સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી શહનાઝ ગિલે કરી આ પહેલી ઈંસ્ટા પોસ્ટ, તેનાથી લોકોની આંખો ફરીથી થઈ ભીની

બોલિવુડ

પોતાના કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લાના નિધનના લગભગ બે મહિના પછી શહેનાઝ ગિલે ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યું છે. શહનાઝની આ પોસ્ટ તેના ચાહકોને ઈમોશનલ કરી રહી છે, જેમાં તેમણે એક એવી લાઈન લખી છે જેનાથી સિદનાઝના ચાહકો ફરી એકવાર ઈમોશનલ થઈ રહ્યા છે. શહનાઝ ગિલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ શુક્લા સાથે એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે સિદ્ધાર્થ શહનાઝની બાહોમાં જોવા મળી રહ્યો છે. બંને ખિલખિલાટ હસતા જોવા મળી રહ્યા છે. શહનાઝ ગિલે પોસ્ટરમાં લખ્યું છે, ‘તમે અહીં છો’, સિદ્ધાર્થ શુક્લાને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

શહનાઝે તેની રિલીઝ ડેટ 29 ઓક્ટોબર બપોરે 12 વાગ્યે જણાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શહનાઝ તરફથી સિદ્ધાર્થ માટે આ મ્યૂઝિકલ ટ્રિબ્યૂટ હોઈ શકે છે. હવે સિડનાઝના ચાહકો શહનાઝની આ પોસ્ટ પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાના નિધનના આઘાતમાંથી તેમના નજીકના લોકો હજુ સુધી બહાર આવી શક્યા નથી.

ખાસ કરીને શહનાઝ ગિલ, જેનો તેમની સાથે ખૂબ લગાવ હતો. સિદ્ધાર્થના ગયા પછીથી શહનાઝ લગભગ એક મહિના સુધી કેમેરાની સામે જોવા ન મળી અને સાથે જ તેમના સોશિયલ મીડિયા પર પણ કોઈ પોસ્ટ જોવા મળી ન હતી.

નોંધપાત્ર છે કે સિદ્ધાર્થ શુક્લાનું નિધન 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકના કારણે થયું હતું. ત્યાર પછીથી શહનાઝે પોતાની જાતને દુનિયાથી અલગ કરી લીધી હતી. આ પહેલા શહનાઝ તેમની ફિલ્મ ‘હૌસલા રખ’ના પ્રમોશનમાં જોવા મળી હતી. શહનાઝે આ મહિનામાં ફિલ્મનું બાકીનું શૂટિંગ પણ પૂરું કર્યું છે. સાથે જ તે ઘણા ઈન્ટરવ્યુમાં પણ જોવા મળી છે. પરંતુ તેના ચહેરા પર ઉદાસી અને નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી.

સિદ્ધાર્થના ચાહકો અને મિત્રો ઈચ્છે છે કે શહનાઝ આ દુઃખમાંથી બહાર આવે અને વ્યસ્ત રહે. પોતાના તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે બોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ‘હૌસલા રખ’ના મેકર્સે પણ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે ખૂબ જ પ્રોફેશનલ છે.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની પહેલી મુલાકાત બિગ બોસના ઘરમાં જ થઈ હતી. ત્યાંથી બંને વચ્ચે ખૂબ જ વધુ લગાવ થવા લાગ્યો હતો. બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી પણ આ બંને સાથે હતા. બંને ઘણી જગ્યા પર સાથે જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ શુક્લાનું જે રાત્રે નિધન થયું તે સમયે પણ શહનાઝ ગિલ તેમની સાથે હતી. આવી સ્થિતિમાં સિદ્ધાર્થના નિધન પછી લગભગ એક મહિના સુધી શહનાઝ ગિલ ઘરની બહાર નીકળી ન હતી. આટલું જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેમણે કોઈ પોસ્ટ શેર કરી ન હતી.

દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના કામ વિશે વાત કરીએ તો, તેમણે વર્ષ 2008માં સોની ટીવીના ‘બાબુલ કા આંગન છૂટે ના’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી તેમને બાલિકા વધુથી દેશભરમાં ઓળખ મળી. તેમણે ખતરોં કે ખિલાડી શો પણ જીત્યો હતો. ત્યાર પછી તે બિગ બોસ 13ના વિનર બન્યા અને પોતાની સારી ફેન ફોલોઈંગ બનાવી.