ખૂબ જ સુંદર છે શાહરૂખ ખાનની મેનેજર, અનુષ્કા-પ્રિયંકાની મેનેજરનો પણ નથી કોઈ જવાબ, જુવો બોલીવુડ સ્ટાર્સના મેનેજરની તસવીરો

બોલિવુડ

શાહરૂખ ખાન છેલ્લા ઘણા દિવસોથી પોતાના પુત્ર આર્યન ખાનને કારણે ચર્ચામાં છે. આર્યનનું નામ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું અને તે હાલમાં જેલમાં છે. આર્યનને કારણે શાહરુખ અને ગૌરી ખૂબ પરેશાન છે. સાથે આ દરમિયાન શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ ખૂબ ચિંતિત અને પરેશાન જોવા મળી છે. લાંબા સમયથી પૂજા શાહરૂખની મેનેજર તરીકે કામ કરી રહી છે.

શાહરુખની મેનેજર પૂજા દદલાનીની વાત નીકળી છે તો આ દરમિયાન હિન્દી સિનેમાના કેટલાક અન્ય પ્રખ્યાત સ્ટાર્સના મેનેજર વિશે પણ જાણી લઈએ, જેમના વિશે કદાચ પહેલા તમે ક્યારેય સાંભળ્યું નહિં હોય.

અક્ષય કુમાર – ઝેનોબિયા કોહલા: સુપરસ્ટાર અક્ષય કુમારે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1991 માં કરી હતી. આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ ‘સૌગંધ’ રિલીઝ થઈ હતી. પોતાની 30 વર્ષની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચુકેલા ‘ખિલાડી કુમાર’ની આગામી ફિલ્મ’ સૂર્યવંશી’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ આ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે અક્ષયના મેનેજરનું નામ ઝેનોબિયા કોહલા છે.

અનુષ્કા શર્મા – રિતિકા નાગપાલ: જાણીતી અને સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસોમાં ફિલ્મો નથી કરી રહી, જોકે તે ઘણીવાર ચર્ચાનો વિષય રહે છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે આઈપીએલ માટે યુએઈમાં છે. કહેવાય છે કે અનુષ્કા શર્માની મેનેજર રિતિકા નાગપાલ છે.

સલમાન ખાન – જોર્ડી પટેલ: હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનના મેનેજર જોર્ડી પટેલ છે. સલમાન ખાને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1989 માં મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મ મૈને પ્યાર કિયાથી કરી હતી. તે અત્યારે પોતાની બે આગામી ફિલ્મો, અંતિમ અને ટાઇગર 3 ને લઈને ચર્ચામાં છે.

પ્રિયંકા ચોપરા – અંજુલા આચાર્યા: અંજુલા આચાર્યા, વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ ધરાવનાર પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરાની મેનેજર છે. પ્રિયંકાએ વર્ષ 2003 માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જણાવી દઈએ કે પ્રિયંકાએ વર્ષ 2018 માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી તે તેના પતિ સાથે અમેરિકામાં સેટલ થઈ ગઈ હતી, જોકે તે ભારત પણ આવતી રહે છે.

રણવીર સિંહ – સુઝૈન રોડ્રિગેઝ: રણવીર સિંહને આજના સમયના સૌથી સફળ અને લોકપ્રિય અભિનેતા માનવામાં આવે છે. રણવીરે પોતાની 10 વર્ષની કારકિર્દીમાં મોટી સફળતા મેળવી છે. તેમણે એક પછી એક હિટ ફિલ્મો આપીને ખૂબ નામ કમાવ્યું છે. રણવીર સિંહના મેનેજરની વાત કરીએ તો તેમનું નામ સુઝેન રોડ્રિગેઝ છે.