શાહરૂખ ખાનની ભત્રીજી આલિયા છિબ્બા સુંદરતાની બાબતમાં સુહાના-દિશાને પણ આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. તેના ચાહકો તેની એક ઝલક માટે જીવ આપવા માટે તૈયાર રહે છે. ચાહકોનો ક્રેઝ માત્ર સ્ટાર્સ સુધી જ મર્યાદિત નથી, તેઓ તેમના બાળકોને પણ દિલથી પ્રેમ કરે છે. સ્ટાર કિડ્સની ફેન ફોલોઇંગ પણ કોઇ સ્ટારથી ઓછી નથી હોતી અને જ્યારે વાત શાહરૂખ ખાનની આવે છે તો વાત જ અલગ છે. પછી વાત ભલે તે સુહાના ખાનથી લઈને આર્યન અને અબરામ સુધી કોઈની પણ હોય. તેના ચાહકોનું લિસ્ટ ઘણું લાંબુ છે. પરંતુ તેમાં એક અન્ય નામ જોડાઈ ગયું છે અને આ નામ છે આલિયા છિબ્બાનું. ચાલો જાણીએ કે કોણ છે આલિયા છિબ્બા અને શાહરૂખ ખાન સાથે તેનો શું સંબંધ છે?

જણાવી દઈએ કે આલિયા છિબ્બા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનના ભાઈ વિક્રાંતની પુત્રી છે. એટલે કે આલિયા ગૌરી ખાનની ભત્રીજી છે. ગૌરી ખાનની ભત્રીજી હોવાથી, તે શાહરૂખ ખાનની પણ ભત્રીજી બની. આલિયા સુહાનાની કઝિન છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

આલિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને જ ખબર પડે છે કે તે કેટલી ગ્લેમરસ છે. એવું લાગે છે કે તેનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેણે ફેશન સાથે જોડાયેલો એક અભ્યાસ કર્યો છે અને તે પોતાની ફેશન બ્રાન્ડ બનાવવા ઈચ્છે છે. આલિયાએ કોરોના મહામારી વચ્ચે કેટલીક અલગ સોક્સની લાઈન લોન્ચ કરી. આલિયાએ રજૂ કર્યું ડિઝાઇનર ફેસ માસ્ક. આલિયાની બ્રાન્ડમાં ઘણી ફંકી એસેસરીઝ છે. આલિયા વર્ષ 2019 માં ત્યારે ચર્ચામાં આવે જ્યારે તેમણે કોલકાતામાં લગ્ન કર્યા.

આલિયાએ લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બહેન સુહાના ખાન સાથે પોઝ આપતા જોવા મળી રહી છે. તસવીરો શેર કરતાં આલિયાએ લખ્યું, “મને વિશ્વાસ આવી રહ્યો નથી કે હું પરિણીત છું.” આલિયા તેની ફઈ ગૌરી ખાનની ખૂબ નજીક છે. તે શાહરૂખ ખાનની પણ ખૂબ નજીક છે. તે ઘણીવાર શાહરુખના પરિવાર સાથે સમય પસાર કરે છે. આલિયાના લગ્ન 21 વર્ષની ઉંમરમાં થઈ ગયા. તમે તેમને જોઈને અંદાજ લગાવી શકતા નથી કે તે પરિણીત છે.

જણાવી દઈએ કે આલિયા ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ છે. તે પોતાને લેટેસ્ટ ટ્રેંડથી અપડેટ રાખે છે. તેણે કોરોના સમયગાળા દરમિયાન તેની બે બ્રાન્ડ પણ ખોલી છે. તેમણે સ્ટાઇલિશ માસ્કનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે.

આલિયા પોતાની બહેન અને શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન જેટલી જ બોલ્ડ છે. આલિયાની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

જણાવી દઈએ કે આલિયા છિબ્બા પણ સુંદરતામાં સુહાના ખાનથી બિલકુલ ઓછી નથી. સોશિયલ મીડિયા પર શેર કરેલી તેની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે આલિયા છિબ્બાના ચાહકો પણ ઘણા છે. તેની તસવીરો પણ ઘણીવખત સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.