ભગવાન વિષ્ણુના પ્રતીક છે શાલિગ્રામ, જાણો શાલિગ્રામ સાથે જોડાયેલા ખાસ નિયમો

ધાર્મિક

શાલિગ્રામની પૂજા કરવાથી ઘણા ફાયદા મળે છે અને કોઈ પણ ઈચ્છા પૂર્ણ થાય છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. વિષ્ણુજીની મૂર્તિથી ઘણી વધારે શ્રેષ્ઠ શાલિગ્રામની પૂજા કરવી છે. તે માત્ર નેપાળના મુક્તિનાથ, કાલી ગણ્ડકી નદીના કિનારે જ મળે છે. શાસ્ત્રોમાં શાલિગ્રામના 33 પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાંથી 24 પ્રકારને વિષ્ણુના 24 અવતાર સાથે જોડીને જોવામાં આવે છે અને આ બધા 24 શાલિગ્રામ વર્ષની 24 એકાદશી વ્રત સાથે સંબંધિત છે.

ગોલ શાલિગ્રામને ગોપાલ માનવામાં આવે છે. જો શાલીગ્રામનો આકાર માછલી જેવો હોય છે તો તેને વિષ્ણુના મત્સ્ય અવતાર સાથે જોડીને જોવામાં આવે છે. જો શાલિગ્રામનો આકાર કાચબા જેવો છે તો તે ભગવાનના કચ્છપ અને કૂર્મ અવતારનું પ્રતીક છે. સામાન્ય રીતે શાલિગ્રામ કાળા અને ભૂરા રંગના હોય છે. આ ઉપરાંત સફેદ અને વાદળી રંગના પણ શાલિગ્રામ હોય છે જેને દુર્લભ માનવામાં આવે છે.

પૂજા ઘરમાં જરૂર રાખો શાલિગ્રામ: પૂજાઘરમાં શાલિગ્રામ જરૂર રાખવા જોઈએ અને દરરોજ તેમની પૂજા કરવી જોઈએ. ઘરમાં શાલીગ્રામ રાખવાથી અને નિયમિત પૂજા કરવાથી પુણ્ય મળે છે અને પાપથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં લક્ષ્મી નારાયણ નામના શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. ત્યાં લક્ષ્મી માતાનો વાસ રહે છે અને માતા પૈસાની અછત થવા દેતા નથી.

આ રીતે કરો પૂજા: શાલીગ્રામની પૂજા કરવા સાથે કેટલાક નિયમ જોડાયેલા છે અને આ નિયમો હેઠળ તેમની પૂજા કરવી જોઇએ. પૂજાઘરમાં માત્ર એક શાલિગ્રામ રાખવા જોઈએ. શાસ્ત્રોમાં એકથી વધુ શાલિગ્રામને ઘરમાં રાખવાની મનાઈ કરવામાં આવી છે. શાલિગ્રામની પૂજા કરતી વખતે તેના પર માત્ર ચંદનનો જ ઉપયોગ કરો. હંમેશા ચંદન લગાવીને તેની ઉપર તુલસીનું એક પાન પણ જરૂર રાખો. પૂજાઘરમાં રાખેલા શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવો. શાલિગ્રામને જમીન પર ન રાખો. તેને હંમેશા કોઈ ચીજ ઉપર રાખવા જોઈએ. એકાદશીના દિવસે તેમની પૂજા જરૂર કરવી જોઈએ. એકાદશીના દિવસે તેમની પૂજા કરવાથી જન્મોના પાપનો નાશ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ રહે છે.