20 વર્ષની છોકરીને કરી ડેટ, 4 વર્ષ સુધી છુપાવી લગ્નની વાત, કંઈક આવી રહી છે હની સિંહ અને શાલિનીની અનોખી લવ સ્ટોરી

બોલિવુડ

પ્રખ્યાત રેપર અને બોલિવૂડ સિંગર હની સિંહના લગ્નજીવનમાં આ સમયે ઉથલ-પાથલ ચાલી રહી છે. તેની પત્ની શાલિની તલવારે સિંગર પર ઘરેલુ હિંસા અને હુમલાનો કેસ નોંધાવ્યો છે. પોતાની અરજીમાં શાલિનીના વકીલે 10 કરોડ રૂપિયા અને દિલ્લીમાં ઘર માટે દર મહીને પાંચ લાખ રૂપિયાની માંગ કરી છે. લગ્ન પહેલા કપલે એકબીજાને 20 વર્ષ સુધી ડેટ કરી હતી.

આજે અમે તમને હની સિંહ અને શાલિની તલવારની અનોખી લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હની સિંહનો જન્મ પંજાબના હોશિયારપુરમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર દિલ્હીમાં આવીને સ્થાયી થયો હતો. અહીં ગુરુ નાનક પબ્લિક સ્કૂલમાં હની સિંહનું સ્કૂલિંગ થયું. આ જ સ્કૂલમાં તેની મુલાકાત શાલિની તલવાર સાથે થઈ. ટૂંક સમયમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી હની સિંહ મ્યૂઝિકની ડિગ્રી લેવા માટે લંડન ચાલ્યા ગયા હતા. આ દરમિયાન તે શાલિની સાથે લોન્ગ ડિસ્ટંસ રિલેશનશિપમાં રહ્યા. પછી જ્યારે તે લંડનથી ભારત પરત આવ્યા ત્યારે તેણે 23 જાન્યુઆરી 2011 ના રોજ ગુરુદ્વારામાં પંજાબી રીત રિવાજ સાથે શાલિની સાથે લગ્ન કર્યા.

હની સિંહે તેમના લગ્ન વિશે 4 વર્ષ સુધી લોકોને જણાવ્યું ન હતું. આટલું જ નહીં જ્યારે તેમના લગ્નની તસવીરો વાયરલ થઈ ત્યારે તેમણે પોતાના લગ્નની ના પાડી દીધી હતી. પરંતુ પછી એક સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયાઝ રૉ સ્ટાર (2014) માં તેણે પોતાના લગ્નની વાત સ્વીકારી હતી.

આ શોમાં દર્શકોને હની સિંહનું એક અલગ જ રૂપ જોવા મળ્યું હતું. ખરેખર આ શૂટિંગના બીજા જ દિવસે હની સિંહનું નવું આલ્બમ દેશી કલાકાર રિલીઝ થવાનું હતું. તેને લઈને તે ખૂબ ચિંતામાં હતા. તેની આ નર્વસનેસના કારણે શૂટિંગ પણ ચાર કલાક લેટ થયું હતું. આવી સ્થિતિમાં તે ફોન પર કોઈ સાથે વાત કરવા લાગ્યા હતા. પછી તેમણે પોતાનું બેગ ઉઠાવ્યું અને કોઈની રાહ જોવા લાગ્યા. પછી કારમાંથી એક છોકરી નીકળી જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. પછી લોકો સમજી ગયા કે આ તેમની પત્ની શાલિની છે.

શાલિનીએ અહીં આવીને હની સિંહને ઘણા લાંબા સમય સુધી સમજાવ્યું અને તેનું મન શાંત કર્યું. પછી શૂટિંગ થઈ શક્યું. શાલિની ઘણી વાર તેના પતિના પરફોર્મંસ પછી બેકસ્ટેઝ જઈને તેને શાંત કરતી હતી અને તેનું ધ્યાન પણ રાખતી હતી. આવી સ્થિતિમાં હનીને તેની પત્નીનું મહત્વ સમજાયું અને તેમણે પત્નીને સ્ટેઝ પર બોલાવીને દરેક સાથે પરિચય કરાવ્યો. આ પહેલી વખત હતું જ્યારે હની સિંહે પોતાની પત્ની વિશે સાર્વજનિક રીતે વાત કરી હતી.

હની સિંહ સૌથી વધુ ફી લેનારા સિંગર તરીકે પણ જાણીતા છે. 2012 માં આવેલા કોકટેલ અને મસ્તાન ગીત માટે તેણે સૌથી વધુ ફી 70 લાખ રૂપિયા લીધા હતા. તે અંગ્રેજી બીટ, લુંગી ડાન્સ, બ્લુ આઈઝ, બ્રાઉન રંગ જેવા હિટ ગીતો આપી ચુક્યા છે. કારકિર્દીની વચ્ચે તે નશાની લતના શિકાર પણ થઈ ગયા હતા. આ કારણે તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા. જોકે પછી તેમણે પોતાને સંભાળીને કમબેક કર્યું હતું. હવે તે પોતાના લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે.