ફરી સિદ્ધાર્થ શુક્લા ને લઈને ઈમોશનલ થઈ શહનાઝ ગિલ, શિલ્પા શેટ્ટીને જણાવ્યા પોતાના હાલ-એ-દિલ, જુવો વીડિયો

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ‘ફિટનેસ ક્વીન’ કહેવાતી પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસોમાં પોતાનો નવો શો ‘શેપ ઓફ યુ’ લઈને આવી રહી છે. આ શો દ્વારા શિલ્પા શેટ્ટી શારીરિક અને માનસિક ફિટનેસ વિશે વાત કરવા જઈ રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો શિલ્પા શેટ્ટીના શોમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ શામેલ થવાના છે, જેમાં જેકલીન ફર્નાન્ડીઝ, રકુલ પ્રીત સિંહ, શમિતા શેટ્ટી, જોન અબ્રાહમ જેવા સેલેબ્સનું નામ શામેલ છે.

આ શોમાં સૌથી પહેલા બિગ બોસ 13 થી પ્રખ્યાત થયેલી અને ચાહકોની જાન કહેવાતી શહનાઝ ગિલ મહેમાન તરીકે આવવાની છે. આ શો સાથે જોડાયેલો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં શહનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાને લઈને ઈમોશનલ થઈ ગઈ છે અને તેણે શિલ્પા શેટ્ટી સાથે ઘણી વાતો કરી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિલ્પા શેટ્ટી અને શહનાઝ ગિલ એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન શહનાઝ શિલ્પાને કહે છે, “જો તમે ઠુમકા ન મારો તો ફિગર ક્યા કામનું?”

અને બંને જોરદાર ડાન્સ કરતા પણ જોવા મળી રહી છે. ત્યાર પછી શહનાઝ ગિલ પોતાના સૌથી પ્રિય મિત્ર અને દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા વિશે વાત કરે છે. શહનાઝ શિલ્પા શેટ્ટીને કહે છે કે, “સિદ્ધાર્થ હંમેશા તેને હસતા જોવા ઈચ્છતા હતા.” આ દરમિયાન શહનાઝ ઈમોશનલ થતા જોવા મળે છે.

જણાવી દઈએ કે, શહનાઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ચાહકો પોત-પોતાના રિએક્શન વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે, “શહનાઝ ગિલના એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું” સાથે જ અન્યએ લખ્યું, “શહનાઝ તમે હંમેશા ખુશ રહો” એક અન્યએ લખ્યું કે, “આ ખૂબ જ મજેદાર લાગી રહ્યું છે.” આ ઉપરાંત પણ ઘણા ચાહકો એ શહનાઝની પ્રસંશા કરી. શિલ્પાનો આ શો 11 માર્ચથી ફિલ્મી મિર્ચી યુટ્યુબ ચેનલ પર જોઈ શકશો.

જણાવી દઈએ કે, શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની પહેલી મુલાકાત બિગ બોસ-13માં થઈ હતી, ત્યાર પછી આ જોડી દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગઈ અને લોકો તેમને ‘સિડનાઝ’ના નામથી બોલાવવા લાગ્યા હતા. નોંધપાત્ર છે કે સિદ્ધાર્થ શુક્લા સપ્ટેમ્બર વર્ષ 2021 ના ​​રોજ દુનિયાને અલવિદા કહી ગયા. તેમના જવાથી શહનાઝ ગિલ ખૂબ જ ખરાબ રીતે તૂટી ગઈ હતી. સાથે જ ચાહકોને પણ તેના નિધનથી મોટો ઝટકો લાગ્યો હતો.

સિદ્ધાર્થના નિધન પછી શહનાઝ ગિલની ફની સ્ટાઈલ ભાગ્યે જ જોવા મળે છે. પહેલા તે બેફિક્રે સ્ટાઈલથી બોલતી હતી પરંતુ હવે તેનામા મેચ્યોરિટી સ્પષ્ટ ઝલકે છે અને હવે તે પોતાના જીવનમાં આગળ વધવા ઈચ્છે છે. વાત કરીએ શહનાઝ ગિલના વર્ક ફ્રન્ટ વિશે તો, તે છેલ્લે ફિલ્મ ‘હૌસલા રખ’માં જોવા મળી હતી. તેમાં તેની સાથે પ્રખ્યાત અભિનેતા અને સિંગર દિલજીત દોસાંઝે કામ કર્યું હતું. આ દિવસોમાં શહનાઝ ગિલનો ‘બોરિંગ ડે’ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.