શાહરૂખ ખાનને છે આ અજીબ બીમારી, ડૉક્ટરને બતાવવા ગયા તો મળ્યો આ જવાબ

બોલિવુડ

ફિલ્મ કલાકારો અવારનવાર પોતાની એક્ટિંગ અને પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત જીવનના કારણે હેડલાઇન્સમાં રહે છે. અવારનવાર ફિલ્મ સ્ટાર્સ પોતાના અંગત જીવન સાથે જોડાયેલા રહસ્યો ચાહકો સાથે શેર કરે છે. જેના વિશે જાણીને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સાથે જ ઘણા પ્રસંગો પર ચાહકોને પોતાના ફેવરિટ સ્ટાર વિશે જાણીને ખુશી પણ થાય છે.

આવી જ રીતે એક વખત હિન્દી સિનેમાના ખૂબ જ લોકપ્રિય અભિનેતા શાહરૂખ ખાને પોતાની વિચિત્ર બીમારી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને કઈ ચીજનો ડર રહે છે. શાહરૂખના કહેવા મુજબ તેને લાગે છે કે કોઈ તેનો હાથ કાપી નાખશે. શાહરૂખે આ ખુલાસો એક શોમાં કર્યો હતો.

જણાવી દઈએ કે એકવાર શાહરૂખ ખાન અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે એક શોમાં પહોંચ્યા હતા. તે શોને સાજિદ ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરતા હતા. આ શોનું નામ હતું ‘યારોં કી બારાત’. આ શો થોડા વર્ષો પહેલા આવતો હતો. હવે તે બંધ થઈ ગયો છે. ફિલ્મ સ્ટાર્સ આ શોમાં હેસ્ટ તરીકે શામેલ થતા હતા.

એક વખત શો પર શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા આવ્યા હતા. મહેમાનો સાથે વાતચીતમાં સાજિદ ખાન અને રિતેશ કલાકારોને ઘણા રમુજી અને રસપ્રદ પ્રશ્નો પૂછતા હતા. સાથે જ તેમણે શાહરૂખ સાથે તેના સૌથી મોટા ડર વિશે વાત કરી. તો અભિનેતાએ જણાવ્યું કે તેનો સૌથી મોટો ડર એ છે કે કોઈ તેનો હાથ કાપી નાખશે.

શાહરૂખની વાત સાંભળીને પાસે બેઠેલી અનુષ્કાએ કહ્યું કે આ શું બકવાસ છે. આ કેવો ડર છે? ત્યાર પછી તેના પર શાહરૂખે કહ્યું કે આ તેનો સૌથી મોટો ડર છે. આ એક મોટો વિરોધાભાસ છે કે તે હાથ ફેલાવવા વાળા પોઝ માટે પ્રખ્યાત છે પરંતુ તેમને ખરેખર ડર લાગે છે કે કોઈ નીચેથી આવીને તેના હાથ કાપી નાખશે.

શાહરૂખે જ્યારે આ કહ્યું ત્યારે સાજિદે તેમને કહ્યું કે તેનો અર્થ એ છે કે તમે શોલેના ફેન છો. તો અભિનેતાએ કહ્યું કે ના તેના તો ઉપરથી કાપ્યા હતા. તેના પર આશ્ચર્ય વ્યક્ત કરતાં અનુષ્કા શર્માએ કહ્યું કે આ ખૂબ જ અજીબ વાત છે અને તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ.

શાહરુખે કહ્યું ડૉક્ટર પાસે પણ ગયો હતો: અનુષ્કાને જવાબ આપતાં શાહરૂખે કહ્યું હતું કે હું આ સમસ્યાને લઈને ડૉક્ટર પાસે પણ ગયો હતો, પરંતુ ડૉક્ટરે કહ્યું કે તમને અન્ય પણ ઘણી સમસ્યાઓ છે, પહેલા તેના વિશે વાત કરી લઈએ. શાહરૂખ ખાને કહ્યું કે તે ખૂબ જ ગંભીરતાથી કહી રહ્યો છે કે આ તેનો સૌથી મોટો ડર છે.