શિલ્પા શેટ્ટીએ તેની ફ્યૂચર વહુને 20 કેરેટનો ડાયમંડ આપવાનું આપ્યું વચન, પણ પુત્ર વિયાન સામે રાખી આ શરત

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તે તેની પર્સનલ લાઈફને લઈને હેડલાઇન્સમાં રહે છે. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ હાલમાં જ તેના પુત્ર વિયાની ફ્યૂચર પત્ની અને તેની ફ્યૂચર પુત્રવધૂને લઈને એક ખૂબ જ દિલચસ્પ વાત કહી છે. જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહી છે. ખરેખર શિલ્પા શેટ્ટીએ તેની ફ્યૂચર પુત્રવધૂને 20 કેરેટની ભેટ આપવાની વાત કરી છે, પરંતુ આ માટે તેણે એક શરત રાખી છે જેના વિશે અમે તમને અહીં જણાવીશું. ચાલો જાણીએ શિલ્પા શેટ્ટીની તે શરત વિશે.

તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે વારંવાર તેમના પુત્ર વિયાનને કહે છે કે જો વિયાનની ફ્યૂચર પત્ની મારી સાથે સારી રીતે રહેશે તો જ હું તેને 20 કેરેટનો ડાયમંડ ગિફ્ટમાં આપીશ અને જો તે મારી સાથે બરાબર નહિં રહે, તો તેને તેનાથી ઓછામાં કામ ચલાવવું પડશે. ત્યાર પછી વિયાનનો ચહેરો જોવા લાયક હોય છે. શિલ્પાને તેના આ ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું છે કે તેને જ્વેલરી ખરીદવાનો ખૂબ શોખ છે. અને શિલ્પા માને છે કે આ જ્વેલરી જ આપણા મુશ્કેલીના સમયમાં કામ આવે છે અને તે એક મોટા ખજાના જેવી હોય છે.

તેના આ જ ઇન્ટરવ્યુમાં શિલ્પાએ તેના કેટલાક મોંઘા શોખ વિશે ઘણા રહસ્યો ખોલ્યા હતા, શિલ્પાએ તેના આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કોઈ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈનસ્ટાની પ્રોફાઇલ પર જશે, તો ત્યાં શિલ્પાની મોટાભાગની પોસ્ટ્સમાં તેને માં ના રૂપમાં જોઈ શકાય છે. શિલ્પાએ જણાવ્યું કે આ તેની સૌથી પહેલી પ્રાયોરિટી છે. આ ઉપરાંત શિલ્પાએ પોતાની લવ લાઈફ વિશે પણ કેટલીક વાતો શેર કરી હતી જેમ કે રાજ કુંદ્રાને તે પહેલી વખત ક્યાં મળી હતી, કેવી રીતે બંને વચ્ચે નિકટતા વધી, પ્રેમ થયો અને કેવી રીતે રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને પ્રપોઝ કર્યો હતો.

જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ તેના એક જૂના વાયરલ વીડિયો દ્વારા જણાવ્યું હતું કે જ્યારે તેને રાજ કુન્દ્રા એ પ્રપોઝ કર્યો હતો, ત્યારે રાજ કુંદ્રાએ 5 કેરેટની ડાયમંડ રિંગ સાથે શિલ્પાને લી ગ્રાન્ડ હોટલ પેરિસમાં બેન્ક્વેટ હોલ બુક કરાવીને ખૂબ જ શાનદાર રીતે લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ તેના વીડિયોમાં કહ્યું હતું કે રાજ કુંદ્રાએ જે રીતે શિલ્પા શેટ્ટીને પ્રપોઝ કર્યો હતો તે રીતે પ્રપોઝલ મેળવવાનું સ્વપ્ન દરેક છોકરી પોતાની જિંદગીમાં જરૂર જુવે છે. અને શિલ્પાએ આગળ કહ્યું હતું કે રાજે મારું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. જણાવી દઈએ કે આજે બોલીવુડમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની જોડી સૌથી પ્રખ્યાત કપલમાંની એક છે અને શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વચ્ચે ખૂબ જ સુંદર બોન્ડિંગ જોવા મળે છે આ બંને ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરતા રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published.