ભારતના પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના અવસાનને એક મહિનો થઈ ગયો છે. પરંતુ આજે પણ તેની યાદો ચાહકોના મનમાં તાજી છે. રાજુ શ્રીવાસ્તવ 21 સપ્ટેમ્બર 2022 ના રોજ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા. કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે રાજુ શ્રીવાસ્તવને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ કાર્ડિયાક અરેસ્ટ પછી દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અવસાનના સમાચાર પછી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘણા નેતાઓ ઉપરાંત ફિલ્મી જગતની હસ્તીઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
રાજુ શ્રીવાસ્તવના નિધનથી તેમના પરિવારને સૌથી વધુ દુઃખ થયું છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારમાં પત્ની શિખા, પુત્રી અંતરા અને પુત્ર આયુષ્માન છે. સાથે જ રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા શ્રીવાસ્તવ કોમેડિયનના નિધનથી સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. શિખા શ્રીવાસ્તવે દિવંગત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનો એક અનસીન વિડિયો શેર કર્યો છે, તેની સાથે તેણે ખૂબ જ ભાવુક નોટ પણ લખી છે. આ પોસ્ટ જોયા પછી રાજુ શ્રીવાસ્તવના ચાહકો પણ ખૂબ જ ભાવુક થઈ ગયા છે.
રાજુ શ્રીવાસ્તવનો થ્રોબેક વીડિયો: તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટ 2022ના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેઓ બેહોશ થઈ ગયા અને નીચે પડી ગયા. ત્યાર પછી તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 41 દિવસ સુધી જીવનની લડાઈ લડીને છેવટે 21 સપ્ટેમ્બર 2022ના રોજ તે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા.
View this post on Instagram
રાજુ શ્રીવાસ્તવ આ દુનિયા છોડીને ગયા તેને લગભગ 1 મહિનો થઈ ગયો છે પરંતુ તેમની પત્ની આ દુ:ખમાંથી બહાર આવી શકી નથી. રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા શ્રીવાસ્તવ ફરી ઈમોશનલ થઈ ગઈ છે. તેણે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનો એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે રાજુ શ્રીવાસ્તવ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરવાની સાથે જ શિખા શ્રીવાસ્તવે એક ખૂબ જ ઈમોશનલ નોટ લખી છે, જેને વાંચીને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે.
પત્ની શિખાએ લખી ઈમોશનલ નોટ: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખાએ નોટમાં લખ્યું છે કે “તમને ગયાને એક મહિનો થઈ ગયો છે પરંતુ અમે જાણીએ છીએ કે તમે હજુ પણ અમારી સાથે છો અને આગળ પણ રહેશો.” આગળ, શિખાએ વિડિયોમાં રાજુ દ્વારા ગાયેલી પંક્તિ લખી. સાથે જ લખ્યું કે, “ખબર ન હતી કે આ ગીત આટલું જલ્દી વાસ્તવિકતામાં ફેરવાઈ જશે (માત્ર 12 દિવસમાં). ખબર ન હતી કે ધડકન જ દગો આપશે. દરેકને હસાવતા-હસાવતા તમે અમને આ રીતે રડાવી જશો.”
જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ એક પ્રખ્યાત કોમેડિયન હતા, જેમણે વર્ષ 2005માં રિયાલિટી સ્ટેન્ડ-અપ કોમેડી શો “ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ”ની પહેલી સીઝનથી લોકપ્રિયતા મેળવી હતી. રાજુ શ્રીવાસ્તવ ‘મૈંને પ્યાર કિયા’ અને ‘બાઝીગર’ જેવી હિટ હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. પરંતુ હવે રાજુ શ્રીવાસ્તવ આપણી વચ્ચે નથી. રાજુ શ્રીવાસ્તવે 21 સપ્ટેમ્બર 2022 ના રોજ અંતિમ શ્વાસ લીધો હતો.