શાસ્ત્રોમાં શંખથી શિવલિંગ પર જળ ચળાવવાની છે મનાઈ, જાણો શું છે તેનું કારણ

ધાર્મિક

શાસ્ત્રોમાં શિવલિંગ પર શંખથી જળ ચળાવવાની મનાઈ કરવામાં આવી છે. આ સંબંધમાં શિવપુરાણમાં એક દંતકથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દંતકથા અનુસાર દૈત્યરામ દંભને કોઈ સંતાન ન હતું. આવી સ્થિતિમાં દૈત્યરામ દંભે વિષ્ણુજીનું કઠોર તપ કર્યું હતું. આ તપથી પ્રસન્ન થઈને વિષ્ણુજીએ તેમને વરદાન માંગવાનું કહ્યું હતું. ત્યારે દૈત્યરાજ દંભે વિષ્ણુને કહ્યું કે તે તેને એક એવું સંતાન આપે, જે ત્રણેય લોકમાં અજય હોય. શ્રીહરિએ તેમને આ વરદાન આપ્યું. ત્યાર પછી તેમના ઘરમાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ શંખચૂડ પડ્યું.

શંખચુડે મોટા થઈને પુષ્કરમાં બ્રહ્માજીની તપસ્યા કરી અને તેમને પ્રસન્ન કર્યા. બ્રહ્માથી શંખચુડે વરદાન માંગ્યુ કે તે દેવતાઓ માટે અજેય થઈ જાય. બ્રહ્માજીએ શંખચુડની ઇચ્છા પૂરી કરતા કહ્યું કે જો તેઓ અંતધ્ર્યાન હોવા ઈચ્છો છો. તેથી ધર્મધ્વજની પુત્રી તુલસી સાથે લગ્ન કરો. બ્રહ્માજીની આજ્ઞાની પાલન કરીને શંખચૂડે તુલસી સાથે લગ્ન કરી લીધા.

બ્રહ્મા અને વિષ્ણુના વરદાનના કારણે શંખચૂડે ત્રણેય લોકો પર સ્વામિત્વ સ્થાપિત કરી લીધુ અને દેવતાઓને તંગ કરવા લાગ્યા. શંખચુડના આતંકથી કંટાળીને દેવતાઓ શિવ અને વિષ્ણુ પાસે પહોંચ્યા અને તેમની પાસેથી મદદ માંગવા લાગ્યા. પરંતુ શ્રી કૃષ્ણ કવચ અને તુલસીના પતિવ્રત ધર્મને કારણે શિવજી તેમનો વધ કરી શક્યા નહીં. આવી સ્થિતિમાં વિષ્ણુ એ બ્રાહ્મણ રૂપ ધારણ કરીને દૈત્યરાજ પાસેથી તેમનું શ્રી કૃષ્ણકવચ દાનમાં લીધું. ત્યાર પછી શંખચૂડનું સ્વરૂપ ધારણ કરીને વિષ્ણુજીએ તુલસી શીલનું હરણ કરી લીધું.

તુલસીનો પતિવ્રત ધર્મ નાશ થવાને કારણે શિવજીએ શંખચુડનો પોતાના ત્રિશુલથી ભસ્મ કરી દીધો. શંખચૂદની રાખથી શંખનો જન્મ થયો. શંખચુડ વિષ્ણુ ભક્ત હતા, તેથી લક્ષ્મી-વિષ્ણુની પૂજા દરમિયાન શંખનો ઉપયોગ કરવામાં આવે છે અને શંખ દ્વારા જ જળ ચળાવવામાં આવે છે. પરંતુ શિવએ શંખચુડનો વધ કર્યો હતો. તેથી શંખથી શિવને જળ ચળાવવાની મનાઈ કરવામાં આવી છે. અને જ્યારે શિવજીની પૂજા કરીએ ત્યારે શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી.