શાહરુખ ખાન આમ જ નથી કેહવાતા કિંગ ખાન, ફિલ્મો સિવાય આ 7 સાઈડ બિઝનેસથી કરે છે મોટી કમાણી

Uncategorized

બોલિવૂડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનને આજના સમયમાં કોઈ ઓળખની જરૂર નથી, પરંતુ તેનું નામ જ તેની ઓળખ બની ગયું છે, આજના સમયમાં કિંગ ખાને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાને પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે અને આજે પણ કિંગ ખાન જે ફિલ્મમાં કામ કરે છે તે ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરે છે. શાહરૂખ ખાન આજના સમયમાં બોલીવુડના સૌથી અમીર સેલેબ્સના લિસ્ટમાં શામેલ છે અને તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન ફિલ્મોમાં કામ કરવા સિવાય, અન્ય ઘણા સ્રોતમાંથી પણ કમાણી કરે છે અને જેના વિશે આજે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ.

બોક્સ ઓફિસ શેરિંગ: આપણા બોલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર કહેવાતા અભિનેતા શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર જેવા અભિનેતા વિશે તમને જણાવી દઈએ કે તે બોલિવૂડની દુનિયાના એવા અભિનેતા છે કે જે કોઈ પણ ફિલ્મમાં કામ કરે છે, તો તે ફિલ્મોમાં કામ કરવા માટે પોતાની ફી તો જરૂર લે છે અને સાથે ફિલ્મોને થતા પ્રોફિટમાં પોતાનો શેર પણ લે છે અને જો વાત કરીએ તેમના શેરની તો તે કોઈ પણ ફિલ્મના પ્રોફિટનો 50 થી 80 ટકા ભાગ ચાર્જ કરે છે જે આ અભિનેતાઓની કમાણી નો એક મોટો સ્ત્રોત છે.

રેડ ચિલિઝ એંટરટેનમેંટ: શાહરૂખ ખાનની આવકનો મોટો સ્રોત, રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસ છે. જણાવી દઈએ કે જુહી ચાવલા અને અઝીઝ મિર્ઝા સાથે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પણ કો-ઓનર બની ચુક્યા છે અને તમને જણાવી દઈએ કે શાહરૂખના આ પ્રોડક્શન હાઉસનું વર્ષનું ટર્નઓવર લગભગ 500 કરોડ રૂપિયાથી વધુ છે અને તેનાથી પણ કિંગ ખાન મોટી કમાણી કરે છે.

કિડજેનીયા: શાહરૂખ ખાન ફિલ્મોમાં એક્ટિંગની સાથે સાથે ઘણી ખર્ચાળ જાહેરાતોથી પણ ઘણી મોટી કમાણી કરે છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાને એક પ્રખ્યાત એડ કંપની સાથે ભાગીદારી કરી છે અને જ્યારે પણ કિંગ ખાન આ એડ કંપની માટે કોઈ એડ કરે છે ત્યારે તેનો ચાર્જ લેવાની સાથે કંપની પાસેથી એડના પ્રોફિટમાંથી 26 ટકા ભાગ લે છે. જણાવી દઈએ કે કિડજેનીયા એડ કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ 100 કરોડ રૂપિયા છે.

આઇપીએલ: કિંગ ખાનને એક મોટો પ્રોફિટ આઈપીએલને કારણે પણ થાય છે અને આઈપીએલમાં તેની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સમાં કિંગ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટનો 55% ભાગ છે અને અહિં કિંગ ખાનને ઘણી મોટી આવક થાય છે.

એંડોર્સમેંટ: જણાવી દઈએ કે બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન ઘણી દેશી અને વિદેશી બ્રાંડને એંડોર્સ પણ કરે છે અને કિંગ ખાન આ બ્રાન્ડ એન્ડોર્સ માટે 3 થી 4 કરોડ રૂપિયા એક દિવસ માટે વસૂલ કરે છે, જે તેમની આવકનો મોટો સ્રોત માનવામાં આવે છે.

એવોર્ડ શો: શાહરૂખ ખાન હંમેશાં ટીવી પર આવતા ફેમસ એવોર્ડ શો હોસ્ટ કરતા જોવા મળે છે અને સાથે જ તે આ શોમાં એંટરટેનમેંટ માટે પરફોર્મ કરતા પણ જોવા મળે છે. જણાવી દઈએ કિંગ ખાન શોને હોસ્ટ કરવા માટે લગભગ 4 થી 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે જે તેની કમાણીનો મોટો ભાગ છે.

લગ્ન સમારોહ: તમને જણાવી દઈએ કે કિંગ ખાને પોતાના ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે કોઈના લગ્નમાં જઈને પરફોર્મ કરવામાં સંકોચ કરતો નથી, પરંતુ જણાવી દઈએ કે કિંગ ખાન કોઈ પણ લગ્નમાં પરફોર્મ કરવા માટે ઘણી મોટી ફી ચાર્જ કરે છે જે લગભગ 4 થી 8 કરોડ રૂપિયા સુધી હોય છે.

1 thought on “શાહરુખ ખાન આમ જ નથી કેહવાતા કિંગ ખાન, ફિલ્મો સિવાય આ 7 સાઈડ બિઝનેસથી કરે છે મોટી કમાણી

Leave a Reply

Your email address will not be published.