શાહરૂખનું લૉસ એંજેલિસમાં આવેલું ઘર છે ખૂબ જ સુંદર, જુવો તેના આ લક્ઝુરિયસ ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ઈન્ડસ્ટ્રીના સૌથી અમીર અભિનેતાના લિસ્ટમાં આવે છે. દેશથી લઈને વિદેશમાં પણ તેમની પ્રોપર્ટી છે. મુંબઈમાં આવેલું તેનું લક્ઝુરિયસ ઘર મન્નાત ને તો મુંબઈમાં ફરતા દરેક વ્યક્તિ જોવા માટે જાય છે. પરંતુ જો અમે તમને જણાવીએ કે તમે શાહરૂખ ખાન ઘરમાં રહી શકો છો, પરંતુ શરત મુજબ તમારે એક રાત માટે બે લાખ રૂપિયાથી વધુ કિંમત ચુકવવી પડશે, તો શું તમે વિશ્વાસ કરશો?

શાહરૂખનું લૉસ એંજેલિસમાં છે ઘર: શાહરૂખ ખાને માત્ર દેશ જ નહીં વિદેશમાં પણ ઘર ખરીદ્યું છે. શાહરૂખ ખાનનું લંડન અને દુબઇ ઉપરાંત અમેરિકાના લોસ એંજેલિસમાં પણ એક ઘર છે. અહીં તે દર વર્ષે રજાઓ પર પોતાના પરિવાર સાથે જાય છે. ચાલો અમે તમને શાહરૂખ ખાનના અમેરિકા વાળા ઘરની ઝલક બતાવીએ.

દર વર્ષે રજાઓ પર આવે છે અહીં: શાહરૂખનું આ ઘર લોસ એંજેલિસમાં છે. કોરોના વાયરસને કારણે આ વર્ષે ઉનાલાની રજાઓ પર શાહરૂખ ખાન અહીં આવી શક્યા નથી. જણાવી દઈએ કે કિંગ ખાનની સાથે પ્રિયંકા-નિક અને પ્રીતિ ઝિન્ટા અને સની લિયોનનું ઘર પણ છે.

બાળકો માટે બનાવ્યા છે અલગ રૂમ: શાહરૂખ ખાનના આ બંગલામાં છ મોટા બેડરૂમ છે. અહીં અભિનેતાએ તેના બાળકો સુહાના, અબરામ અને આર્યન ખાન માટે અલગ અલગ રૂમ બનાવ્યા છે. શાહરૂખ ખાનનો આ બંગલો કોઈ લક્ઝરી રિસોર્ટથી ઓછો નથી. અહીં ચારે બાજુ હરિયાળી છે અને વચ્ચે એક મહેલ જેવો બંગલો છે. આ ઉપરાંત આ ઘરમાં એક મોટો સ્વીમિંગ પૂલ પણ છે.

એક રાતનું ભાડું: શાહરૂખનો આ સુંદર બંગલો રોડિયો ડ્રાઈવ, વેસ્ટ હોલીવૂડ અને સૈંટા મોનિકાથી માત્ર 5 મિનિટના અંતરે છે. જણાવી દઈએ કે કિંગ ખાનનો આ બંગલો લોકો માટે ભાડા પર પણ ઉપલબ્ધ છે જેનું એક રાતનું ભાડું 2,35,521 રૂપિયા છે.

ઘરના નિયમો: જણાવી દઈએ કે જો તમારે શાહરૂખ ખાનના આ ઘરમાં રહેવું છે, તો કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડશે. આ ઘરમાં ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. તમે અહીં કોઈ પાલતુ પ્રાણી લઈ જઈ શકતા નથી. આટલું જ નહીં, શાહરૂખ ખાનના આ ઘરમાં પાર્ટી કરવા પર પણ પ્રતિબંધ છે. આ તમારે અહીં ઓછામાં ઓછા પાંચ દિવસ રોકાવું પડશે.

આ બંગલાનો લિવિંગ એરિયા પણ ખૂબ જ સુંદર છે. તેમાં મોટા મોટા સોફા અને દિવલ પર સુંદર પડદા લગાવવામાં આવ્યા છે. ઘરની સજાવટમાં ખૂબ જ કિંમતી ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.