બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા અભિનેતા શાહરૂખ ખાન જેટલા ચર્ચામાં રહે છે તેટલો જ તેમનો બંગલો મન્નત પણ ચર્ચામાં રહે છે. શાહરૂખ જ્યાં પોતાની એક્ટિંગ માટે જાણીતા છે તો સાથે જ તેમનો બંગલો મન્નત પણ તેની સજાવટ માટે જાણીતો છે.
ફિલ્મી દુનિયામાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન રિયલ લાઈફમાં પણ કોઈ રાજા જેવું જીવન જીવે છે. જે બંગલામાં શાહરૂખ રહે છે, તેને તેમણે વર્ષ 2001માં બાઈ ખોરશેદ ભાનુ સંજના ટ્રસ્ટ પાસેથી લીઝ પર ખરીદ્યો હતો. ત્યાર પછી તેમણે તે બંગલાનું નામ મન્નત રાખી દીધું.
તેમનો આ બંગલો 6 માળનો અને સી ફેસિંગ છે જે મુંબઈના બાંદ્રામાં આવેલો છે. લગભગ 6000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ લક્ઝરી બંગલામાં 5 બેડરૂમ છે, દરેક બેડરૂમને અલગ લુક આપવામાં આવ્યો છે. ઘરને સજાવવાનું કામ શાહરૂખની પત્ની ગૌરી ખાને કર્યું છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ બંગલાને સજાવવામાં ચાર વર્ષનો લાગ્યો હતો.
બંગલામાં મલ્ટીપલ લિવિંગ એરિયા બનેલા છે જેને મોટા-મોટા સોફાથી સજાવવામાં આવ્યા છે. કિંગ ખાનનો પરિવાર આ બંગલાના બીજા માળે રહે છે, આ ઉપરાંત આખો વિસ્તાર ઓફિસ, પાર્કિંગ અને પાર્ટી માટે રાખવામાં આવ્યો છે.
શાહરૂખના ઘરમાં લાકડાની સીડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ઘરને એલીગેંટ લુક આપે છે. તેમના બંગલામાં લાઈબ્રેરીની સાથે-સાથે જિમની સુવિધા પણ છે.
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અવારનવાર પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જ્યારે તમે તેમના લક્ઝરી બંગલાની તસવીરો જોશો તો તમારા મોંમાંથી આપોઆપ તેની પ્રસંશા નીકળવાનું શરૂ થઈ જશે.