બોલિવૂડ ઈંડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત ક્યૂટ કપલમાંથી એક છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા રહે છે. હવે આ દિવસોમાં મીરા અને શાહિદ કપૂર સ્વિટ્ઝરલેન્ડ રજાઓ પસાર કરવા પહોંચી ગયા છે જ્યાં બંને એકબીજા સાથે રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા. તેમની સાથે બાળકો મીશા અને ઝૈન પણ જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, ચાહકો તેમની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તો ચાલો જોઈએ શાહિદ કપૂર અને મીરાના વેકેશનની તસવીરો.
વાયરલ થયેલી તસવીરમાં જોઈ શકાય છે કે મીરા શાહિદના ખભા પર માથું રાખેલી જોવા મળી રહી છે, જેમાં બંને એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ ઉપરાંત એક તસવીરમાં મીરા પોતાના પતિ શાહિદ કપૂર અને બાળકો સાથે બીચ પર ઉભી છે.
સાથે જ ત્રીજી તસવીરમાં શાહિદ અને મીરા એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે, સાથે જ બેકગ્રાઉન્ડમાં લીલા પહાડ અને નદી જોવા મળી રહી છે જેમાં બંનેને એકબીજા સાથે સુંદર પોઝમાં જોઈ શકાય છે. આ દરમિયાન મીરાએ જ્યારે બેકલેસ બ્રાઈટ જમ્પ સૂટ પહેર્યું છે, તો સાથે જ શાહિદ કપૂર કંફર્ટેબલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.
આ તસવીરો શેર કરતા શાહિદ કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘તે લોકો સાથે દિલ હંમેશા ખુશીથી ભરેલું રહે છે જે તમારા માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેમની સાથે કોઈપણ શરત વગર રહો. હંમેશા તેમની સાથે રહો, જેમની સાથે તમે હંમેશા ખુશ રહો છો. મને હંમેશા તમારો સાથ મળ્યો માય લવ.”
આ ઉપરાંત મીરા કેટલીક તસવીરોમાં પોતાની પુત્રી મીશા સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે નિયોન કલરનું જેકેટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે. આ સાથે તેણે પિંક કેપ પહેરી છે જેમાં તે મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળી. આ ઉપરાંત બીજી તસવીરમાં તે પુત્રી મીશા સાથે બોટમાં જોવા મળી રહી છે, જ્યાં તેણે બ્લેક ડ્રેસ પહેર્યો છે.
View this post on Instagram
નોંધપાત્ર છે કે મીરા રાજપૂત અને શાહિદ કપૂરે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. બંનેએ એરેન્જ મેરેજ કર્યા હતા. જોકે આ બંને વચ્ચે ખૂબ પ્રેમ છે અને અવારનવાર બંને રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. જણાવી દઈએ કે લગ્નના એક વર્ષ પછી શાહિદ કપૂરના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. ત્યાર પછી, વર્ષ 2018 માં તેમના ઘરે પુત્રનો જન્મ થયો. શાહિદ અવારનવાર પોતાના પરિવાર સાથે મસ્તી ભરેલી તસવીરો શેર કરતા રહે છે. જણાવી દઈએ કે મીરા રાજપૂત પોતાના પતિ શાહિદ કપૂર કરતા 13 વર્ષ નાની છે.
વાત કરીએ શાહિદ કપૂરના વર્ક ફ્રન્ટની તો તે તાજેતરમાં જ ફિલ્મ ‘જર્સી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી મૃણાલ ઠાકુર જોવા મળી હતી. જણાવી દઈએ કે, શાહિદ કપૂરે વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તે ‘કબીર સિંહ’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’, ‘જબ વી મેટ’, ‘ચુપ ચુપકે’, ‘ફિદા’, ‘તેરી મેરી કહાની’, ‘ફટા પોસ્ટર નિકલા હીરો’, ‘કિસ્મત કનેક્શન’, ‘વિવાહ’ જેવી ફિલ્મોના ભાગ બન્યા.