30 કરોડના આ લક્ઝુરિયસ ઘરમાં રહે છે શાહિદ કપૂર, જુવો તેના આ લક્ઝરી ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોડી હિન્દી સિનેમાની પ્રખ્યાત જોડીમાંથી એક છે. બંનેએ વર્ષ 2015 માં 7 જુલાઇના રોજ લગ્ન કર્યા હતા. આજે શાહિદ અને મીરાની 6ઠ્ઠી મેરેજ એનિવર્સરી છે. બંનેના અરેંજ મેરેજ થયા હતા. મીરા સાથે સંબંધ જોડીને શાહિદે લાખો કરોડો છોકરીનું દિલ તોડી નાખ્યું હતું.

શાહિદ કપૂર તેની પત્ની અને બાળકોની સાથે મુંબઇના જુહુ વિસ્તારમાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે. જોકે આ ઉપરાંત શાહિદે તેની પત્નીને 56 કરોડ રૂપિયાની કિંમત વાળું ઘર પણ ગિફ્ટમાં આપ્યું છે. તેણે થોડા સમય પહેલા મુંબઈના વરલી વિસ્તારમાં કરોડોની કિંમતનું આ લક્ઝુરિયસ ઘર ખરીદ્યું હતું અને તેની પત્નીને ગિફ્ટ કર્યું હતું. ચાલો આજે અમે તમને કપલના આ લક્ઝરી ઘરની તસવીરો બતાવીએ.

મળતી માહિતી મુજબ શાહિદે મીરાને આ સુંદર ઘર તેની બીજી પ્રેગ્નન્સી દરમિયાન ગિફ્ટ કર્યું હતું. તેની કિંમત જોઈને જ તેની સુંદરતાનો અંદાજ લગાવી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે અને તેની કિંમત 55 કરોડ 60 લાખ રૂપિયા છે.

શાહિદ અને મીરાનું આ ઘર થ્રી સિક્સટી વેસ્ટના 42 મા અને 43 મા માળે છે. આ ઘર પરથી સમુદ્રનો નજારો પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે અને સાથે જ મુંબઈ જેવા પ્રખ્યાત શહેરનો નજારો પણ આટલી ઉંચાઈ પરથી જોવા મળે છે. આખું ઘર સાઉથ મુંબઈમાં 8625 ચોરસ ફુટથી વધુ વિસ્તારમાં બનેલું છે.

પાર્કિંગ માટે ઘરમાં કુલ છ પાર્કિંગની જગ્યાઓ બનાવવામાં આવી છે અને આ રીટ્ઝ કાર્લટન ડિઝાઇનડ આ એપાર્ટમેન્ટ માં દરેક લક્ઝરી સુવિધાઓ છે. ઘરનો બાલ્કની એરિયા 40.88 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. વિશેષ વાત એ છે કે, શાહિદ કપૂર અને મીરા રાજપૂતના આ ઘરની પાસે જ સુપર સ્ટાર અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના અને અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનનું ઘર પણ છે.

હાલમાં રહે છે 30 કરોડ રૂપિયાના ઘરમાં: શાહિદ કપૂર હાલમાં તેના પરિવાર સાથે જુહુમાં સમુદ્રની સામેના ફ્લેટમાં રહે છે. અભિનેતાએ આ એપાર્ટમેન્ટ થોડા વર્ષો પહેલા 30 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. શાહિદ કપૂર અને મીરા રાજપૂત 2015 માં લગ્ન પછીથી આ ઘરમાં રહે છે. આ ઘર પણ ખૂબ જ સુંદર અને લક્ઝરી છે.

પત્નીથી 14 વર્ષ મોટો છે શાહિદ: શાહિદ કપૂર અને મીરા રાજપૂત વિશે આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમની ઉંમર વચ્ચે 14 વર્ષનો તફાવત છે. હિન્દી સિનેમાના કબીર સિંહ એટલે કે શાહિદ કપૂર તેની પત્ની મીરા રાજપૂત કરતા લગભગ 14 વર્ષ મોટા છે. જ્યારે મીરા 26 વર્ષની છે, તો શાહિદ 40 વર્ષનો છે. લગ્ન દરમિયાન મીરા 21 વર્ષની હતી અને શાહિદ 35 વર્ષનો હતો. જણાવી દઈએ કે શાહિદની પત્ની મીરાની લોકપ્રિયતા અને સુંદરતા કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી.

બે બાળકોના માતા-પિતા છે શાહિદ અને મીરા: શાહિદ અને મીરા બે બાળકોના માતા-પિતા છે. વર્ષ 2016 માં મીરા એ પુત્રી મીશાને જન્મ આપ્યો હતો, સાથે જ બંનેના પુત્રનો જન્મ વર્ષ 2018 માં થયો હતો.