શું તમે જાણો છો શનિદેવની 8 પત્નીઓના નામ? તેમના નામના જાપ કરવાથી દૂર થાય છે જીવનના દરેક દુઃખ

ધાર્મિક

ધાર્મિક માન્યતાઓ મુજબ શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે આપણને આપણા કર્મો મુજબ સુખ કે દુ:ખ આપે છે. કહેવાય છે કે શનિદેવનો ગુસ્સો ખૂબ જ ખતરનાક હોય છે. જો તેઓ કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય છે, તો તેમના જીવનમાં દુ:ખનું પૂર આવી જાય છે. આવી સ્થિતિમાં તેમના ગુસ્સાને શાંત કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ જો તમે શનિદેવની 8 પત્નીઓના નામના જાપ કરો છો, તો તમે તેમના ગુસ્સાને તરત જ શાંત કરી શકો છો.

શનિદેવની છે 8 પત્નીઓ: ખૂબ ઓછા લોકો એ જાણે છે કે શનિદેવની કુલ 8 પત્નીઓ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જ્યારે પણ શનિદેવ ક્રોધિત થાય છે ત્યારે તેમની પત્નીઓના નામ લઈને તેમને શાંત કરી શકાય છે. આટલું જ નહીં શનિદેવની પત્નીઓના નામ લેવાથી શનિદેવ એટલા પ્રસન્ન થઈ જાય છે કે તે ભક્તના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર કરી દે છે. જો તમારી કુંડળીમાં શનિ ખરાબ સ્થિતિમાં હોય અથવા શનિની સાઢેસાતી અથવા ઢૈય્યા ચાલી રહી છે તો પણ શનિદેવની પત્નીઓના નામ લઈને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે.

શનિદેવની પત્નીઓના નામ: તમારામાંથી ખૂબ ઓછા લોકોએ શનિદેવની પત્નીઓ વિશે સાંભળ્યું હશે. જો સાંભળ્યું હશે તો પણ તેનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેમની આઠ પત્નીઓના નામ જણાવવા જઈ રહ્યા છીએ. આ નામ છે – ધ્વજિની, ધામિની, કલહપ્રિયા, કંકાલી, તુરંગી, કંટકી, મહિષી અને અજા.

આ મંત્રથી જપો શનિદેવની પત્નીઓના નામ: શનિદેવની પત્નીઓના નામ એક મંત્રમાં શામેલ છે. આ મંત્ર તમે શનિવારના દિવસે શનિદેવની સામે બેસીને જપો. તેના જાપ કરવાથી તમારા પર શનિદેવના આશીર્વાદ બની રહેશે. સાથે જ શનિદેવનો ક્રોધ શાંત થશે. આ છે મંત્ર – “ધ્વજિની ધામિની ચૈવ કંકાલી કલહપ્રિયા । કંટકી કલહિ ચાથ તુરંગી મહિષિ અજા। શનેર્નામણિ પત્નીનામેતાનિ સંજપન પુમાન્ । દુઃખાનિ નાશયેન્નિત્યં સૌભાગ્યમેધતે સુખમ્ ।”

શનિવારના દિવસે આ વાતનું રાખો ધ્યાન: આ મંત્રના જાપ કરવા ઉપરાંત શનિવારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો. જેમ કે આ દિવસે શનિદેવની મૂર્તિ પર કાળા તલ અને સરસવનું તેલ ચળાવો. શનિવારે લોખંડ કે લોખંડની ચીજો, તેલ વગેરે ખરીદવાથી બચો. વડીલોનું સન્માન કરો અને કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. શનિવારે ગરીબ અને નિરાધાર લોકોની મદદ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.

શનિવારનું વ્રત રાખો: શનિવારના દિવસે વ્રત રાખવાનું પણ વિશેષ મહત્વ હોય છે. આ વ્રત જ્યારે પણ શરૂ કરો તે પહેલા સૂર્યોદય પહેલા ઉઠીને વ્રતનો સંકલ્પ કરો. માનવામાં આવે છે કે શનિવારે વ્રત કરવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ વ્રતથી તમે માત્ર શનિદેવના ગુસ્સાથી જ સુરક્ષિત નથી રહેતા પરંતુ રાહુ, કેતુની ખરાબ અસર પણ તમારા પર નથી પડતી. આ વ્રતથી સંતાન સુખ મળે છે. ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ વ્રતનો વધુ લાભ મેળવવા માટે તમારે સૂર્યોદય સમયે શનિદેવની પૂજા કરવી જોઈએ. ઉપવાસ દરમિયાન સિગારેટ, તમાકુ, ગુટખા, પાન મસાલા જેવી ચીજો ન ખાવી જોઈએ. આ દિવસે કાળી ચીજોનું દાન કરવું પણ શુભ છે.