ભગવાન શિવ તાંડવ નૃત્ય શા માટે કરે છે? શું છે તેનું મહત્વ, જાણો તેની સાથે જોડાયેલું રહસ્ય

ધાર્મિક

ભગવાન શિવના તાંડવ નૃત્ય વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે. તમારામાંથી ઘણા લોકો માત્ર આટલું જાણતા હશે કે જ્યારે શવજી ગુસ્સે થાય છે ત્યારે તે તાંડવ નૃત્ય કરે છે. પરંતુ તમે આ વિશે વિગતવાર નહિં જાણતા હોય. જેમ કે શિવજી તંડવ નૃત્ય ક્યારે કરે છે, તે શા માટે કરે છે, તેની પાછળની કથા શું છે અને આ તાંડવ નૃત્યનું મહત્વ શું છે. આજે અમે તમને આ તાંડવ નૃત્ય સાથે જોડાયેલી દરેક વાત વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

શિવજીનું તાંડવ નૃત્ય પણ બે પ્રકારનું છે. પહેલું તાંડવ નૃત્ય તે ત્યારે કરે છે જ્યારે ગુસ્સામાં હોય છે. ગુસ્સામાં કરેલા તાંડવ નૃત્ય દરમિયાન શિવજીના હાથમાં ડમરું નથી હોતું. તે આ ડમરું વગર કરે છે. જો શિવજી ડમરું સાથે તાંડવ કરે છે તો સમજી લો કે પ્રકૃતિમાં આનંદનો વરસાદ થવા જઈ રહ્યો છે.

તેવી જ રીતે શાન્ર સમાધિમાં શિવજી નાદ કરે છે. નાદનો અર્થ એક પ્રકારનો અવાજ સાંભળવાનો છે. તેમાં કોઈ ગીત નથી હોતું. એટલે કે આ નાદ ગીત વગરનું નૃત્ય હોય છે. તમે માત્ર તેને અનુભવી શકો છો. આ નાદ પણ બે પ્રકારનો હોય છે પહેલો આહદ અને બીજો અનહદ.

ભરત મુનિએ જ્યારે નાટ્યશાસ્ત્રનો પહેલો અધ્યાય લખ્યો ત્યારે તેમણે પોતાના શિષ્યોને તાંડવની શિક્ષા પણ અપી હતી. તે સમય દરમિયાન ગંધર્વ અને અપ્સરા તેમના શિષ્યો હતા, જે નાટ્યવેદના આધારે શિવજીની સામે પ્રદર્શન આપતા હતા. જણાવી દઈએ કે તે ભરત મુનિ દ્વારા આપવામાં આવેલું જ્ઞાન હતું, જેના કારણે તેના બધા નર્તકો તાંડવ વચ્ચેનો તફાવત ખૂબ સારી રીતે જાણતા હતા. તેના આધારે તે તેના નૃત્ય શૈલીમાં પરિવર્તન લાવતા હતા.

શિવની પત્ની પાર્વતીએ આ નૃત્ય બાણાસુરની પુત્રીને શીખવ્યું હતું. આને કારણે આ તાંડવ નૃત્ય એક પેઢી થી બીજી પેઢીમાં જિવંત રહ્યું. શિવના તાંડવને નટરાજનું પ્રતીક પણ માનવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે નટરાજ પણ શિવજીનું એક સ્વરૂપ છે. ઉદાહરણ તરીકે, જ્યારે શિવજી તંડવ નૃત્ય કરે છે, ત્યારે તેમને નટરાજ કહેવામાં આવે છે. આ નટરાજ શબ્દ પણ બે ચીજો ‘નટ’ અને ‘રાજ’ થી બનેલો છે જેનો અર્થ ‘કલા’ અને ‘રાજા’ છે. શવજીનું નટરાજ સ્વરૂપ બતાવે છે કે અજ્ઞાનતા માત્ર જ્ઞાન, સંગીત અને નૃત્ય દ્વારા જ દૂર થઈ શકે છે.

જણાવી દઈએ કે હાલમાં શાસ્ત્રીય નૃત્યથી જેટલી પણ વિદ્યા અસ્તિત્વમાં છે તે બધી તાંડવ નૃત્યથી જ ઉત્પન્ન થઈ છે. તાંડવ એક પ્રકારનું ઝડપી પ્રતિક્રિયા વાળું નૃત્ય છે. લસ્યા શૈલી વિશે વાત કરીએ તો તેમાં હાલમાં ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી અને કથક જેવી નૃત્ય શૈલીઓ શામેલ છે.