શાહિદ કપૂરની આ અભિનેત્રી લગ્ન પહેલ જ થઈ ગઈ હતી પ્રેગ્નેંટ, પોતાની પ્રેગ્નેંસીને છુપાવવા માટે કર્યું હતું આ કામ

બોલિવુડ

અભિનેત્રી નેહા ધૂપિયા બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણે અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા. ગઈકાલે 10 મેના રોજ તેમને તેમના લગ્નની ત્રીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. 10 મે 2018 ના રોજ નેહા અને અંગદ બેદીએ સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. બંનેએ ગુરુદ્વારામાં ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતા. આ બંનેના લગ્ન વિશે કોઈને પણ જાણ ન હતી. લગ્નના ઘણા દિવસો પછી નેહાએ સોશિયલ મીડિયા દ્વારા તેના લગ્નના સમાચાર આપ્યા હતા.

આ બંનેની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. નેહા ધૂપિયાએ તેના લગ્નમાં એક પિંક કલરનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે ગજબની સુંદર લાગી રહી હતી. નેહાની સુંદરતામાં વધારો તેની પિંક કલરની બિંદી એ કયો હતો. દરેક નેહાના લહેંગા વિશે વાત કરી રહ્યા હતા. નેહાનો લહેંગ અનિતા ડોંગ્રેએ ડિઝાઇન કર્યો હતો. આ લહેંગો ચંદેરી ફેબ્રિકથી બનેલો હતો. આ લહેંગા પર ફ્લોરલ મોતિફ્સનું એમ્બ્રોડરી કર્યું હતું.

નેહાના લહેંગાનું કામ સમર વેડિંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ સાથે તેના લહેંગા પર ગોટા પટ્ટી વર્ક, જરદોસી, રેશમ, ડોરી અને સિક્વન વર્કનું કામ તેને ખૂબ આકર્ષક બનાવતું હતું. નેહાનો લહેંગો આશરે 2 લાખ રૂપિયાનો હતો. સાથે જ નેહાના પતિ અંગદ બેદીએ સફેદ શેરવાની પહેરી હતી. આ કપલની મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો પણ બહાર આવી હતી. જેમાં નેહા સુંદર બ્લુ સૂટમાં જોવા મળી હતી.

નેહાના ગુપ્ત લગ્ન પાછળ એક મોટું કારણ સામે આવ્યું હતું. તે કારણ એ હતું કે નેહા તેના લગ્નના સમયે પ્રેગ્નેંટ હતી. તેનો ખુલાસો લગ્નના થોડા મહિના પછી જ થઈ ગયો હતો. નેહા ધૂપિયા અને અંગદ બેદીએ તેમના લગ્ન પછીના કેટલાક મહિનાઓ પછી કહ્યું હતું કે તેઓ માતાપિતા બનવાના છે. આટલું જ નહીં નેહા તેના પતિ અંગદ કરતા 2 વર્ષ મોટી પણ છે. લગ્નના 6 મહિના પછી જ, આ કપલના ઘરે 18 નવેમ્બર 2018 ના રોજ એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ બંનેએ મેહર રાખ્યું છે.

નેહાની ફિલ્મી કાર્કિર્દીની વાત કરીએ તો તેણે હિન્દી, પંજાબી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં સુંદર કામ કર્યું છે. આ ઉપરાંત નેહા ધૂપિયા વર્ષ 2002 માં ‘ફેમિના મિસ ઈન્ડિયા પેજન્ટ’ નો એવોર્ડ પણ જીતી ચૂકી છે. ફિલ્મ ‘કયામત’ થી નેહા એ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. નેહા હાલમાં એમટીવી ના બે પ્રખ્યાત રિયાલિટી શો ‘રોડીઝ’ અને ‘સ્પ્લિટ્સવિલા’ માં જજ તરીકે જોવા મળિ રહી છે.