શિલ્પા શેટ્ટીની મોંઘી સંપત્તિઓ: વેનિટી વેનથી લઈને પ્રાઈવેટ જેટ સુધી, આટલા અધધધ કરોડની સંપત્તિની માલિક છે અભિનેત્રી શિલ્પા શેટ્ટી

બોલિવુડ

બી-ટાઉનની ‘ફિટનેસ ક્વીન’ શિલ્પા શેટ્ટીએ 90ના દાયકામાં પોતાની એક્ટિંગ, સ્ટાઇલ અને સુંદરતાનો જાદુ આખી ઈન્ડસ્ટ્રીમાં ફેલાવ્યો હતો. 47 વર્ષની ઉંમરમાં પણ, અભિનેત્રી મનોરંજનની દુનિયામાં એક્ટિવ છે અને ઘણા રિયાલિટી શોને જજ કરે છે. સાથે જ બોલિવૂડની સૌથી મોંઘી સેલિબ્રિટીઓમાંથી એક છે, આવી સ્થિતિમાં તેને લક્ઝરી ચીજોનો ખૂબ શોખ છે. અહીં અમે તમને તેમની સૌથી મોંઘી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પહેલા તેની પર્સનલ લાઈફ પર એક નજર કરીએ. અભિનેત્રીએ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, તેને વર્ષ 2012 માં એક પુત્રના આશીર્વાદ મળ્યા હતા, જેનું નામ વિયાન રાજ કુન્દ્રા છે. વર્ષ 2020 માં, તે સરોગસી દ્વારા પુત્રી સમિષા શેટ્ટીની માતા બની હતી.

પ્રાઈવેટ જેટ: શિલ્પા શેટ્ટી તે સેલિબ્રિટીમાંથી એક છે જેની પાસે કરોડોની કિંમતનું પ્રાઈવેટ જેટ છે. પ્રાઈવેટ ટ્રીપ હોય કે ફેમિલી ટ્રીપ હોય, અભિનેત્રી અવારનવાર તેના લક્ઝુરિયસ પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતા જોવા મળે છે. અભિનેત્રી અવારનવાર તેના લક્ઝુરિયસ પ્રાઈવેટ જેટની અંદરની ઝલક શેર કરતી રહે છે.

વેનિટી વેન: શિલ્પા શેટ્ટીએ પોતાના 47માં જન્મદિવસ પર પોતાને એક વેનિટી વેન ગિફ્ટ કરી છે. શિલ્પા લક્ઝુરિયસ વેનિટી વેન ધરાવતી પહેલી અભિનેત્રી પણ બની ગઈ છે. તેની વેનિટી વેનમાં એક લોન્જ એરિયા પણ છે.

જુહુમાં બંગલો: શિલ્પા શેટ્ટી તેના પતિ અને બાળકો સાથે જુહુમાં એક લક્ઝરી બંગલામાં રહે છે. તેના ઘરેથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. મેક્સિમમ સિટીમાં આવેલો તેનો બંગલો કોઈ લક્ઝુરિયસ ઈમારતથી ઓછો નથી.

કાર કલેક્શન: ભારતમાં લોન્ચ થતા પહેલા જ શિલ્પા શેટ્ટીએ એક બ્લુ લેમ્બોર્ગિની કાર ખરીદી હતી. તેની પાસે BMW Z4 પણ છે.

ડાયમંડ રિંગ: શિલ્પા શેટ્ટીની સગાઈની રિંગ 3 કરોડ રૂપિયાની છે. રાજે તેને 20 કેરેટની દિલ આકારની નેચરલ વ્હાઈટ હીરાની રિંગ પહેરાવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ શિલ્પા શેટ્ટીની કુલ સંપત્તિ 130 કરોડ છે.