‘જર્સી’ ના પ્રોડ્યૂસરને દરરોજ રાત્રે ફોન કરે છે શાહિદ કપૂર, દર વખતે પૂછે છે આ એક જ સવાલ

બોલિવુડ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહિદ કપૂરે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. તે પંકજ કપૂરના પુત્ર છે પરંતુ લોકો તેને શ્રેષ્ઠ અભિનેતા તરીકે જ ઓળખે છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ ‘કબીર સિંહ’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ એ તેની કારકિર્દીને નવી ઉડાન આપી.

ફરી એકવાર શાહિદ કપૂર દર્શકોનું મનોરંજન કરવા માટે આવી રહ્યા છે. તેની ફિલ્મ ‘જર્સી’ દર્શકોને આકર્ષિત કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર તેની હિરોઈન બની છે. આ દિવસોમાં શાહિદ કપૂર દરરોજ રાત્રે ફિલ્મના મેકર્સને ફોન કરે છે અને એક જ સવાલ વારંવાર પૂછે છે. ચાલો જાણીએ કે તેઓ શું પૂછે છે.

સ્પોર્ટ ડ્રામા છે શાહિદની નવી ફિલ્મ: શાહિદ કપૂર બોલિવૂડનું જાણીતું નામ છે. તે ઘણી હિટ ફિલ્મો આપી ચુક્યા છે. તેમાં કબીર સિંહ તો છે જ, આ ઉપરાંત પણ ‘જબ વી મેટ’ તેમની યાદગાર ફિલ્મોમાં ગણાય છે. આ ફિલ્મમાં તેમની સાથે કરીના કપૂર પણ જોવા મળી હતી. સાથે જ હવે તે એક નવી ફિલ્મ જર્સીમાં જોવા મળશે. જર્સી એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે.

આ ફિલ્મમાં તે એક ક્રિકેટરનું પાત્ર નિભાવવા જઈ રહ્યા છે જેનું નામ અર્જુન તલવાર છે. આ ફિલ્મમાં તેના પિતા પંકજ કપૂર પણ જોવા મળશે. પંકજ પણ એક શ્રેષ્ઠ અભિનેતા છે અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. રિલીઝ થતા પહેલા જ ફિલ્મ પર ચોરીનો આરોપ પણ લાગ્યો હતો. જોકે કોર્ટ એ કેસને નકાર્યો હતો.

જાણો શા માટે કરે છે પ્રોડ્યૂસરને ફોન: શાહિદ કપૂર પોતાની નવી ફિલ્મ જર્સી માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જ્યારે બોલિવૂડની ફિલ્મો ચાલી રહી નથી, ત્યારે તેમને આશા છે કે જર્સી સારો બિઝનેસ કરશે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે તે દરરોજ રાત્રે ફિલ્મના પ્રોડ્યૂસરને ફોન કરે છે. તે દર વખતે ફોન પર એક જ સવાલ પૂછે છે.

ખરેખર ફિલ્મ જર્સી પહેલા જ રિલીઝ થઈ ગઈ હોત. ઘણી વખત તેની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. હવે આ ફિલ્મ 22 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં, શાહિદ કપૂર દરરોજ પ્રોડ્યૂસરને ફોન કરે છે અને પૂછે છે કે આ વખતે તારીખ ફાઇનલ છે કે નહીં. તેઓ ફોન પર કહે છે કે જો તમે આ વખતે પણ તારીખ બદલો છો તો તેમને જરૂર જણાવજો.

શાહિદે કહ્યું, રાહ જોવી યોગ્ય છે ફિલ્મ માટે: શાહિદ કપૂર રિલીઝ પહેલા જ તેની ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફિલ્મ એવી છે જેની રાહ જોઈ શકાય છે. તેમણે કહ્યું કે જીવનમાં કેટલીક સારી ચીજો રાહ જોયા પછી જ મળે છે. તેણે કહ્યું કે આ ફિલ્મ એવી જ છે. જર્સી ફિલ્મને તેમણે દિલની નજીક જણાવી છે.

તેમના અંગત જીવનની વાત કરીએ તો શાહિદ કપૂરે મીરા સાથે લગ્ન કર્યા છે. આ પહેલા બોલિવૂડમાં કરીના અને શાહિદ કપૂરનું અફેર ખૂબ ચાલ્યું હતું. કરીના તો શાહિદને લઈને ખૂબ જ પઝેશિવ હતી. જોકે પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. એક સમયે તો બંનેએ સાથે ફિલ્મો કરવાનું પણ છોડી દીધું હતું.