પતિ માધવ સાથે આ સુંદર આઈસલેન્ડ પર રજાઓ માણી રહી છે માધુરી દીક્ષિત, જુવો તેની શાનદાર તસવીરો

બોલિવુડ

બોલીવુડની ધક ધક ગર્લ ઉર્ફ માધુરી દીક્ષિત આજે ભલે ફિલ્મોમાં ઘણી ઓછી જોવા મળે છે પરંતુ તે અવારનવાર કોઈ રિયાલિટી શોમાં જોવા મળે છે. માધુરી માત્ર એક સારી અભિનેત્રી જ નહીં પરંતુ એક ડાંસર પણ છે. તે છેલ્લા ઘણા સમયથી સતત પોતાની સ્ટાઈલથી દર્શકોના દિલ જીતી રહી છે. સોશિયલ મીડિયા પર પણ માધુરી ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના પુત્રો સાથેની તસવીરો શેર કરતી રહે છે.

આ દિવસોમાં માધુરી દીક્ષિત ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તેનું કારણ તેમની કોઈ ફિલ્મ કે ડાન્સ શો નહીં પરંતુ તેની રજાઓ છે. આ દિવસોમાં માધુરી તેના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને પતિ માધવ નેને સાથે રજાઓ માણી રહી છે અને તે સુંદર સ્થળોએ ફરતી જોવા મળી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી છે. જેમાં તે હોલીડે એન્જોય કરતી જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે માધુરી અને તેના પતિ શ્રીરામ માધવ નેને આજકાલ આફ્રિકાના સેશેલ્સમાં છે અને અહીં ખૂબ આનંદ લઈ રહ્યા છે. રિયાલિટી શો ‘ડાન્સ દિવાને’ની જજ માધુરી આફ્રિકાની આ સૌથી સુંદર જગ્યાએ એકદમ કૂલ સ્ટાઈલમાં હોલીડે મનાવી રહી છે.

બીજી તરફ પતિ શ્રીરામ માધવ નેને પણ માધુરી સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને તે પોતાની રીતે આસપાસના દ્રશ્યોની મજા લઇ રહ્યો છે. આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો માધુરીની આ શાનદાર સ્ટાઈલને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેઓ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

જો તમે તસવીરોને ધ્યાનથી જોશો, તો તમે સમજી શકશો કે માધુરી તેના પતિ સાથે ખૂબ ખુશ દેખાઈ રહી છે અને બંને એકબીજા માટે પરફેક્ટ લાઇફ પાર્ટનર છે. આફ્રિકાના આ સુંદર આઈસલેન્ડના દ્રસ્યો ખરેખર જોવા લાયક છે. બંનેની સાથે તેમના પુત્રો અરિન અને રયાન પણ ત્યાં પહોંચ્યા છે અને કુદરતના દ્રશ્યોનો આનંદ લઈ રહ્યા છે.

આ મુસાફરી દરમિયાન માધુરીએ તેના પતિ અને બાળકો સાથે ઘણી સેલ્ફી લીધી છે, જેને તે ચાહકો સાથે શેર કરી રહી છે. જણાવી દઈએ કે માધુરી અને માધવ નેનેના લગ્ન વર્ષ 1999 માં 17 ઓક્ટોબરના રોજ થયા હતા. જોકે માધુરી પહેલા અમેરિકામાં સેટલ થઈ હતી, પરંતુ વર્ષ 2007 માં તેણે બોલિવૂડમાં કમબેક કર્યું હતું. આ બંનેની તસવીરો ચાહકોને આકર્ષિત કરી રહી છે. દરેક વ્યક્તિ આ કપલના વખાણ કરી રહ્યા છે.

2 thoughts on “પતિ માધવ સાથે આ સુંદર આઈસલેન્ડ પર રજાઓ માણી રહી છે માધુરી દીક્ષિત, જુવો તેની શાનદાર તસવીરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *