શાહરુખ ખાન પાસે છે આ લક્ઝરી કારનું કલેક્શન, કિંમત અને ખાસિયત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ ખાન રિયલ લાઈફમાં દરેક ચીજ કિંગ સાઈજ જ પસંદ કરે છે. પછી તે હિન્દી ફિલ્મો હોય, બંગલા હોય કે પછી લક્ઝરી કાર હોય. શાહરૂખ ખાનને માયાની નગરી અને બોલિવૂડના તે ડ્રીમર માનવામાં આવે છે, જે માત્ર સપના જ જોતા નથી પરંતુ તેને પૂરા પણ કરે છે. કદાચ આ જ કારણ છે કે એક સમયે મારુતિ વાન ચલાવનાર શાહરૂખ ખાન પાસે આજે લક્ઝરી કારનો જબરદસ્ત કાફલો છે.

શાહરૂખ ખાન પાસે લક્ઝરી બ્રાન્ડની ઘણી કાર છે. તેમાંથી કોઈ કાર દ્વારા તે પોતે મુસાફરી કરે છે તો કોઈ કાર દ્વારા તેમની પત્ની ગૌરી અથવા પુત્ર આર્યન મુસાફરી કરે છે. શાહરૂખ ખાનના કાફલામાં એકથી એક ચઢિયાતી લક્ઝરી કાર છે. જેમાં મિત્સુબિશી પજેરો સ્પોર્ટ્સ કાર, ઓડી A-6, BMW 7, BMW 6 સિરીઝ કન્વર્ટિબલ, લેન્ડ ક્રુઝર અને રોલ્સ રોયસ શામેલ છે. કહેવાય છે કે તેમાંથી બ્લેક કલરની મિત્સુબિશી પજેરો એસએફએક્સ તેની ફેવરિટ કારમાં શામેલ છે.

જો કે કિંગ ખાન માટે તેની દરેક કાર ખૂબ જ ખાસ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ન્યૂમરોલોઝીમાં વિશ્વાસ રાખનારા શાહરૂખનો લકી નંબર 555 છે. આવી સ્થિતિમાં તેમની કેટલીક કારના નંબર 555 પણ છે. શાહરૂખ ખાન પાસે BMW 6 સિરીઝની કન્વર્ટિબલ કાર છે. તેની ખાસિયતો મુજબ આ કારની કિંમત 1.12 થી 1.75 કરોડની આસપાસ છે. તેમની પાસે BMW i8 પણ છે જેની કિંમત લગભગ 2 કરોડ 14 લાખ રૂપિયા છે.

બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી: બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી પણ શાહરૂખ ખાન પાસે છે. જેની ગણતરી તેમની સૌથી કિંમતી ચીજોમાં થાય છે. આ કાર 4.0-લિટર ટ્વિન-ટર્બો V8 પેટ્રોલ એન્જિન સાથે આવે છે જે 498 bhp અને 660 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

રોલ્સ રોયસ ફેન્ટમ: સાથે જ શાહરૂખ જૂની જનરેશનની ફેન્ટમ VII કારનો માલિક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કાર ઘણા વર્ષોથી તેના ગેરેજનો ભાગ છે. તેમની પાસે રોલ્સ રોયસ પણ છે જેમાં 6.7-લિટર V12 એન્જિન છે જે લગભગ 453 bhp અને 720 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

રેન્જ રોવર સ્પોર્ટ: શાહરૂખ પાસે લક્ઝરી એસયુવી પણ છે. જો કે, અવારનવાર તે લેન્ડ રોવર રેન્જ રોવર સ્પોર્ટમાં જોવા મળ્યા છે. રેન્જ રોવર સ્પોર્ટ માં 3.0 V6 એન્જિન છે જે લગભગ 187 bhp અને 440 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

મર્સિડીઝ-બેન્ઝ GL-ક્લાસ/GLS: કિંગ ખાન પાસે મર્સિડીઝ બેન્ઝ જીએલ 350 સીડીઆઈ પણ છે. આ કારમાં 3.0-લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 255 Bhp અને 619 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. SRK ના ગેરેજમાં મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ પણ છે જે તેમની પત્ની ગૌરી ખાન પાસે છે. આ છેલ્લી જનરેશનનું S 500 L મોડલ છે. આ કારમાં V8 એન્જિન આપવામાં આવ્યું છે જે લગભગ 453 bhp અને 700 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

4 કરોડની વેનિટી વાન: તે જ રીતે, starsunfolded.com માં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ ખાસ મોંઘી કાર ઉપરાંત, કિંગ ખાનના કાફલામાં એકથી એક ચઢિયાતી લક્ઝરી કાર શામેલ છે, જેની કિંમત કરોડોમાં છે. તેની પાસે 14 મીટર લાંબી વેનિટી વેન પણ છે જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.