જેલમાંથી બહાર લાવવા માટે લગાવ્યો હતો જીવ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ કેસમાં છેવટે રાહત મળી ગઈ છે. ગઈકાલે થયેલી સુનાવણીમાં કોર્ટે આર્યનને જામીન આપ્યા છે. આર્યન આજે અથવા કાલે જેલમાંથી મુક્ત થશે. તમને જણાવી દઈએ કે આર્યન ખાન ડ્રગ કેસમાં દેશના સૌથી મોંઘા વકીલો અને લો ફર્મ હાયર કરવામાં આવ્યા હતા.

આટલા દિવસો સુધી કોર્ટમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન આર્યન ખાનને જામીન અપાવવા માટે દેશના આ દિગ્ગજ વકીલોએ પોતાનો જીવ લગાવી દીધો હતો. હવે ઘણા દિવસોની સુનવણી પછી હાઈકોર્ટમાંથી આર્યનને જામીન મળી ગયા છે.

આર્યન ખાન આ સમયે પણ આર્થર રોડ જેલમાં બંધ છે. બોમ્બે હાઈકોર્ટે આર્યનને 26 દિવસમાં ત્રીજા પ્રયત્ન પછી જામીન આપી દીધા છે. આ પહેલા સેશન્સ કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી. તમને જણાવીએ કે કયા વકીલોએ આર્યનને છોડાવવા માટે પોતાનો જીવ આપી દીધો.

મુકુલ રોહતગીઃ સીનિયર વકીલ મુકુલ રોહતગી દેશના એટર્ની જનરલ રહી ચૂક્યા છે. તે 2014 થી 2017 સુધી દેશના 14મા એટર્ની જનરલ હતા. રોહતગીના પિતા અવધ બિહારી રોહતગી પણ દિલ્હી હાઈકોર્ટના જજ હતા. જણાવી દઈએ કે મુકુલ રોહતગીએ વર્ષ 2002ના ગુજરાત દંગોમાં રાજ્ય સરકારનો સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો. 2002ના દંગોમાં નકલી એન્કાઉન્ટરના આરોપોને લઈને તેમણે રાજ્ય સરકારનો પક્ષ અદાલતમાં રાખ્યો હતો.

સતીશ માનશિંદેઃ સતીશ માનશિંદેને બોલિવૂડના ટ્રબલશૂટર કહેવામાં આવે છે. સતીશ માનશિંદે દેશના સૌથી મોંઘા વકીલોમાંથી એક છે. તે સંજય દત્તનો 1993નો મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસ પણ લડી ચુક્યા છે. આ ઉપરાંત તે સલમાન ખાનના કાળા હરણ કેસમાં પણ તેમણે સલમાનને બચાવ્યો હતો. રિયા ચક્રવર્તીને પણ તેમણે છોડાવી હતી.

અમિત દેસાઈઃ અમિત દેસાઈ પણ બોલિવૂડના મોટા-મોટા કેસ ઉકેલવા માટે જાણીતા છે. સલમાન ખાનને 2002માં હિટ એન્ડ રન કેસમાં જામીન તો અપાવ્યા હતા સાથે જ તેમને નિર્દોષ પણ જણાવ્યા હતા. અમિત દેસાઈને પણ પોતાના પુત્ર આર્યન ખાન કેસમાં શાહરૂખ ખાને હાયર કર્યા હતા.

રૂબી સિંહ આહુજાઃ રૂબી સિંહ આહુજાની ગણતરી પણ દેશના દિગ્ગજ વકીલોમાં થાય છે. તે જાણીતી લો ફર્મ કરંજવાલા એન્ડ કંપની સાથે જોડાયેલી છે. દેશના ઘણા પ્રખ્યાત કેસોમાં રૂબી સિંહ આહુજાએ પ્રતિનિધિત્વ કર્યું છે. ચેમ્બર્સ રિસર્ચમાં તેને એશિયા-પેસિફિક 2021 માટે બેન્ડ વન રેન્ક આપવામાં આવ્યો હતો.

કરંજાવાલા એન્ડ કંપની: રાયન કરંજવાલા એ પોતાની પત્ની માણિક સાથે કરંજવાલા એન્ડ કંપનીની સ્થાપના કરી હતી. કરંજાવાલાના આંતરરાષ્ટ્રીય મીડિયા મુગલ રુપર્ટ મર્ડોક, ટાટા, અંબાણી અને વાડિયાની સાથે-સાથે ભૂતપૂર્વ વડા પ્રધાન વી.પી. સિંહ સાથે પણ સારા સંબંધ છે.

સંદીપ કપૂરઃ કરંજવાલા એન્ડ કંપનીના સિનિયર પાર્ટનર સંદીપ કપૂર પણ વકીલોની દુનિયામાં મોટું નામ છે. તે ઘણા મહત્વપૂર્ણ કેસ લડી ચુક્યા છે. મુકુલ રોહતગીની પેનલમાં આર્યન ખાન કેસની વકીલાત દરમિયાન પણ તે હાજર હતા.

આનંદિની ફર્નાન્ડીઝઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનો કેસ લડનારા વકીલોમાં આનંદિની ફર્નાન્ડીઝ પણ શામેલ હતી.