ફરી સિદ્ધાર્થની આ ખાસ ચીજ સાથે જોવા મળી શહનાઝ, લોકો એ કહ્યું કે સાચો પ્રેમ ક્યારેય અલગ થતો નથી

બોલિવુડ

ટીવીની ઘણી જોડીઓ ખૂબ જ લોકપ્રિય બની. ઘણી જોડીઓ એ એકબીજા સાથે લગ્ન કરી લીધા તો કેટલાકના રસ્તા અલગ થઈ ગયા. સાથે જ એક જોડી એવી હતી જેને નસીબે અલગ કરી લીધા. તે જોડી સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ કૌરની હતી. આ જોડી નસીબના કારણે તૂટી ગઈ કારણ કે સિદ્ધાર્થ આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા.

કહેવાય છે કે સાચો પ્રેમ ક્યારેય અલગ થતો નથી. તેનું જીવંત ઉદાહરણ અભિનેત્રી શહનાઝ ગિલ છે. તે કોઈને કોઈ એવો ઈશારો જરૂર કરે છે, જેનાથી જાણ થાય છે કે તેનું દિલ આજે પણ સિદ્ધાર્થ માટે ધડકે છે. ફરી એકવાર તે તેના પ્રેમની એવી એક ચીજ સાથે જોવા મળી જેને જોઈને નેટીઝન્સ તેને ખૂબ પ્રેમ કરી રહ્યા છે.

બિગ બોસમાં બની હતી સિડનાઝની જોડી: બિગ બોસ એક પ્રખ્યાત ટીવી શો છે. આ શોમાં ઘણી જોડીઓ બની છે અને તૂટી છે. પરંતુ સિઝન 13 માં, એક જોડીએ દરેકનું ધ્યાન ખેંચ્યું. આ જોડી શહનાઝ ગિલ અને સિદ્ધાર્થની હતી. બંને સ્પર્ધક તરીકે શોમાં આવ્યા હતા. બંને પહેલીવાર શોમાં જ મળ્યા હતા. શહનાઝની ચુલબુલી સ્ટાઈલ એ દરેકનું દિલ જીતી લીધું હતું.

સિદ્ધાર્થ પણ તેમની સ્ટાઈલના ફેન બની ગયા હતા. સાથે જ શહનાઝ એ તો પોતાનો પ્રેમ ખુલીને વ્યક્ત કર્યો હતો. ત્યાર પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તે એકબીજા પર જાન છિડકવા લાગ્યા. બંનેની જોડી સોશિયલ મીડિયામાં પણ ટોપ ટ્રેન્ડ કરતી હતી. ચાહકોએ આ જોડીનું નામ સિડનાઝ રાખ્યું છે. બંને પર ખૂબ પ્રેમ લૂટાવ્યો હતો.

અચાનક થઈ ગયું સિદ્ધાર્થનું નિધન: સિદ્ધાર્થે બિગ બોસ 13 શો જીત્યો હતો. ઘરની બહાર પણ બંનેની જોડી બની રહી હતી. બંને અવારનવાર ફરવા જતા હતા અને સાથે જોવા મળતા હતા. તે લગ્ન પણ કરવાના હતા. આ દરમિયાન એક ઘટના બની. સિદ્ધાર્થને રાત્રે તેના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે હોસ્પિટલ લઈ જતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

સિદ્ધાર્થના મૃત્યુ પછી શહનાઝના જીવનમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તે તેના મૃત્યુને પણ ભૂલી શકી નહીં. અભિનેત્રીએ પોતાની જાતને સોશિયલ મીડિયાથી દૂર કરી લીધી હતી. તે પોતાના ઘરમાં જ કેદ રહેતી હતી. પછી ધીમે ધીમે તેણે હિંમત કરી અને આ દુઃખમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતી રહી. અત્યારે પણ તે તેના પ્રેમને ભૂલી શકી નથી.

જાણો કઈ ચીજ સાથે જોવા મળી શહનાઝ: શહનાઝ તાજેતરમાં જ મુંબઈમાં જોવા મળી હતી. જ્યારે પૈપરાઝીએ તેની તસવીર લીધી ત્યારે તે સિડની ખાસ વસ્તુ સાથે જોવા મળી. ખરેખર, તે જે ચશ્મા લઈને આવી હતી તે તેના નહિ પરંતુ સિદ્ધાર્થના હતા. તેની તસવીરો જોતા જ વાયરલ થઈ ગઈ હતી. લોકો ખૂબ કમેંટ કરવા લાગ્યા. એક યુઝરે તો લખ્યું કે ‘સાચો પ્રેમ મરતો નથી’.

શાહનાઝ ગિલ આ પહેલા બાબા સિદ્દીકીની પાર્ટીમાં પણ જોવા મળી હતી. ત્યાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. ત્યાં તે સલમાન ખાન સાથે પણ જોવા મળી હતી. જોકે તે હવે સલમાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’થી બોલિવૂડની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. તેની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.