શાહરૂખ ખાન એ મિત્રના લગ્નમાં પહોંચીને વધારી શાન, આ ખાસ રીતે આપ્યા અભિનંદન, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

શાહરૂખ ખાન યારો કે યાર છે અને પોતાની સાથે કામ કરતા લોકોની સાથે હંમેશા ઉભા રહે છે. તેમની આ ઉદારતા ફરી એકવાર જોવા મળી છે. શાહરૂખ એ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે કામની સાથે તે પોતાના ચાહકો, મિત્રો, પરિવારજનો અને સહકર્મીઓને પણ સમય આપી શકે.

તાજેતરમાં, SRK તેના જૂના મિત્ર અને સાથીદાર બેલા મૂલચંદાનીના લગ્નમાં શામેલ થયા, જ્યાં તેમણે તેના નવા પરિણીત મિત્રને પ્રેમ ભરેલો મેસેજ પણ આપ્યો, જે હવે દિલ જીતી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by The Con Artists (@theconartists_) 

સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે તેની મિત્ર બેલા વિશે વાત કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ કહે છે કે બેલા તેના સૌથી જૂના મિત્રો અને સહકર્મીઓમાંથી એક છે જે વર્ષોથી તેની સાથે છે. તેના વિશે સૌથી મીઠી વાત એ છે કે તેણે હંમેશા મારું ધ્યાન રાખ્યું અને મારી સંભાળ લીધી. આ સાથે તે નવ પરણિત કપલ પર પ્રેમ વરસાવતા જોવા મળ્યો હતો.

વીડિયો શેર કરતાં જ બોલિવૂડના રોમાન્સ કિંગના ચાહકો તેના વીડિયો પર રિએક્શન આપવા લાગ્યા અને તેની પ્રસંશા કરવા લાગ્યા. વીડિયોનો કમેન્ટ સેક્શન રેડ હાર્ટ ઈમોજીથી ભરેલો છે. એક યુઝરે શાહરૂખ ખાનની પ્રસંશા કરતા લખ્યું – ‘શાહરુખ કેટલા સુંદર વ્યક્તિ છે.’ સાથે જ એક અન્યએ લખ્યું – ‘શાહરુખ સૌથી મીઠા અને નમ્ર છે.’ સાથે જ કેટલાક ચાહક તેમને જેંટલમેન કહીને બોલાવી રહ્યા છે.

શાહરૂખનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ દુલ્હન સાથે ચાલતા અને થોડી વાત કરતા જોઈ શકાય છે. સાથે જ દૂલ્હા અને દુલ્હન સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા.

આ દરમિયાન થોડા દિવસો પહેલા શાહરૂખ ખાનનો કરણ જોહરના 50મા જન્મદિવસની પાર્ટીમાં ડાન્સ કરતા વીડિયો વાયરલ થયો હતો. કરણે યશ રાજ સ્ટુડિયોમાં તેની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં પૈપરાઝીએ રેડ કાર્પેટ પર શાહરૂખ ખાનને બીજા ગેટમાંથી પ્રવેશ કરતા જોયા. આ પાર્ટીમાં શાહરૂખે સલમાન, માધુરી સહિત ઘણા સ્ટાર્સ સાથે પોઝ પણ આપ્યા હતા.