બર્થડે પર વીડિયો શેર કરીને ઈમોશનલ થઈ શિલ્પા શેટ્ટી, આ કારણે તેના પુત્ર પર છે ગર્વ

બોલિવુડ

શિલ્પા શેટ્ટી આજકાલ ફિલ્મોથી દૂર છે. તે ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જરૂર જોવા મળે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે. અહીં તે ચાહકો સાથે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ક્ષણ શેર કરે છે. તાજેતરમાં જ શિલ્પાએ તેનો પુત્ર વિઆન રાજ કુંદ્રાનો એક વીડિયો શેર કર્યો છે. વિડિઓ ત્યારનો છે જ્યારે તેનો પુત્ર 4 વર્ષનો હતો અને તેનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

આજે એટલે કે 21 મેના રોજ શિલ્પાનો પુત્ર 10 વર્ષનો થઈ ગયો છે. પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે તેનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો નથી. આ દરમિયાન શિલ્પાએ પુત્રના ચોથા જન્મદિવસનો વીડિયો શેર કરીને ઈમોશનલ પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેણે જણાવ્યું છે કે તેને પોતાના પુત્ર પર ગર્વ શા માટે છે.

શિલ્પા લખે છે – કહેવા અને કરવા માતે ઘણું બધું છે .. તૂ ખૂબ જ ઝડપથી મોટો થઈ રહ્યો છે અને મારું આજે પણ તને ગળે લગાવવાથી મન ભરાયું નથી. આ વિડિઓ ત્યારનો છે જ્યારે તુ 4 વર્ષનો હતો. અમે જાણીએ છીએ કે જન્મદિવસ તારા માટે કેટલો મહત્વપૂર્ણ છે અને કેવી રીતે તુ તેની આતુરતાથી રાહ જુવે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી અમે કોઈ પ્લેટ ડેટ્સ કરી શકતા નથી, અને છેલ્લા 2 વર્ષોથી તારો જન્મદિવસ સેલિબ્રેટ પણ કરી રહ્યા નથી.

શિલ્પા આગળ કહે છે- તું જે રીતે સંવેદનશીલ, દયાળુ અને પ્રેમાળ છોકરા તરીકે મોટો થઈ રહ્યો છે, મને આ વાત પર ગર્વ છે. તે કોરોનાની લડાઈ લહાદુરીથી લડી. તુ તારા વર્ચુઅલ ક્લાસીઝને લઈને પણ એટલો જ ઉત્સાહિત રહે છે જેટલો સ્કુલે જતા સમયે રહેતો હતો. તે માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટંસનું મહત્વ પણ શીખી લીધું. તુ માત્ર આ નવા વાતાવરણમાં કોઈ પણ ફરિયાદ વગર ઢળી જ ન ગયો પરંતુ તે મોટા ભાઈ જવાબદારી પણ સારી રીતે નિભાવી છે.