ટૉક શો માં શહનાઝ ગિલ એ તોડ્યું સલમાન ખાનનું દિલ, તેમની નહિં આ અભિનેતાની છે જબરી ફેન

બોલિવુડ

બિગ બોસ 13 થી બે કલાકારો ખૂબ પ્રખ્યાત થઈ ગયા. તેમાંથી એકનું નિધન થઈ ગયું છે જ્યારે બીજી અભિનેત્રી આ સમયે દરેકની ફેવરિટ બની ગઈ છે. અમે સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની વાત કરી રહ્યા છીએ. સિદ્ધાર્થ તો આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમની ગર્લફ્રેન્ડ શહનાઝ ગિલનું જીવન હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે.

સિદ્ધાર્થના નિધન પછી શહનાઝને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. આ કારણે તેણે વચ્ચે દરેક ચીજથી અંતર બનાવી લીધું હતું. હવે તે ફરીથી ઈવેન્ટ્સમાં દેખાવા લાગી છે. તાજેતરમાં જ તેણે એક ટોક શોમાં ભાગ લીધો હતો પરંતુ સલમાન ખાનનું દિલ તોડી નાખ્યું. તેણે કહ્યું કે તે સલમાનની નહીં પણ કોઈ અન્ય અભિનેતાની ફેન છે.

બાબા સિદ્દીકીની પાર્ટીમાં સલમાનને મળી હતી શહનાઝ: સલમાન ખાન અવારનવાર શહેનાઝ ગીલનું વધુ ધ્યાન રાખતા જોવા મળે છે. બિગ બોસમાં પણ તે શહનાઝ પર ખૂબ ધ્યાન આપતા હતા. તાજેતરમાં જ એક વખત બંનેનો સામનો બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં થયો. બંને અહીં સાથે જોવા મળ્યા. અહીં પણ સલમાન ખાને શહનાઝ પર વિશેષ ધ્યાન આપ્યું.

બિગ બોસમાં પણ તેની ચુલબુલી સ્ટાઈલને કારણે સલમાન તેને ખૂબ પસંદ કરતા હતા. તે પોતાને પંજાબની કેટરિના કૈફ પણ કહેતી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાર્ટીમાં સલમાને વ્યક્તિગત રીતે શહનાઝનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. સાથે જ અભિનેત્રીએ એક ટોક શોમાં સલમાન ખાનનું દિલ તોડી નાખ્યું છે.

સલમાન ખાનની કરી ખૂબ પ્રસંશા: તાજેતરમાં જ શહનાઝ ગિલ ચર્ચામાં આવી હતી. આ દરમિયાન તેણે બેબાકીથી દરેક સવાલના જવાબ આપ્યા હતા. તેણે આ દરમિયાન સલમાનની પણ ખૂબ પ્રસંશા કરી હતી. તેણે કહ્યું કે તેનો આત્મવિશ્વાસ ખૂબ જ સારો છે. અભિનેત્રીએ કહ્યું કે તે જે રીતે કોઈપણ પરિસ્થિતિને હેન્ડલ કરે છે તે પ્રશંસનીય છે.

શહનાઝે તેની પ્રસંશા કરતા કહ્યું કે ક્યા વ્યક્તિ સાથે કઈ વાત કરવાની છે, તે તેઓ જાણે છે. તેણે જણાવ્યું કે તે સલમાન ખાનથી ખૂબ શરમાઈ છે. આટલું જ નહીં, તેણે કહ્યું કે અંગત રીતે સલમાન ખાન સાથે ક્યારેય તેની મુલાકાત થઈ નથી. અભિનેત્રીએ કહ્યું કે તેની પાસે તો સલમાનનો નંબર પણ નથી.

આ અભિનેતાની છે ચાહક: શહનાઝ ગિલે એ પણ જણાવ્યું કે તે કયા અભિનેતાની ફેન છે. આશ્ચર્યની વાત એ છે કે જે અભિનેતાની તે ફેન છે તે સલમાન ખાન નથી. શહનાઝે કહ્યું કે સલમાન ખાન તો હંમેશા તેના માટે ‘સર’ રહેશે. તે ક્યારેય તેમને માત્ર સલમાન ખાન કહીને બોલાવી શકશે નહીં. સાથે જ તેણે કહ્યું કે તે શાહરૂખ ખાનની ફેન છે.

શહેનાઝે કહ્યું કે જ્યારે મેં શાહરૂખ ખાનની ફિલ્મો જોઈ ત્યારે હું તેની ફેન બની ગઈ. અભિનેત્રીએ કહ્યું કે શાહરૂખને દરેક પ્રેમ કરે છે. તે પણ તેને પ્રેમ કરે છે. તમને જણાવી દઈએ કે બિગ બોસ ફેમ અભિનેત્રીનું અફેર સિદ્ધાર્થ શુક્લા સાથે ચાલી રહ્યું હતું. જો કે, સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધન પછી આ જોડી તૂટી ગઈ છે.