણંદ ઈશા અંબાણી સાથે ગાઢ સંબંધ હતો.

આવી સ્થિતિમાં જ્યારે આકાશ અંબાણીના લગ્નની વાત આવી તો શ્લોકાનું નામ સાંભળતા જ આખા પરિવારે તરત જ હા પાડી દીધી. આવું એટલા માટે કારણ કે આકાશ અંબાણી સાથે સગાઈ કરતા પહેલા જ શ્લોકા મહેતા અંબાણી પરિવારના તમામ સભ્યોને સારી રીતે ઓળખતી હતી.

સાસુ નીતા અંબાણી સાથે શ્લોકા મેહતાનો સંબંધ: તમને જણાવી દઈએ કે પોતાની સાસુ નીતા અંબાણી સાથે શ્લોકા મેહતાનો ખૂબ સારો સંબંધ છે. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું કે, “આકાશ માટે શ્લોકાથી સારી છોકરી કોઈ ન હોઈ શકે. હું શ્લોકાને ત્યારથી ઓળખું છું જ્યારે તે 4 વર્ષની હતી. ત્યારથી લઈને આજ સુધી શ્લોકામાં ઘણા પરિવર્તન આવ્યા.”

નીતા અંબાણીએ આગળ કહ્યું હતું કે “પરંતુ તેમના ચહેરાની નિર્દોષતા આજે પણ એવી જ છે. હું ખૂબ જ ખુશ છું કે હું જે છોકરીને આટલી પસંદ કરું છું તે છોકરી આજે મારા ઘરની વહુ બનવા જઈ રહી છે. હું અને મારો અંબાણી પરિવાર શ્લોકાનું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહ્યા છીએ.”

પોતાની નણંદ સાથે શ્લોકાનો સંબંધ: ખૂબ ઓછા લોકો હશે જે આ વાત જાણતા હશે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ ઈશા અંબાણીના લગ્નના ઘણા સમય પહેલા થઈ ગઈ હતી, પરંતુ છતાં પણ આ બંનેએ લગ્ન ઈશા અંબાણીના લગ્ન પછી જ કર્યા હતા. તેની પાછળનું કારણ શું હતું? તેની પાછળનું કારણ અન્ય કંઈ નહિ પરંતુ પોતાની બહેન પ્રત્યેનો ખૂબ પ્રેમ હતો.

જ્યારે ડિસેમ્બર 2018માં ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે લગ્નના સાત ફેરા લીધા ત્યારે આકાશ અંબાણીએ 3 મહિના પછી શ્લોકા સાથે લગ્ન કર્યા. ઈશા અંબાણીએ વોગ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન એ જણાવ્યું હતું કે, “આકાશ અને શ્લોકાએ મારા લગ્ન માટે પોતાના લગ્નની તારીખ બદલી હતી. જે દિવસે મે લગ્ન કર્યા ખરેખર તે દિવસે આકાશ અને શ્લોકા લગ્ન કરવાના હતા. તે બંનેનું મારા પ્રત્યેનું આ સમર્પણ જોઈને હું ખૂબ જ ભાવુક પણ થઈ ગઈ હતી.

પરિવારને બાંધીને રાખવો: એક ઈન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ એ કહ્યું હતું કે, “આકાશ અને શ્લોકા જોકે એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા, પરંતુ જ્યારે બંનેના લગ્નની વાત સામે આવી તો દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. જો કે હું આકાશ અને શ્લોકા વિશે શાળાના દિવસોથી જાણતી હતી, પરંતુ બંનેનું આ રીતે પરિવારની મંજુરી લઈને પોતાના સંબંધને આગળ વધારવો મારા દિલમાં ઘર કરી ગયું.”

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નને લઈને ખૂબ ચર્ચા થઈ હતી. આકાશે 9 માર્ચ 2019 ના રોજ શ્લોક મહેતા સાથે લગ્ન કર્યા અને તે દુનિયાના સૌથી રોયલ લગ્નોમાંથી એક હતા.