લગ્ન પહેલા માતા બની ચુકી છે આ સુંદર અભિનેત્રીઓ, નંબર 5 તો છે આજે પણ કુંવારી

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સની લક્ઝરી લાઇફ સામાન્ય લાઈફથી બિલકુલ અલગ છે. સેલેબ્સ તેમના જીવનમાં ક્યારે શું કરી લે તેનો અંદાજ લગાવી શકાતો નથી. આજના ફિલ્મ સ્ટાર્સને જોઈને એ કહેવું બિલકુલ ખોટું નથી કે સમયની સાથે તેમની દુનિયા પણ બદલવા લાગી છે. પહેલા સેલેબ્સ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લગ્ન અને બાળકો વિશે ઘણું વિચારીને નિર્ણય લેતા હતા, પરંતુ હવે એવું નથી છે. બોલિવૂડની નવી પેઢીના વિચારમાં ઘણો બદલાવ આવ્યો છે, આમાંનો એક ફેરફાર છે લગ્ન પહેલા માતા બનવાનો. આવી સ્થિતિમાં આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ કે બોલિવૂડની કઈ અભિનેત્રીઓ લગ્ન પહેલા માતા બની ચુકી છે.

કલ્કી કોચલીન: યે જવાની હૈ દીવાની, ડેવ ડી અને જિંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કલ્કી કોચલીન ગયા ફેબ્રુઆરી મહિનામાં માતા બની છે, તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે. કલ્કી તેના ઇઝરાઇલી બોયફ્રેન્ડ ગાય હર્ષબર્ગને છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહી હતી, જોકે ફેબ્રુઆરીમાં બંને માતા-પિતા બન્યા હતા. મહત્વની વાત એ છે કે બંનેએ અજે પણ લગ્ન કર્યા નથી અને હજુ સુધી લગ્ન અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ: અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ મોડેલ ગેબ્રીએલા ડેમેટ્રિએડ્સ પણ માતા-પિતા બન્યા છે. ગેબ્રિએલાએ ગયા વર્ષે એક પુત્રને જન્મ આપ્યો હતો, જોકે હજી સુધી ગેબ્રિએલા અને અર્જુનના લગ્ન થયા નથી. જણાવી દઈએ કે અર્જુન રામપાલે વર્ષ 1998 માં મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2019 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી અર્જુને મોડેલ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ ને ડેટ કરવાનું શરૂ કર્યુ હતું.

એમી જેકસન: બોલિવૂડની સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી એમી જેક્સન પણ આ લિસ્ટમાં સામેલ છે. તેણે પણ લગ્ન પહેલા એક પુત્રને જન્મ આપ્યો છે. ખરેખર, તે છેલ્લા લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિયેટૌને ડેટ કરી રહી છે. સમાચાર હતા કે આ કપલ આ વર્ષે લગ્ન કરશે, પરંતુ કોરોના વાયરસને કારણે, તેઓએ તેમના લગ્નની યોજના મોકૂફ કરી દીધી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, એમી અને જૉર્જ આવતા વર્ષે લગ્ન કરશે.

માહી ગિલ: અભિનેત્રી માહી ગિલે ગયા વર્ષે કહ્યું હતું કે તે એક બાળકની માતા છે. સાથે તેણે એ વાતનો ખુલાસો કર્યો હતો કે તે લાંબા સમયથી કોઈ સાથે રિલેશનશિપમાં છે. માહી ગિલના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીનું નામ વેરોનિકા છે, જે 3 વર્ષની છે. જોકે, આજ સુધી માહી ગિલના લગ્ન વિશે કોઈ વાત સામે આવી નથી.

નીના ગુપ્તા: એક સમય એવો હતો જ્યારે અભિનેત્રી નીના ગુપ્તા અને વેસ્ટઈંડીઝના પ્રખ્યાત ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સના સંબંધોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આટલું જ નહીં, આ કપલને એક પુત્રી મસાબા પણ હતી, જે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે. રસપ્રદ વાત એ છે કે નીના અને વિવિયનના લગ્ન ક્યારેય થયા ન હતા.

સારિકા: અભિનેત્રી સારિકા પણ લગ્ન પહેલા માતા બની હતી. જણાવી દઈએ કે સરિકાએ માતા બન્યા પછી કમલ હાસન સાથે લગ્ન કર્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રુતિ હાસન અને અક્ષરા હાસનને સારિકાએ લગ્ન પહેલા જન્મ આપ્યો હતો.

ઇશા શરવાની: અભિનેત્રી ઇશા શરવાની આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે અને એક સિંગલ મોમ બનીને પોતાના પુત્ર લુકાનો ઉછેર કરી રહી છે. ઈશા તેના પુત્ર સાથેની તસવીર ઘણીવાર સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. જણાવી દઈએ કે ઇશાએ પણ લગ્ન પહેલા તેના પુત્રને જન્મ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.