શાહીર શેખે શેર કરી પત્ની રુચિકા સાથે પોતાના ઘરની સુંદર તસવીરો, જેવો તેના ઘરની એક ઝલક

મનોરંજન

ટીવીના પ્રખ્યાત અભિનેતા શાહિર શેખે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા પોતાના અને તેની પત્ની રૂચિકા કપૂરના મુંબઈવાળા એપાર્ટમેન્ટની ઝલક બતાવી છે. જણાવી દઈએ કે આ ઘર અભિનેતાએ પોતે ડિઝાઇન કર્યું છે તેમણે તેનો ખુલાસો હેશટેગ નાખીને કર્યો જેમાં તેમણે લખ્યું છે ઈંટીરિયર બાઈ એસ એસ..

ખરેખર સૌથી પહેલા શાહિરે પોતાના રિડિંગ કોર્નરની ઝલક બતાવી જ્યાં સફેદ અને કાળી ખુરશી છે અને તેની પાછળ બુક રાખવા માટે બુકશેલ્ફ છે. અભિનેતાનો લિવિંગ એરિયા બ્રાઉન સોફા સાથે અને મોટા ટીવી સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તેણે પોતાનો કોફી બાર પણ બતાવ્યો હતો.

બીજી બાજુ વુડન ડેક છે જેમાં બાથટબ છે જ્યાંથી શહેરનો સારો નજારો જોવા મળે છે. સાથે જ શાહિદે બહારનો નજારો પણ બતાવ્યો છે. અને હેશટેગ લખ્યું છે થોડું આકાશ. તેમણે બાલ્કની એરિયાને નેસ્ટ કહ્યું છે અને તેને છોડથી સજાવ્યો છે. શાહિરે ડ્રોઈંગ એરિયાની પણ ઝલક બતાવી છે, સાથે જ બેડરૂમની ઝલક પણ બતાવી છે, જે તેના ઘર વિશે ઘણું બધુ જણાવે છે. સાથે જ તેમણે પોતાનું બાથરૂમ પણ બતાવ્યું, જે તેની લાઈફસ્ટાઈલ જણાવે છે.

જણાવી દઈએ કે શાહિર અને રુચિકાએ ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યા હતા. સમાચારો મુજબ કપલ પોતાના પહેલા બાળકની આશા રાખી રહી છે જો કે સમાચાર સાચા છે કે ખોટા તે અત્યારે કહી શકાતું નથી.

જણાવી દઈએ કે શાહિરે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. ‘નવ્યા નઈ ધડકન નએ સવાલ’, ‘મહાભારત’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’. જણાવી દઈએ કે અભિનેતા ટૂંક સમયમાં જ પવિત્ર રિશ્તા 2.0 માં અંકિતા લોખંડે સાથે જોવા મળશે.

એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શાહિરે કહ્યું હતું કે જ્યારે તેને પવિત્ર રિશ્તા 2.0 ઓફર કરવામાં આવ્યો ત્યારે તે પહેલા આશ્ચર્યચકિત થયા. “કોણ તેના મગજમાં આ વાત લાવી શકે છે કે તે સુશાંત સિંહ રાજપૂત દ્વારા નિભાવેલા અમર પાત્રને નિભાવવાની હિંમત કરશે. હું પણ અનિચ્છુક હતો પછી મેં, સુશાંત ને જાણતા વિચાર્યું કે તે દરેક સમસ્યાનો સામનો કરનાર વ્યક્તિ હતા અને તેથી મેં નિર્ણય કર્યો કે તમના પગલા પર ચાલવું અને દર્શકોની આશાઓ પર ખરા ઉતરવું ડરામણું છે. સાથે જ પ્રયત્ન ન કરવો પણ ડરામણું છે અને તેથી મે તે જ કર્યું જે મને લાગ્યું કે તે કરશે, જો તે મારી સ્થિતિમાં હોત તો પડકાર લેત.”

શાહિરે કહ્યું કે પવિત્ર રિશ્તા 2.0 સુશાંતના વારસાને એક યોગ્ય શ્રદ્ધાંજલિ હશે અને તે શોમાં પોતાનું બધું આપશે. “સુશાંત, તમે હંમેશા માનવ રહેશો. તેને કોઈ બદલી નહિં શકે અને કોઈ તેની જગ્યા નહિં લઈ શકે. બની શકે છે કે હું એટલો સારો ન હોવ, અને બની શકે છે કે હું તમારા જેવો ન્યાય ન કરું, પરંતુ હું તેને મારું બધું આપવાનું વચન આપું છું.”