નાની ઉંમરમાં શિવાંગી જોશીએ ઉભી કરી કરોડોની સંપત્તિ, એક એપિસોડ માટે લે છે આટલી અધધ ફી

Uncategorized

આ દિવસોમાં ટીવી પર ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શો ના જલવા ફેલાયેલા છે. વર્ષો જુનો હોવા છતા પણ આ શોએ તેની ચમક જાળવી રાખી છે. આ શોમાં આ સમયે જો કોઈ સૌથી મોટું નામ છે તો તે નાયરા ઉર્ફ શિવાંગી જોશીનું. શિવાંગી જોશી હાલમાં આ શોને લીડ કરી રહી છે. આ શોના દર્શકો પણ શોમાં તેને જ જોવી પસંદ કરે છે. જોકે શિવાંગીએ આ સફળતા ખૂબ જ ઓછા સમયમાં મેળવી છે. આ બધું તેમની સખત મહેનત અને લગનનું પરિણામ છે.

શિવાંગી આ શોમાં પહેલા નાયરા અને હવે સીરત ના પાત્રમાં જોવા મળી રહી છે. ટીવીની આ પ્રિંસેસે તાજેતરમાં તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. તે 26 વર્ષની થઈ ગઈ છે. જણાવી દઈએ કે મુંબઈમાં લાગેલા લોકડાઉનને કારણે હવે આ શોનું શૂટિંગ ગુજરાતમાં થઈ રહ્યું છે. તેથી આ વખતે શિવાંગીએ તેમનો જન્મદિવસ ગુજરાતમાં જ સેલિબ્રેટ કર્યો હતો. તેમના જન્મદિવસ પર તેમની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. શિવાંગી તેના દર્શકોની વચ્ચે કેટલી પ્રખ્યાત છે તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે જન્મદિવસ પહેલા તેમના ચાહકોએ ‘હેપ્પી બર્થડે શિવાંગી જોશી’ ના હેશટેગને ટ્વિટર પર ટ્રેન્ડ કર્યું હતું.

જણાવી દઈએ કે શિવાંગી જોશી ટીવીની યંગ અભિનેત્રીઓના લિસ્ટમાં સૌથી ઉપર છે. રિપોર્ટ્સ મુજબ શિવાંગીને એક એપિસોડ માટે 45 હજાર રૂપિયાની મોટી રકમ ચૂકવવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તેમને દર મહિને લાખો રૂપિયાની કમાણી મળે છે. એક રિપોર્ટ મુજબ શિવાંગી આટલી નાની ઉંમરે કરોડોની સંપત્તિની માલિક બની ચુકી છે. આ સમયે શિવાંગીની કુલ સંપત્તિ 18 કરોડ રૂપિયાની નજીક હોવાનું કહેવાય છે. પોતાની આ મોટી આવક થી વર્ષ 2019 માં શિવાંગી જોશી એ પોતાની પહેલી ડ્રીમ કાર જેગુઆર ખરીદી હતી.

શિવાંગીની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે દહેરાદૂનથી આવે છે. શિવાંગીએ ખૂબ જ નાની ઉંમરમાં એક્ટિંગ કરવાની શરૂઆત કરી હતી. આ યંગ અભિનેત્રીને જ્યારે પણ થોડો સમય મળે છે, ત્યારે તે તેના હોમટાઉન દહેરાદૂનમાં રજાઓ એન્જોય કરવા જરૂર જાય છે. મુંબઈમાં પણ શિવાંગી તેના પરિવાર સાથે રહે છે. શિવાંગીને એક ભાઈ અને એક બહેન છે.

શિવાંગી તેની માતા અને પિતા બંને સાથે સારો બોન્ડ્સ શેર કરે છે. આ સાથે તે તેની સફળતાનો ક્રેડિટ તેના માતા-પિતાને આપે છે. શિવાંગી મુંબઈમાં તેના પરિવાર સાથે એક બહુમાળી બિલ્ડિંગમાં રહે છે. શિવાંગી માત્ર તેની એક્ટિંગ અને હિટ સિરીયલને કારણે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. એક સમયે શિવાંગી અને મોહસીન ખાન એક બીજાને ડેટ કરી રહ્યા હતા. આ બંનેની જોડીને કાયરાનું નામ આપવામાં આવ્યું હતું. પછી બંને અલગ થઈ ગયા હતા. આ વાતની જાણકારી મોહસિને પોતે જ આપી હતી. મોહસિન ખાન પહેલા શિવાંગી વિશાલ આદિત્ય સિંહની ગર્લફ્રેંડ પણ રહી ચુકી છે.