સ્કૂલના દિવસો શ્રેષ્ઠ દિવસો હોય છે. આજે પણ જ્યારે આપણે આપણા સ્કૂલના દિવસોની તસવીરો જોઈએ છીએ ત્યારે ખૂબ જ ભાવુક થઈ જઈએ છીએ. જ્યારે આ જ તસવીર આપણે આપણા મિત્રોને બતાવીએ છીએ તો તેઓ આપણને ઓળખી પણ શકતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલિવૂડ સ્ટાર્સની સ્કૂલની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. ચાલો આપણે પણ જોઈએ તમે તેમને સ્કૂલના ડ્રેસમાં ઓળખી શકો છો કો નહિં.
એશ્વર્યા રાય: વિશ્વ સુંદરતાનો એવોર્ડ જીતી ચૂકેલી એશ્વર્યા રાય પોતાના સ્કૂલના દિવસોમાં પણ એટલી જ સુંદર દેખાતી હતી જેટલી તે આજે દેખાય છે. એશ્વર્યાને આપણે બ્યુટી વિથ બ્રેઈન પણ કહી શકીએ છીએ. તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેનામાં ટેલેંટ સ્કૂલના દિવસોથી જ કૂટી કૂટીને ભરેલું હતું. તે પોતાની સુંદરતા અને ઈંટેલિઝેંસથી દરેકને આકર્ષિત કરતી હતી.
અનુષ્કા શર્મા: અનુષ્કા શર્મા બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. હાલના સમયમાં તે પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની પણ છે. અનુષ્કાના પિતા ઈંડિયન આર્મીમાં હતા. આ કારણથી તેણે પોતાનો સ્કૂલનો અભ્યાસ બેંગ્લોરની આર્મી સ્કૂલમાં સ્કૂલમાંથી કર્યો હતો. આ અભિનેત્રી પોતાના સ્કૂલના દિવસોમાં ખૂબ શાર્પ માઈંડ હતી. તે પોતાના ક્લાસમાં ટોપ પણ કરતી હતી.
રણબીર કપૂર: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણબીર કપૂર એ મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલ, માહિમમાં અભ્યાસ કર્યો છે. તે પોતાના સ્કૂલના દિવસોમાં પણ તેટલો જ હેંડસમ હતો જેટલો આજે છે. ત્યારે પણ તેના સ્માર્ટ લુક પર ઘણી છોકરીઓ ફિદા થઈ જતી હતી. હાલમાં તે આલિયા સાથે લગ્ન કરીને પોતાના આવનાર બાળકની રાહ જોઈ રહ્યો છે.
શાહરૂખ ખાન: બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને નવી દિલ્હીની સેન્ટ કોલંબિયા સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે સ્કૂલના દિવસોમાં ખૂબ જ ટેલેંટેડ વિદ્યાર્થી હતા. તે અભ્યાસમાં પણ ટોપ કરતા હતા. તેમને 12મા ધોરણમાં ઓલરાઉન્ડર ઈન પરફોર્મંસ માટે ‘સ્વોર્ડ ઓફ ઓનર’ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તે સ્કૂલના દિવસોમાં ફૂટબોલ, હોકી અને ક્રિકેટ રમવાનું પસંદ કરતા હતા.
રણવીર સિંહ: રણવીર સિંહ પોતાના સ્કૂલના દિવસો દરમિયાન મસ્તીખોર હતા. ત્યારે પણ તેની ફેશન સેન્સ અનોખી હતી. એક વખત તે ક્લાસમાં શાહરૂખ ખાનનું સુપરહિટ ગીત છૈંયા છૈંયા સાંભળી રહ્યા હતા. જ્યારે ટીચરની નજર તેના પર પડી તો તેમણે રણવીરને સસ્પેંડ કરી દીધો હતો.
કાર્તિક આર્યન: કાર્તિક આર્યન બોલિવૂડના ઉભરતા સ્ટાર છે. તેમનું બાળપણ મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં પસાર થયું છે. તે સ્કૂલના દિવસોમાં ખૂબ જ હેંડસમ હતો. તેનું સ્કૂલમાં મોટું ફ્રેંડ સર્કલ હતું. તે દરેકની સાથે ખૂબ મસ્તી કરતો હતો. તેણે ડીવાય પાટીલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો.
જેનેલિયા ડિસૂઝા: બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસૂઝા હવે ફિલ્મોમાં જોવા મળતી નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણે મુંબઈની એપોસ્ટોલિક કાર્મેલ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે સ્કૂલના દિવસોમાં ખૂબ જ ટેલેંટેડ હતી.
અમિતાભ બચ્ચન: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના સ્કૂલના દિવસોમાં ખૂબ જ ટેલેંટેડ હતા. જો કે, તેના સ્કૂલના દિવસોમાં તેને દરરોજ કોઈને કોઈ શિક્ષક સજા આપતા હતા. આ વાતનો ખુલાસો તેમણે તાજેતરમાં KBC 14માં કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે ત્યારે ટીચર તેમને અવરનવાર સજા પતા રહેતા હતા આ કારણે તેમના કોઈ ફેવરિટ ટીચર ન હતા.