52 વર્ષની ઉંમરમાં શે વાર્ન કહી ગયા દુનિયાને અલવિદા, જાણો પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા ક્રિકેટર

રમત-જગત

ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ખિલાડી અને દુનિયાના સૌથી લોકપ્રિય સ્પિન બોલર શેન વાર્ને 14 માર્ચે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. શેન વાર્નનું 52 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શેન વાર્ન પોતાના અંતિમ સમયમાં થાઈલેન્ડમાં આવેલા પોતાના વિલામાં રહેતા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમનો મૃતદેહ પણ ત્યાંથી મળ્યો હતો. તમને જણાવી દઈએ કે શેન વાર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટનો ખૂબ જ લોકપ્રિય અને શ્રેષ્ઠ બોલર હતા અને તેમણે પોતાની કારકિર્દીમાં માત્ર 145 ટેસ્ટ મેચમાં જ 708 વિકેટ લઈને પોતાની કરકિર્દીમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

વાત કરીએ વનડે ક્રિકેટની તો તેમણે વનડે ક્રિકેટમાં 253 વિકેટ લીધી હતી. શેન વાર્ને ઈંટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધા પછી, ઘણા વર્ષો સુધી લીગ ક્રિકેટમાં પોતાનું યોગદાન આપ્યું હતું અને આ ઉપરાંત ટી-20 ફોર્મેટમાં ઘણી વિકેટો લઈને શેન વાર્ન એ દર્શકોના દિલ પણ જીતી લીધા હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વાર્ને પોતાની શ્રેષ્ઠ રમતથી રમતની દુનિયામાં ખૂબ નામ અને ખ્યાતિ કમાઈ હતી અને તમને જણાવી દઈએ કે શેન વાર્ન ખૂબ જ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવતા હતા અને તેમને મોંઘામાં મોંઘી ચીજોનું કલેક્શન રાખવાનો ખૂબ શોખ ગતો. શેન વાર્ન એ દુનિયાના ઘણા દેશોમાં પોતાનું ઘર ખરીદ્યું હતું અને તે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવતા હતા.

શેન વાર્ન હતા કરોડોની સંપત્તિના માલિક: ક્રિકેટર શેન વાર્નની નેટવર્થની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્ષ 2018માં તેની કુલ સંપત્તિ 298 કરોડ રૂપિયા હતી. ત્યાર પછી, વર્ષ 2019 માં તેની સંપત્તિમાં વધારો થયો અને શેન વાર્નની સંપત્તિ વધીને 326 કરોડ રૂપિયા થઈ ગઈ. સાથે જ કોરોના સમયગાળામાં પણ શેન વાર્નની સંપત્તિમાં વધારો થયો હતો અને 2020માં તેની કુલ સંપત્તિ 326 થી વધીને 356 કરોડ થઈ ગઈ હતી.

સાથે જ વર્ષ 2022 માં, શેન વાર્નની માસિક આવક લગભગ 250,000 યુએસ ડોલર હોવાનું જણાવવામાં આવે છે અને વાર્ષિક આવક 3 મિલિયન ડોલર હતી. વર્ષ 2022માં શેન વાર્ન 50 મિલિયન ડોલરની કુલ સંપત્તિના માલિક હતા. શેન વાર્નની વાર્ષિક આવક 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કરોડોની કમાણી કરતા હતા. તમને જણાવી દઈએ કે ક્રિકેટ ઉપરાંત થોડા સમય પહેલા શેન વાર્ને પોતાનો બિઝનેસ પણ શરૂ કર્યો હતો અને તેમણે વાઈન બ્રાન્ડ શરૂઆત કરી હતી.

ખૂબ જ મોટી-મોટી ગાડીઓના શોખીન હતા શે વાર્ન: શેન વાર્ને ઘણા લક્ઝરી ઘર પણ ખરીદ્યા હતા અને તેમનો ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા શહેરની અપર ફેરેન્ટ્રી ગલીમાં એક ખૂબ જ લક્ઝરી અને સુંદર બંગલો હતો અને આ ઉપરાંત શેન વોર્ને લંડન અને થાઈલેન્ડ સહિત ઘણા દેશોમાં પણ પોતાનું સુંદર ઘર ખરીદ્યું હતું. શેન વાર્નને મોંઘી અને લક્ઝરી કારનો ખૂબ શોખ હતો અને તેના કાર કલેક્શનમાં એકથી એક ચઢિયાતી કાર શામેલ છે. ક્રિકેટ મેચમાંથી દર વર્ષે શેન વાર્ન કરોડોની કમાણી કરતા અહ્તા અને તે અપાર સંપત્તિ અને ખ્યાતિના માલિક હતા અને લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય પણ થયા હતા.