શિલ્પા શેટ્ટીની જુની તસવીરો જોઈને તેને ઓળખવી બનશે મુશ્કેલ, અહીં જુવો તેની કેટલીક જૂની તસવીરો

બોલિવુડ

શરૂઆતમાં વ્યક્તિ ખૂબ જ સરળ જીવન જીવે છે, પરંતુ જેમ જેમ વ્યક્તિ પાસે પૈસા આવવા લાગે છે, તેમ તેમ વ્યક્તિ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. વ્યક્તિની ચાલ ઠાલ ની સાથે, લુકમાં પણ ઘણું પરિવર્તન આવે છે. જો આપણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સની વાત કરીએ, તો કેટલાક બોલિવૂડ સેલેબ્સ પર આ વાત બરાબર ફિટ થાય છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેનો લુક ફિલ્મમાં આવતા પહેલા બિલકુલ અલગ હતો, પરંતુ આજે તેમના લુકમાં ઘણું પરિવર્તન આવી ચુક્યું છે. શિલ્પા શેટ્ટી પણ તે અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી ફીટ અભિનેત્રીઓના લિસ્ટમાં શિલ્પા શેટ્ટીનું નામ શામેલ છે.

શિલ્પા શેટ્ટી તેની ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, પરંતુ શિલ્પા શેટ્ટી હંમેશાં થી આવી ન હતી. ફિલ્મોમાં આવ્યા પહેલા શિલ્પા શેટ્ટીનો લુક બિલકુલ અલગ હતો. જો તમે તેમની જુની તસવીરો જોશો તો તેને ઓળખી પણ શકશો નહિં.

શિલ્પા શેટ્ટીએ તેની સુંદર સ્ટાઇલ અને ફેશન સ્ટાઇલથી બધા ચાહકોને પોતાના દિવાના બનાવ્યા છે. શિલ્પા શેટ્ટી 45 વર્ષની છે પરંતુ આ ઉંમરે પણ તેની સુંદરતામાં કોઈ પણ પ્રકારની કમી નથી. તેમને જોઈને એ અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જશે કે તેની ઉંમર 45 વર્ષ છે. આ સિવાય જો તમે શિલ્પા શેટ્ટીની જૂની તસવીરો જોશો તો વિશ્વાસ કરો કે તમે બિલકુલ ઓળખી શકશો નહીં. શિલ્પા શેટ્ટીના લુકમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફિટનેસ ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને તેની તસવીરો ખૂબ વાયરલ થાય છે. શિલ્પા શેટ્ટીની જૂની તસવીરોમાં જોઈ શકો છો કે અભિનેત્રી પહેલા કેવી દેખાતી હતી. સમાચારો અનુસાર એવું કહેવામાં આવે છે કે શિલ્પા શેટ્ટીએ તેના ચહેરાને આકર્ષક અને પરફેક્ટ કટ આપવા માટે નાકની સર્જરી કરાવી હતી. તેની તસવીર જોઈને એક વાતનો અહેસાસ થઈ શકે છે કે જ્યારે શિલ્પા શેટ્ટી ખૂબ નાની હતી ત્યારે કેવી લાગતી હતી.

જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી તેની ફિલ્મો કરતા વધારે તેની ફિટનેસને કારણે હેડલાઇન્સમાં છે. આ અભિનેત્રી દરરોજ કસરત અને યોગ કરે છે, જેનાથી તે પોતાને ફિટ રાખે છે. શિલ્પા શેટ્ટી તેની ફિટનેસ અને સ્ટાઇલને લઇને ખૂબ જાગૃત છે. કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે. તે ખૂબ જ સખત મહેનત કરે છે અને પોતાની ખાણી-પીણીનું પણ ખૂબ ધ્યાન રાખે છે, જેના કારણે તેના ચહેરા પર ગ્લો જળવાઈ રહે છે.

જો આપણે શિલ્પા શેટ્ટીની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો શિલ્પા શેટ્ટીએ પોતાની કારકીર્દિની શરૂઆત વર્ષ 1991 માં માત્ર 16 વર્ષની ઉંમરે એક જાહેરાત દ્વારા કરી હતી. વર્ષ 1993 માં આવેલી ફિલ્મ ‘બાઝીગર’થી શિલ્પા શેટ્ટીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાનની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટીએ તેની ફિલ્મી કારકીર્દિમાં બોલિવૂડના મોટા કલાકારો સાથે કામ કર્યું છે. જણાવી દઈએ કે શિલ્પાએ જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009 માં લગ્ન કર્યાં હતાં. હાલમાં શિલ્પા એક શેટ્ટી ડાન્સ શોમાં જજ તરીકે કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.