ખૂબ જ ગરીબીમાં પસાર થયું છે શેફાલી વર્માનું બાળપણ, આજે છે ટીમ ઈન્ડિયાની શ્રેષ્ઠ ખેલાડી, જુવો તેની તસવીરો

રમત-જગત

તમને જણાવી દઈએ કે હરિયાણાના રોહતકથી આવનારી શેફાલી વર્માએ ખૂબ જ નાની ઉંમરમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. 2019 માં, ટીમ ઈન્ડિયા જ્યારે T20 વર્લ્ડ કપ માટે પોતાને તૈયાર કરી રહી હતી, ત્યારે શેફાલીએ ટીમમાં પ્રવેશ કર્યો અને દક્ષિણ આફ્રિકા સામે તેણે ડેબ્યૂ કર્યું હતું.

શેફાલી વર્માનો પરિચય: શેફાલી વર્માએ 15 વર્ષની ઉંમરે ભારતીય ટીમ સાથે જોડાઈને દરેકને ચોંકાવી દીધા હતા. હરિયાણાના રોહતકમાં જન્મેલી શેફાલી વર્મા આજે દુનિયાભરમાં કોઈ ઓળખની મોહતાજ નથી. માત્ર 15 વર્ષની ઉંમરમાં ભારતીય સિનિયર મહિલા ટીમમાં દસ્તક આપીને તેણે પોતાની તોફાની બેટિંગના જલવા દુનિયાભરમાં ફેલાવ્યા છે.

જે રીતે તેણે શરૂઆતની મેચોમાં બેટિંગ કરી તે જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે શેફાલી પહેલા બોલથી જ બોલરો પર હુમલો કરવાનું વિચારી રહી હતી અને તેણે મોટા શોટનો વરસાદ કર્યો હતો. ત્યાર પછી શેફાલીએ વર્લ્ડ કપમાં સારી બેટિંગ કરી, પરંતુ ભારતીય ટીમને જીતાડવાનું સપનું પૂરું કરી શકી નહીં.

જો આપણે શેફાલી વર્માના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે માત્ર 19 વર્ષની ઉંમરમાં 51 T20 મેચ રમી છે, જેમાં 1231 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 134.53 નો રહ્યો છે. તેના નામે T20માં 149 ફોર અને 48 છગ્ગા છે.

તે હવે ભારત માટે માત્ર T20 જ નહીં પરંતુ વનડે અને ટેસ્ટ પણ રમી ચુકી છે. અત્યાર સુધીમાં તેણે 2 ટેસ્ટ મેચ અને 21 વનડે મેચ રમી છે. તે યુવાન હતી, આવી સ્થિતિમાં, BCCIએ તેને અંડર-19 T20 વર્લ્ડ કપની કેપ્ટનશિપ સોંપી અને તેણે ઈતિહાસ રચી દીધો છે.

શેફાલીના પિતા સંજીવજીએ તેના વાળ જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે કપાવ્યા હતા અને ત્યારથી શેફાલીએ આ જ લુક અપનાવ્યો છે.