શહનાજ ગિલ એ પરિવાર સાથે આ રીતે સેલિબ્રેટ કર્યો પોતાનો જન્મદિવસ, કેક કટ કરતા કહ્યું ‘હું વિશ નથી માંગતી’- જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

બિગ બોસ 13 ના ઘરથી પ્રખ્યાત બનેલી સિંગર-અભિનેત્રી શહનાઝ ગીલ આજે ઈન્ડસ્ટ્રીમાં પોતાની સારી ઓળખ બનાવી ચુકી છે. ચાહકો પણ તેના પર અપાર પ્રેમ લુટાવતા રહે છે. ‘પંજાબની કેટરિના કૈફ’ કહેવાતી શહનાઝ ગિલની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને તેના ચાહકો હંમેશા તેના જીવન વિશે જાણવા આતુર રહે છે. સાથે જ શહનાઝ ગિલ પણ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા જોડાયેલી રહે છે અને અવારનવાર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરીને પોતાના ચાહકોને ખુશ કરવાની કોઈ તક છોડતી નથી.

આ દરમિયાન, અભિનેત્રી શહનાઝ ગિલના ચાહકોને પોતાની ફેવરિટ સ્ટાર પર પ્રેમ લૂટાવવાનું એક અન્ય બહાનું મળી ગયું છે. આવું એટલા માટે કારણ કે આજે શહનાઝ ગિલ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસ પર તેણે તેના ચાહકો માટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં શહનાઝ ગિલ પોતાની ટીમ, પરિવાર અને મિત્રો સાથે હોટલના સ્યુટમાં કેક કટ કરતા જોવા મળી રહી છે. આ મિડનાઈટ સેલિબ્રેશનમાં શહનાઝ ગિલ સાથે અભિનેતા વરુણ શર્મા પણ જોવા મળી રહ્યા છે.

શહનાઝ ગીલે આ રીતે સેલિબ્રેટ કર્યો પોતાનો જન્મદિવસ: તમને જણાવી દઈએ કે શહનાઝ ગિલ આજે પોતાનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેણે પોતાનો જન્મદિવસ ખૂબ જ સુંદર રીતે સેલિબ્રેટ કરતા એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી શહનાઝ ગિલ પોતાના નજીકના લોકોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત તે કેક કટ કરતા પણ જોવા મળી રહી છે. વીડિયોમાં શહનાઝ ગિલ પ્રિન્ટેડ સલવાર-કુર્તામાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર અને ખુશ જોવા મળી રહી છે.

આ દરમિયાન જ્યારે ત્યાં હાજર લોકો હેપ્પી બર્થ ડે ટુ યુ શહનાઝ ગાય છે તો શહનાઝ ગિલ તેના પર ડાન્સ કરતા પણ જોવા મળે છે. ત્યાર પછી શહનાઝ ગિલ કેક કટ કરતા જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા શહનાઝ ગિલ પોતાના ભાઈ શહબાઝને કેક ખવડાવવાના બહાને તેના ચેહરા પર કેક લગાવીને મસ્તી કરે છે. વીડિયોમાં જ્યારે શહનાઝ ગિલની એક ફ્રેંડ તેને વિશ માંગવા કહે છે ત્યારે તે કહે છે કે હું વિશ નથી માંગતી. આ વીડિયોમાં વરુણ શર્મા પણ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill) 

શહનાઝ ગિલ એ બર્થડે સેલિબ્રેશનનો વિડિયો કર્યો શેર: શહનાઝ ગિલ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શહનાઝ ગિલે આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, “વધુ એક વર્ષ મોટી… હેપ્પી બર્થડે ટૂ મી!” આ સાથે તેણે બ્લેસ્ડ અને ગ્રેટીટ્યુડ હેશટેગનો ઉપયોગ કર્યો છે. આ વીડિયો સામે આવ્યા પછી શહનાઝ ગિલના ચાહકો પણ કમેન્ટ સેક્શનમાં શુભેચ્છા પાઠવી રહ્યા છે. પોસ્ટ પર જન્મદિવસની શુભેચ્છાઓની લાઈન લાગી ગઈ છે.

આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે શહનાઝ ગિલ: તમને જણાવી દઈએ કે શહનાઝ ગિલે પોતાની કારકિર્દીની શરૂઆત પંજાબી સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. સાથે જ શહનાઝ ગિલ ટૂંક સમયમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જે આ વર્ષે 21 એપ્રિલ 2023ના રોજ એટલે કે ઈદના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શહનાઝ ગિલ સાજિદ ખાનની ફિલ્મ “100%”માં પણ જોવા મળશે.