શાહરૂખ ખાનની પત્નીએ સજાવ્યું છે આ 8 પ્રખ્યાત સેલિબ્રિટિઝના ઘર, લે છે આટલી અધધ ફી

બોલિવુડ

બોલિવૂડ સેલેબ્સ તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. આવી સ્થિતિમાં સ્ટાર્સની લાઈફસ્ટાઈલ, ખાણી-પીણી અને ઘર વિશે જાણવા માટે ચાહકો ખૂબ ઉત્સુક રહે છે. જણાવી દઈએ કે બોલીવુડના મોટાભાગના સ્ટાર્સ મુંબઈના ખર્ચાળ અને પોશ વિસ્તારોમાં પોતાના લક્ઝુરિયસ ઘરોમાં રહે છે. આ સ્ટાર્સના ઘરની સજાવટ જોઈને દરેકનું મન આકર્ષિત થાય છે. આવી સ્થિતિમાં તમે વિચારતા હશો કે આટલી સારી સજાવટ કોણ કરતું હશે? તો તેનો એક જ જવાબ છે, ગૌરી ખાન. શાહરૂખની પત્ની ગૌરી ખાને જ મોટાભાગના સ્ટાર્સના ઘરોનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે. તો આજે અમે તમને આ આર્ટિકલમાં એ જણાવવા જઈ રહ્યા છીએ કે ગૌરીએ ક્યા-ક્યા સેલિબ્રિટીઝના મોંઘા ઘરોમાં ઈંટીરિયર ડિઝાઈનિંગનું કાન કર્યું છે.

રણબીર કપૂર: બોલિવૂડના સૌથી પ્રખ્યાત અભિનેતાના લિસ્ટમાં શામેલ રણબીર કપૂર મુંબઇના બાંદ્રાના વાસ્તુ પાલી હિલમાં એક લક્ઝુરિયસ બેચલર પેડમાં રહે છે. એવું કહેવામાં આવે છે કે આ ઘર રણબીરે 35 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું અને આ ઘરની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે રણબીરે ગૌરીને બોલાવી હતી. ગૌરીએ રણબીરના ઘરની અંદરની દિવાલો પર ખૂબ સુંદર પેસ્ટલ રંગો, એક આરામદાયક સોફા અને મોટું સુંદર ઝૂમર લગાવ્યું છે, જેનાથી રણબીરના ઘરની સુંદરતામાં વધારો થાય છે. જણાવી દઈએ કે રણબીર કૂપરના ઘરની અંદર એક થિયેટર પણ છે, સાથે જ તેમના બે ડોગી માટે એક મોટી સ્પેસ ડિઝાઈન ગૌરી ખાને જ કરી છે.

જેક્લીન ફર્નાડીઝ: શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાડીઝ પણ આ લિસ્ટમાં શામેલ છે. જેક્લીનનું ઘર પણ ગૌરીએ જ સજાવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જેકલીન તેના ઘરના લિવિંગ રૂમમાં જ સૌથી વધુ સમય પસાર કરે છે, જ્યાં તે પુસ્તકો અને સ્ક્રિપ્ટો વાંચે છે. આ સિવાય ઘરમાં એક ફેન્સી સીડી પણ બનાવવામાં આવી છે, જ્યાં એક મેગેઝિન શેલ્ફ છે. સાથે જ સીલિંગ લેમ્પ સાથે દિવાલો પર સુંદર આર્ટવર્ક જેક્લીના ઘરની સુંદરતામાં વધારો કરે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા: સિદ્ધાર્થનું ઘર મુંબઈના પાલી હિલમાં સ્થિત છે. સિદ્ધાર્થના લક્ઝુરિયસ ઘરમાં ગૌરીએ ચેવરોલિન ફ્લોરિંગ, વિવિધ લાઇટિંગ, સ્ટાઇલિશ વોલપેપર અને વુડન વર્ક કર્યું છે. સાથે જ એક વુડન ટેબલ, બ્રાઉન અને ગ્રે શેડનો સુંદર સોફો પણ અરેંજ કર્યો છે. સાથે જ દિવાલો પર કેટલીક પેઇન્ટિંગ્સ અને તસવીરો દ્વારા ઘરના લૂકને અન્યથી ડિફરંટ રાખવામાં આવ્યો છે.

આલિયા ભટ્ટ: આલિયાએ ગયા વર્ષે જ 32 કરોડ રૂપિયામાં એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. જણાવી દઈએ કે આલિયા એ પોતાનું નવું ઘર ત્યાં જ લીધું છે જ્યાં રણબીર કપૂર રહે છે. આ એપાર્ટમેંટને પણ ગૌરીએ જ તૈયાર કર્યો છે.

કરણ જોહર: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર મુંબઇના કાર્ટર રોડ પર 8000 ચોરસફૂટના એક લક્ઝુરિયસ ઘરમાં રહે છે. આ ઘરમાં કરણના બંને બાળકો રૂહી અને યશ માટે એક સુંદર નર્સરી છે, સાથે જ કરણે ઘરની છત માં હોસ્ટ પાર્ટિઓ માટે એક મોટો એરિયા પણ ડિઝાઈન કરાવ્યો છે. આટલું જ નહિં કરણના ઘરના ટેરેસને વુડન અને પેટર્ન સંગેમરમર ટાઈલ્સ સાથે ડીઝાઈન કરવામાં આવ્યું છે, જે સુંદર લૂક આપે છે.

નીતા અંબાણી: ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીએ વર્ષ 2019 માં પોતાના ઘર એંટીલિયાનું બાર લાઉંગ ગૌરી ખાન દ્વારા ડિઝાઈન કરાવ્યું છે. આ વાત જણાવતાં ગૌરી ખાને સોશિયલ મીડિયા પર પોતાની અને નીતા અંબાણીની એક તસવીર શેર કરીને લખ્યું હતું કે એન્ટિલિયામાં આ જગ્યા પર કામ કરવું એક અદભૂત અનુભવ હતો.

શાહરૂખ ખાન: દક્ષિણ દિલ્હીના પંચશીલ પાર્કમાં સ્થિત શાહરૂખ ખાન અને ગૌરી ખાને પોતાના ઘરને પરિવારની સુંદર યાદો સાથે સજ્જ કર્યું છે. આ મકાનમાં ગોલ્ડન કલરની થીમ છે. એક દિવાલ એવી પણ છે કે જ્યાં શાહરૂખના પરિવારની તસવીરો લગાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.