‘બલમ પિચકારી’ ફેમ શાલ્મલી એ લોન્ગ ટાઈમ બોયફ્રેંડ સાથે કર્યા લગ્ન, જુવો તેમના લગ્નની તસવીરો

બોલિવુડ

સિંગિંગની દુનિયામાં શાલ્મલી ખોલગડે આજના સમયમાં એક જાણીતું નામ છે. બલમ પિચકારી અને મેં પરેશાન જેવા હિટ ગીત આપનાર સિંગર શાલ્મલી ખોલગડેએ પોતાના બોયફ્રેન્ડ ફરહાન શેખ સાથે લગ્ન કર્યા છે. નોંધપાત્ર વાત એ છે કે તે પોતાના બોયફ્રેન્ડ સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી અને હવે તેમણે 22 નવેમ્બરના રોજ લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ફરહાન શેખ સાથે લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે શાલ્મલીએ પોતાના લગ્નનો કાર્યક્રમ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે કર્યો હતો અને આ બંનેના લગ્ન માત્ર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં જ થયા હતા. સાથે જ જણાવી દઈએ કે ભલે શાલ્મલી એ પોતાના બિયફ્રેંડ ફરહાન સાથે સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હોય, પરંતુ તે 1 ડિસેમ્બરના રોજ મુંબઈમાં પોતાના મિત્રો માટે એક ખૂબ જ મોટું અને સુંદર રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહી છે.

ઈંટરનેટ પર વાયરલ થઈ નવી કપલની તસવીરો: જણાવી દઈએ કે બોલિવૂડ સેલિબ્રિટીઓ જ્યાં લગ્નમાં વધુને વધુ પૈસા ખર્ચ કરે છે, તો સિંગર શાલ્મલીએ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા છે અને તેમનું મોટી સેલિબ્રિટી હોવા છતાં પણ સામાન્ય રીતે લગ્ન કરવા સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. એક યુઝરે આ લગ્ન પર કમેંટ કરતા લખ્યું કે, “કેટલા સુંદર લગ્ન”. સાથે એક અન્ય યુઝરે લખ્યું કે, “બોલીવુડ વાળા શોર નહિં, કેટલા સુંદર લગ્ન છે.”

લગ્ન દરમિયાન આ સ્ટાઈલમાં જોવા મળી સુંદર શાલ્મલી: સાથે જ પોતાના લગ્નમાં શાલ્મલીએ ઓરેંજ રંગની પ્રિંટેડ સાડી પહેરી તો પોતાની દુલ્હનને કંપની આપવા માટે ફરહાન શેખે પણ ઓરેંજ રંગનો કુર્તો પહેર્યો. જણાવી દઈએ કે આ દરમિયાન બંનેના કપડા જેટલા સાધારણ હતા. તેટલી જ રસપ્રદ તેમના લગ્નની માળા હતી અને આ બંનેની માળા નારંગી, યલો અને સફેદ ફૂલોની સાથે-સાથે તેમની તસવીરો સાથે બનેલી હતી. નોંધપાત્ર છે કે ફરહાન શેખ અને શાલ્મલી ખોલગડેના લગ્ન તેમના ઘરે હિંદુ રીતિ-રિવાજ સાથે થયા હતા. સાથે જ લગ્નના બંધનમાં બંધાયા પછી બંનેએ કેમેરા માટે ઘણા પોઝ આપ્યા અને સાથે જ બંને ખૂબ જ ખુશ જોવા મળ્યા.

છ વર્ષ સુધી એકબીજાને કરી ડેટ: જણાવી દઈએ કે શાલ્મલી અને ફરહાન એકબીજાને લગભગ છ વર્ષ સુધી ડેટ કરી. ત્યાર પછી હવે બંનેએ સામાન્ય રીતે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે પહેલા બંનેનો પ્લાન કોર્ટ મેરેજનો હતો, પરંતુ પરિવાર દ્વારા ખૂબ કહ્યા પછી બંને પોતાના લગ્નને પારંપરિક રીતે કરવા માટે તૈયાર થયા અને પછી બંને એ 22 નવેમ્બર ના રોજ સગાઈ કરી અને ત્યાર પછી તે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.