ઈંસ્ટાગ્રામ પર માત્ર આ 6 લોકોને ફોલો કરે છે શાહરૂખ, આ 3 થી છે દુનિયા અજાણ, જાણો દરેકના નામ

બોલિવુડ

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘પઠાન’ને લઈને ચર્ચામાં છે. શાહરૂખની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થશે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં તેમની સાથે અભિનેતા જ્હોન અબ્રાહમ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. હાલમાં ત્રણેય પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) 

શાહરૂખ, જ્હોન અને દીપિકાની ફિલ્મનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. તેને બોયકટ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું જેમાં દીપિકા ભગવા રંગની બિકીનીમાં જોવા મળી હતી. ત્યાર પછી ખૂબ હંગામો થયો હતો અને ફિલ્મનો ખૂબ વિરોધ થયો હતો. જો કે, આ દરમિયાન અમે તમને શાહરૂખ સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવીએ.

શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. શાહરૂખને ટ્વિટર પર 42.9 મિલિયન લોકો ફોલો કરે છે. સાથે જ તે 74 લોકોને ફોલો કરે છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખને 33 મિલિયન લોકો ફોલો કરે છે. જોકે શાહરૂખ ઈન્સ્ટા પર માત્ર 6 લોકોને જ ફોલો કરે છે. ચાલો જાણીએ તે 6 લોકો કોણ છે જેમને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે?

ગૌરી ખાન: ગૌરી ખાન શાહરૂખ ખાનની પત્ની છે. બંનેએ વર્ષ 1991માં લવ મેરેજ કર્યા હતા. શાહરૂખની પત્ની પણ ખૂબ લોકપ્રિય છે. જણાવી દઈએ કે ગૌરીના ઈન્સ્ટાગ્રામ પર 4.6 મિલિયન ફોલોઅર્સ છે.

સુહાના ખાન: સુહાના ખાન શાહરૂખની લાડલી છે. સુહાના ખાન ટૂંક સમયમાં હિન્દી સિનેમામાં પોતાનો પગ મુકવા જઈ રહી છે. 22 વર્ષની થઈ ચુકેલી સુહાનાનો જન્મ 22 મે 2000ના રોજ મુંબઈમાં થયો હતો. જણાવી દઈએ કે સુહાનાના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ છે.

આર્યન ખાન: આર્યન ખાન શાહરૂખ ખાનનો પુત્ર છે. આર્યન ખાન, શાહરૂખ અને ગૌરી ખાનનો સૌથી મોટો પુત્ર છે. આર્યન ખાન 25 વર્ષનો થઈ ચુક્યો છે. આર્યનને પણ તેના પિતા ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. જણાવી દઈએ કે આર્યનના ઈન્સ્ટા પર 2.3 મિલિયન ફોલોઅર્સ છે.

પૂજા દદલાની: પૂજા દદલાની એક દાયકા કરતાં વધુ સમયથી શાહરૂખ ખાન સાથે જોડાયેલી છે. તમને માહિતી માટે જણાવી દઈએ કે પૂજા શાહરૂખની મેનેજર છે. તે લગભગ 10 વર્ષથી શાહરૂખની મેનેજર તરીકે કામ કરી રહી છે. શાહરૂખ પૂજાને તેના પરિવારના સભ્યની જેમ માને છે.

આલિયા છીબ્બા: તમે વિચારી રહ્યા હશો કે આલિયા છિબ્બા કોણ છે, પરંતુ તમને જણાવી દઈએ કે આલિયા શાહરૂખ સાથે ખાસ બોન્ડ શેર કરે છે. આલિયા ગૌરીના ભાઈની પુત્રી અને તેમના બાળકોની કઝીન છે. ઈન્સ્ટાગ્રામ પર આલિયા છીબ્બાના 1 લાખ 66 હજાર ફોલોઅર્સ છે.