ટીમ ઈંડિયાના સ્ટાર ક્રિકેટર શાર્દુલ ઠાકુર એ મિતાલી પારૂલકર સાથે કર્યા લગ્ન, જુવો તેમના લગ્નની તસવીરો

રમત-જગત

ઓપનર કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ પછી ભારતીય ક્રિકેટ ટીમના એક અન્ય સ્ટાર ક્રિકેટર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ ખેલાડી કોઈ અન્ય નહીં પરંતુ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર છે. લગ્નના આઉટફિટમાં શાર્દુલ ઠાકુર અને તેમની પત્ની મિતાલી પારુલકરની પહેલિ તસવીર સામે આવી છે.

શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. 15 મહિના પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમના લગ્નના કાર્યક્રમો 25 ફેબ્રુઆરીથી શરૂ થયા હતા અને આજે કપલે સાત ફેરા લીધા.

મિતાલી પારુલકર સુંદરતામાં મોટી-મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. મિતાલી પારુલકર એક બિઝનેસવુમન છે. મિતાલી થાણેમાં ઓલ ધ બેક્સ નામની સ્ટાર્ટ-અપ કંપની ચલાવે છે. શાર્દુલ ઠાકુરે લાંબા સમય સુધી મિતાલીને ડેટ કરી હતી.

શનિવારે તેમની હલ્દી સેરેમની થઈ હતી. સાથે જ સંગીત સેરેમનીમાં રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સજદેહ પણ પહોંચ્યા હતા. શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ લગ્નમાં પહોંચી છે.

શાર્દુલ ઠાકુર અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યા છે. તે તેમની ઘાતક બોલિંગની સાથે-સાથે વિસ્ફોટક બેટિંગ માટે પણ જાણીતા છે.

શાર્દુલ ઠાકુરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 34 વનડે, 25 T20 અને 8 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 50, 33 અને 27 વિકેટ લીધી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી રમાવાની છે. બીજી ટેસ્ટ પછી ખૂબ બ્રેક છે. જેના કારણે રોહિત શર્મા પોતે પણ આ લગ્નનો ભાગ બની શક્યા. શાર્દુલ અને મિતાલીની સગાઈ પણ મુંબઈમાં જ MCAના એક કોમ્પ્લેક્સમાં થઈ હતી.