પુત્રી થી 15 વર્ષ મોટા છે શિખર ધવન તો પત્ની થી 10 વર્ષ નાના, જુવો તેમના પરિવારની તસવીરો

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ બેટ્સમેન શિખર ધવન તેમની સુંદર રમતની સાથે જ પોતાની સરળ અને મસ્તી ભરેલી સ્ટાઈલ માટે પણ જાણીતા છે. જ્યારે તે મેદાનમાં હોય છે, ત્યારે ચાહકો તેની રમતનો આનંદ માણે છે, જ્યારે મેદાનની બહાર પણ તે ચાહકોના પ્રિય રહે છે. શિખર ધવને પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે.

શિખર ધવને તેની જબરદસ્ત બેટિંગના આધારે પોતાનું નામ વર્લ્ડ ક્રિકેટના દિગ્ગઝોમાં શામેલ કર્યું છે. તેની રમતને લાખો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે શિખર ધવન વર્ષ 2012 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેણે ઓસ્ટ્રેલિયાની આયશા મુખર્જી સાથે સાત ફેરા લીધા હતા. જણાવી દઈએ કે શિખર તેની પત્નીથી 10 વર્ષ નાના છે. જો કે બંનેએ ક્યારેય તેમની ઉંમરને તેમના પ્રેમ વચ્ચે આવવા દીધી નથી.

શિખર ધવન સાથે લગ્ન કરતા પહેલા આયશા મુખર્જી અન્ય એક લગ્ન કરી ચુકી હતી. તેને પહેલા લગ્નથી બે પુત્રી છે. શિખર ધવને આયશા અને તેની બંને પુત્રીને પણ અપનાવી છે અને તેને પોતાની પુત્રીની જેમ જ માને છે. સાથે જ આયશા અને શિખરને એક પુત્ર છે જેનું નામ ઝોરાવર ધવન છે.

આયશા મુખર્જીના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન સાથે થયા હતા. આયશાની દીકરીનું નામ રેયા અને આલિયા છે. ખાસ વાત એ છે કે જ્યારે શિખર તેની પત્ની આયશા કરતા 10 વર્ષ નાના છે, તો આયશાની મોટી પુત્રી આલિયા અને તેમની વચ્ચે માત્ર 10 વર્ષનું અંતર છે. આલિયાથી શિખર માત્ર 15 વર્ષ મોટો છે, પરંતુ છતા પણ સાવકા પિતા અને પુત્રીની આ જોડીમાં એક મજબૂત સંબંધ છે. આ સાથે જ શિખર આયશાની નાની પુત્રી રેયાને પણ ખૂબ પ્રેમ આપે છે.

જ્યારે શિખર ધવન એકવાર એક ઇન્ટરવ્યૂનો ભાગ બન્યા હતા, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે “બંને બાળકો સાથે રહેવામાં તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો?” તેના જવાબમાં ‘ગબ્બર’ ના નામથી જાણીતા શિખર ધવને કહ્યું કે, “તે બિલકુલ મુશ્કેલ ન હતું. જે ચીજ કુદરતથી થાય છે, તે એકદમ તમારા જીવનમાં ઢળી જાય છે. મારા નસીબમાં બે પુત્રી હતી અને તે એકદમ મારી જિંદગીમાં આવી ગઈ. તે માત્ર એક ક્લિક કરવા જેવું હતું. આજે જે રીતે તે બંને મને પ્રેમ કરે છે, હું ખૂબ જ ભાગ્યશાળી અનુભવુ છું.”

શિખર ધવન સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેતા ક્રિકેટરમાંથી એક છે. તે દરેક ખાસ પ્રસંગે પોતાની દીકરીઓ સાથે તસવીરો પોસ્ટ કરતા રહે છે. વર્ષ 2017 માં મહિલા દિન પર, શિખરે તેની પુત્રી સાથે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી હતી. દીકરીઓ સાથેની તસવીર શેર કરતા તેમણે લખ્યું, “જો તમારું મન ખુલ્લું હોય તો તમે તમારી પત્ની અને બાળકો પાસેથી ઘણું શીખી શકો છો.”

શિખર ધવનને જ્યારે પણ ક્રિકેટમાંથી બ્રેક મળે છે ત્યારે તે તેના પરિવાર સાથે ઘણો સમય પસાર કરે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથેની તસવીરો પોસ્ટ કરતા રહે છે.