ઇશા અંબાણીના લગ્નમાં શાહિદ કપૂરની પત્નીએ પહેર્યો હતો આટલી અધધ કિંમતનો લહેંગો, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

બોલિવુડ

અંબાણી પરિવારની લાઇફસ્ટાઇલ કોઈથી છુપાયેલી નથી. જ્યારે પણ અહીં કોઈ પાર્ટી કે ઇવેન્ટ આવે છે ત્યારે પૈસા પાણીની જેમ ખર્ચ કરવામાં આવે છે. પછી જો આપણે પારિવારના બાળકોના લગ્ન વિશે વાત કરીએ, તો શું કહેવું. મુકેશ અંબાણીની લાડલી પુત્રી ઇશા અંબાણીના લગ્નની ચર્ચા એક સમયે બધાની જીભ પર રહી છે. આનું કારણ એન્ટિલિયામાં થયેલા ગ્રાન્ડ વેડિંગ હતું. આ લગ્નમાં મોટા દિગ્ગજ નેતાઓ અને અભિનેતાઓ પણ શામેલ થયા હતા. તે જ સમયે, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત પણ આ ભવ્ય લગ્નમાં શામેલ થયા હતા.

બંનેએ માત્ર ફંક્શનની મજા જ માણી ન હતી, પરંતુ તેમના લૂક્સથી પણ ચાહકોમાં કહેર ફેલાવતા જોવા મળ્યા હતા. ખાસ કરીને મીરા રાજપૂતનો ખૂબ જ સુંદર લહેંગો તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. પરંતુ જો તમે આ લહેંગાની કિંમત જાણશો, તો કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. અને સરકશે પણ કેમ નહિં આખરે તેની કિંમત છે જ એટલી કે સારા સારાનો પરસેવો છુટી જશે.

અનિતા ડોંગરે એ કર્યો હતો તેને ડિઝાઈન: ઇશા અંબાણીના લગ્નમાં ઘણા મોટા લોકો શામેલ થયા હતા, જેમાં દરેક તેમના લુકને લઈને પણ ઘણા ગંભીર હતા. આ એક એવા લગ્ન હતા જેના પર લગભગ દરેક મીડિયા રિપોર્ટની નજર રહેવાની હતી. તેથી દરેક પોતાને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, મીરા રાજપૂતે અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કરેલો આ અદભૂત લહેંગો પહેર્યો હતો. નુસરત કલેક્શનના આ વાઇન રેડ કલરના લહેંગામાં તે રાજકુમારી જેવી લાગી રહી હતી. આ લહેંગો ખાસ વેલવેટનાં કાપડથી તૈયાર કરવામાં આવ્યો હતો.

લહેંગા પર ટ્રેડિશનલ સ્ટાઇલમાં ભરતકામ કામ કરવામાં આવ્યું છે: મીરા રાજપૂતના આ શાનદાર લહેંગા પર ડિઝાઇનર ડોંગરે એ ટ્રેડિશનલ સ્ટાઇલમાં ભરતકામ કામ કર્યું હતું. ગોટા પટ્ટી અને મોતીનું વર્ક તેની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. લહેંગા સાથે બ્લાઉઝની જગ્યાએ શર્ટ કુર્તી ડિઝાઈન કરી હતી. જ્યારે તેનો દુપટ્ટો રેશમ બ્રોકેડ ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો હતો.

આટલી હતી આ લહેંગાની કિંમત: મીરા રાજપૂતે લહેંગા સાથે એરિંગ્સ પહેર્યા હતા. લહેંગા સાથે આ શાનદાર જ્વેલરી મીરાના લુકમાં વધુ ચમક લાવી રહી હતી. નોંધપાત્ર વાત એ છે કે મીરા રાજપૂતની પસંદગી એકદમ રોયલ છે. કદાચ આ જ કારણ છે કે તેણે આ રોયલ લગ્નમાં 205,000 રૂપિયાની અદભૂત કિંમતના લહેંગાની પસંદગી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.