350 કરોડનું પ્રાઈવેટ જેટ, 200 કરોડનો બંગલો, મહેલ જેવી વેનિટી વેન, જુવો શાહરૂખ ખાનની આ સૌથી મોંઘી ચીજોની અંદરની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાન લગભગ છેલ્લા 3 વર્ષથી મોટા પડદાથી દૂર છે. જોકે ચાહકોની વચ્ચે તેમનો ક્રેઝ અકબંધ છે. નોંધપાત્ર છે કે શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ વર્ષ 2018 ના અંતમાં આવી હતી જે ‘ઝીરો’ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાને અભિનેત્રીઓ કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા સાથે કામ કર્યું હતું.

શાહરુખની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા મોં પર પડી હતી. આ ફિલ્મ પછીથી લઈને આજ સુધી તેની કોઈ ફિલ્મ આવી નથી. આ દરમિયાન ચાહકો તેમની નવી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અવારનવાર ચર્ચામાં રહેતા શાહરૂખ વિશે ચાહકો વધુમાં વધુ જાણવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને શાહરૂખ સાથે જોડાયેલી એક ખૂબ જ ખાસ ચીજ વિશે જણાવી રહ્યા છીએ. આજે અમે તમને શાહરૂખ ખાનની વેનિટી વેનની અંદરની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. જેની કિંમત કરોડો રૂપિયામાં છે.

કહેવાય છે કે શાહરુખે તેને વર્ષ 2015 માં ખરીદી હતી. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવે છે કે શાહરૂખની આ ખૂબ જ કસ્ટમાઇઝ્ડ વોલ્વો BR9 ની કિંમત 4 કરોડ રૂપિયા છે. તે જોવામાં ખૂબ જ સુંદર અને લક્ઝરી દેખાય છે. અંદરથી તે કોઈ ફાઇવ સ્ટાર હોટલ કે મહેલ જેવી લાગે છે.

શાહરુખ ખાને વેનિટી વેન ખરીદ્યા પછી તેના પર ખૂબ પૈસા ખર્ચ કર્યા અને તેની કિંમત 4 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધી. તેમાં સુખ-સુવિધા માટે પણ જરૂરિયાતની દરેક ચીજો છે. શાહરુખની વેનિટી વેન ખૂબ લાંબી અને મોટી છે. માહિતી મુજબ આ વેનિટી વેનને આઈપેડ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

શાહરૂખે પોતાના મુજબ વેનિટીને ડિઝાઇન કરાવી છે. તે સંપૂર્ણ રીતે કાચથી બનાવવામાં આવી છે. તેને જોવા પર તે ખૂબ જ સુંદર દેખાય છે. જ્યારે છત પર લાકડાની પેનલ જોડવામાં આવી છે.

શાહરુખની આ કરોડો રૂપિયાની વેનિટી વેનમાં એક પેન્ટ્રી સેક્શન, એક કબાટ, મેક-અપ રૂમ અને અલગ ટોયલેટ બનેલું છે. અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ શાહરૂખની વેનિટી વિશે વાત કરતા એક વખત પોતાના એક ઈંટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તેમની પાસે એક ઈલેક્ટ્રિક ચેર છે જેના દ્વારા તે ચારેય તરફ ફરી શકે છે, તમે એક બટન દબાવો છો અને તે દરેક જગ્યા પર ચાલવા લાગે છે.’

હવે આ તો થઈ ગઈ શાહરૂખની વેનિટી વેનની વાત હવે જરા તમને એ પણ જણાવી દઈએ કે શાહરૂખ પાસે આ ઉપરાંત પણ અબજો રૂપિયાની સંપત્તિ છે. તેમની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના સૌથી મોંઘા અભિનેતાઓમાં થાય છે. કહેવાય છે કે શાહરૂખ ખાન 5100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક છે.

શાહરુખ પાસે ખૂબ જ મોંઘી અને લક્ઝરી કાર પણ છે. તેમના કાર કલેક્શનમાં રોલ્સ રોયસ ફેન્ટમ કન્વર્ટિબલ, એક બુગાટી વેરોન, ઓડી એ 6 અને ક્રેટા જેવી ગાડીઓ પણ શામેલ છે.

શાહરૂખ ખાનની અમીરી વિશે દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે. તેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે જેની કિંમત 350 કરોડ રૂપિયા છે. સાથે જ શાહરૂખ મુંબઈમાં ‘મન્નત’ નામના બંગલામાં રહે છે, જેની કિંમત 200 કરોડ છે. આ બધા ઉપરાંત શાહરૂખ પાસે દેશ -વિદેશમાં પણ કરોડો અને અબજો રૂપિયાની સંપત્તિ છે.