આકાશ અંબાણી પહોંચ્યા જેસલમેર, શાહિદ-મીરા પણ વેડિંગ વેન્યૂ પર મળ્યા જોવા, જુવો તેમની આ તસવીરો

બોલિવુડ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નનું સેલિબ્રેશન 5 ફેબ્રુઆરી 2023થી રાજસ્થાનના જેસલમેરમાં આવેલા ‘સૂરીગઢ પેલેસ’માં શરૂ થઈ ગયું છે. આ કપલ જેસલમેર પહોંચી ચૂકી છે. હવે તેમના નજીકના મિત્રો અને મહેમાનો પણ વેડિંગ વેન્યૂ પર પહોંચી ચુક્યા છે. તાજેતરમાં જ ફિલ્મમેકર કરણ જોહર, અભિનેતા શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત અને બિઝનેસમેન આકાશ અંબાણી જેસલમેર પહોંચી ચુક્યા છે.

કરણ, શાહિદ-મીરા પહોંચ્યા જેસલમેર: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં શામેલ થવા માટે ફિલ્મ મેકર કરણ જોહર અને અભિનેતા શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત જેસલમેર પહોંચી ચુક્યા છે. એરપોર્ટ પર જ્યાં કરણ જોહર ઓલ-બ્લેક આઉટફિટમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા, તો સાથે જ શાહિદ અને મીરા એરપોર્ટ પર વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

કડક સુરક્ષા વચ્ચે જેસલમેર પહોંચ્યા આકાશ અંબાણી: તાજેતરમાં, એક પૈપરાઝી એ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કડક સુરક્ષા વચ્ચે બિઝનેસમેન આકાશ અંબાણી બોલિવૂડ કપલ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં શામેલ થવા માટે જેસલમેર પહોંચી ચુક્યા છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે લગ્ન માટે આકાશની બહેન ઈશા અંબાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, કારણ કે ઈશા અભિનેત્રી કિયારાની બાળપણની મિત્ર છે.

12 ફેબ્રુઆરીએ યોજાશે સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનું રિસેપ્શન: માહિતી મુજબ, 6 ફેબ્રુઆરી, 2023 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા પછી, કપલ તેમના સંબંધીઓ અને મિત્રો માટે બે રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કરશે. જેમાંથી એક દિલ્હીમાં અને બીજી મુંબઈમાં હશે. એક રિપોર્ટ મુજબ આ કપલ 12 ફેબ્રુઆરી, 2023ના રોજ તેમના રિસેપ્શન માટે મીડિયાને ગેસ્ટ તરીકે આમંત્રિત કરશે. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ તેમના લગ્નના રિસેપ્શનમાં મીડિયાને શામેલ કર્યું હતું.

કિયારાનો ભાઈ મિશાલ આ કપલ માટે ગાશે ખાસ ગીત: ‘બોલીવુડ હંગામા’ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણી તેમની સંગીત સેરેમનીમાં કપલ માટે એક ખાસ ગીત ગાશે. મિશાલ એક રેપર, કંપોઝર અને મ્યૂઝિક ડિરેક્ટર છે. તેણે તેનો પહેલો ટ્રેક ‘નો માય નેમ’ નવેમ્બર 2022માં રિલીઝ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla 

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં 100-150 લોકો થશે શામેલ: મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્નમાં લગભગ 100-150 લોકોને આમંત્રણ આપ્યું છે. સિદ્ધાર્થ-કિયારાની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “સિડ અને કિયારા ઇચ્છે છે કે આ એક અંગત બાબત હોય અને મોટાભાગના લગ્નોની જેમ, આ લગ્નમાં પણ માત્ર પસંદગીના લોકો જ શામેલ થશે.” હોટલના સ્ટાફ માટે વેડિંગ વેન્યૂ પર ;નો ફોન પોલિસી’ પણ રાખવામાં આવશે, જેથી કોઈપણ આ લગ્નની તસવીરો શેર ન કરી શકે.

સિદ્ધાર્થ અને કિયારાની લવ સ્ટોરી: જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થની લવ સ્ટોરી વર્ષ 2018માં એક પાર્ટી દરમિયાન શરૂ થઈ હતી. જો કે, ફિલ્મ ‘શેર શાહ’ દરમિયાન, બંનેનો પ્રેમ વધ્યો અને હવે બંને તેમના પ્રેમને આગલા લેવલ પર લઈ જવા માટે 6 ફેબ્રુઆરી 2023 ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.