પંજાબના પોતાના ગામમાં શહનાઝ ગિલની જોવા મળી જૂની ચુલબુલી સ્ટાઈલ, બાળકો સાથે ચલાવી સાયકલ, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

પંજાબની કેટરિના કૈફ કહેવાતી શહેનાઝ ગિલની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે અને તેના ચાહકો હંમેશા અભિનેત્રીના જીવન વિશે જાણવા ઉત્સુક રહે છે. સાથે જ શહનાઝ ગિલ પણ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા જોડાયેલી રહે છે અને તે અવારનવાર પોતાની લેટેસ્ટ તસવીરો અને વિડિઓઝ શેર કરીને પોતાના ચાહકોને ખુશ કરવાની કોઈ તક છોડતી નથી. શહનાઝ ગિલ તાજેતરમાં પોતાના હોમ ટાઉન પંજાબથી પરત આવી છે, પરંતુ તેના મગજમાં અત્યારે પણ હોમટાઉનની યાદો વસેલી છે અને તે જ યાદો શહનાઝે પોતાના ચાહકો સાથે પણ શેર કરી છે.

શહનાઝ પંજાબમાં પસાર કરેલી પોતાની ખુશીની પળોને યાદ કરી રહી છે. તાજેતરમાં જ શહનાઝ ગીલે પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પોતાની પંજાબ વિઝિટનો એક ખૂબ જ મજેદાર વિડીયો શેર કર્યો છે. શહનાઝ ગિલ એ પોતાના ચાહકો સાથે પંજાબમાં પસાર કરેલી સ્પેશિયલ મોમેંટ્સને યાદ કરી છે અને શહનાઝ ગિલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શહનાઝ ગિલ દેશી સ્ટાઈલમાં જોવા મળી રહી છે અને લોકોને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

ગામમાં શહનાઝની મસ્તી: શહનાઝ એ પોતાના યૂટ્યૂબ પર જે વ્લોગ શેર કર્યો છે તેમાં તમે જોઈ શકો છો કે શહનાઝ ગિલ પોતાના પંજાબના ગામમાં બાળકો અને વડીલો સાથે કેવી રીતે ખુશીની ક્ષણો પસાર કરતા જોવા મળી રહી છે. આ વીડિયોમાં શહનાઝ ગિલ ક્યારેક સાઇકલ ચલાવતા જોવા મળી રહી છે, તો ક્યારેક બાળકોને આઈસ્ક્રીમ વહેંચતા, તો ક્યારેક સેલ્ફી લેતા તો ક્યારેક ગામલોકો સાથે વાત કરતા જોવા મળી રહી છે. શહનાઝ ગિલના ચાહકો તેને જેટલો પ્રેમ કરે છે શહનાઝ પણ પોતાના ચાહકોને તેટલો જ પ્રેમ કરે છે અને તે પોતાના ચાહકોને સ્પેશિયલ ફીલ કરાવવાની એક પણ તક પોતાના હાથમાંથી જવા દેતી નથી.

શહનાજ એ કરી ઘોડા ગાડીની સવારી: શહનાઝ ગીલે પોતાના ગામની ધરતી પર ખૂબ જ મસ્તી કરી અને સાથે જ આ વીડિયોમાં શહનાઝ ગિલના ચહેરા પર ફરી એકવાર તે જ જૂનું હાસ્ય લોકોને જોવા મળ્યું જે સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી ક્યાંક ખોવાઈ ગયું હતું. આ વીડિયોમાં શહનાઝ ગિલ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત જોવા મળી રહી છે અને સાથે જ ગામના બાળકો પણ શહનાઝ સાથે ફુલ મસ્તીનાં મૂડમાં જોવા મળી રહ્યાં છે. શહનાઝે ઘોડાગાડીની સવારી પણ કરી અને તેણે ખૂબ જ મસ્તી કરી.

શહનાઝના જબરદસ્ત ભાંગડા: આ વીડિયોમાં શહનાઝ ગિલ ગામની કેટલીક મહિલાઓ સાથે ઢોલ પર ગીદ્દા કરતા જોવા મળી રહી છે અને આટલું જ નહીં, શહનાઝ ગીલે ઢોલ પર જે સુંદર ભાંગડા કર્યા તે જોવાલાયક હતું. શહનાઝ ગીલે પોતાના ગામમાં પસાર કરેલી દરેક પળને દિલ ખોલીને એંજોય કરી અને સાથે જ શહનાઝ ગિલને આ રીતે ગામના બાળકો, વડીલો અને મહિલાઓ સાથે મસ્તી કરતા જોવું તેના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું ન હતું. સોશિયલ મીડિયા પર શહનાઝ ગિલનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો પર શહનાઝ ગીલના ચાહકો દિલ ખોલીને પ્રેમ લૂટાવી રહ્યા છે અને દરેક કમેન્ટ દ્વારા શહનાઝ ગીલની દેશી સ્ટાઈલની પ્રસંશા કરી રહ્યા છે.