45 ની ઉંમરમાં સુંદર તસવીરોથી શિલ્પા એ ઉડાવ્યા ચાહકોના હોંશ, જેકલીને તસવીરો જોઈને કહી આ વાત

બોલિવુડ

હિન્દી સિનેમાની સૌથી ફીટ અને હિટ અભિનેત્રીઓમાં શિલ્પા શેટ્ટી પણ શામેલ છે. શિલ્પા શેટ્ટી તેની સુદરતા અને ફિટનેસના કારણે તેના ચાહકોને આ વાતનો અહેસાસ નથી આપતી કે તે 45 વર્ષની ઉંમર પાર કરી ચુકી છે. શિલ્પા શેટ્ટી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અહીંથી તે પોતાના ફેન્સનું મનોરંજન કરે છે.

શિલ્પા શેટ્ટી અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે ક્યારેક યોગ કરતા તો ક્યારેક વર્કઆઉટ કરતા તેની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. શિલ્પા શેટ્ટીએ થોડી કલાકો પહેલા તેની ત્રણ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરો પર તેના લાખો ચાહકો ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મોનોકિનીમાં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સૂંદર લાગી રહી છે અને તેને જોઈને બિલકુલ નથી લાગતું કે તે 45 વર્ષની છે. તે ફરી એક વાર સોશિયલ મીડિયા પર યુવાન દેખાઈ રહી છે. બ્લેક મોનોકિનીમાં, શિલ્પા શેટ્ટીએ તેના લાખો ચાહકોના હોંશ ઉડાવી દીધા છે. ચાહકો શિલ્પાની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને સતત આ તસવીરો પર કમેંટસ પણ આવી રહી છે.

શિલ્પાની આ તસવીરો પર અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝે પણ સુંદર કમેંટ કરી છે. જેક્લીને કમેંટમાં લખ્યું છે, ‘ઓહ માય ગોડ! તમે તો ગોડ્સે છો’. તો શિલ્પાના પતિ રાજ કુંદ્રા એ લખ્યું છે કે, ‘તે માત્ર મારી છે’.

જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી 90 ના દાયકાની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે. તેણે બોલિવૂડની ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. તે અવારનવાર તેની સુંદરતાથી ચાહકોનું દિલ જીતતી રહે છે. શિલ્પા ફિટનેસ પ્રત્યે ખૂબ જાગૃત છે. જેના કારણે આજે પણ તે 45 વર્ષની હોવા છતા પણ 25 વર્ષની છોકરી જેવી લાગે છે.

જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીની આ તસવીરો ગોવાથી વાયરલ થઈ છે. શિલ્પા ગોવામાં સમય પસાર કરી રહી છે. તે ગોવામાં નવા વર્ષની ઉજવણી પણ કરશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. જોકે તે ટૂંક સમયમાં કમબેક કરવા જઇ રહી છે.

મળતી માહિતી પ્રમાણે, શિલ્પા શેટ્ટીની આગામી ફિલ્મોમાં ‘નિકમ્મા’ અને ‘હંગામા 2’ જેવી ફિલ્મો શામેલ છે. નિકમ્માનું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે અને તેનું નિર્દેશન સબેર ખાન દ્વારા કરવામાં આવ્યું છે. તે જ સમયે પ્રિયદર્શન ‘હંગામા 2’ નું નિર્દેશન કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ હંગામાની સિક્વલ છે.

Leave a Reply

Your email address will not be published.