બોલીવુડના આ 7 સ્ટાર્સ નોકરોને પણ માને છે પોતાના પરિવારના સભ્યો, નંબર 7 તો મેડિકલ બિલનો પણ ઉઠાવે છે ખર્ચ

બોલિવુડ

આપણી બોલીવુડની દુનિયાના સ્ટાર્સ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે અને તેમનું ઘર પણ ખૂબ જ લક્ઝુરિયસ હોય છે અને તેમના ઘરે ઘણા નોકરો કામ કરે છે. આપણી ફિલ્મી દુનિયામાં કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે માત્ર સુંદર અભિનેતા કે અભિનેત્રી નથી પરંતુ સાથે એક સારા વ્યક્તિ પણ છે અને તેમનામાં દયાભાવના કૂટી-કૂટીને ભરેલી છે. અને આ સ્ટાર્સ તેમના નોકરોને પોતાના પરિવારના સભ્યો માને છે અને તેમને તે જ માન આપે છે જે ઘરના સભ્યોને આપવામાં આવે છે અને તેમની સાથે હંમેશા આદર પૂર્વક વર્તન કરે છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં ક્યા ક્યા સ્ટાર્સ શામેલ છે.

સલમાન ખાન: બોલીવુડના દબંગ ખાન તરીકે ઓળખાતા સલમાન ખાન આ લિસ્ટમાં પહેલા નંબર પર શામેલ છે અને સલમાન ખાન આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટારમાંના એક છે અને સલમાન ખાન જે રીતે રીલ લાઇફમાં બધાનું દિલ જીતી લે છે રિયલ લાઈફમાં પણ સલમાન ખાનનો સ્વભાવ એવો જ છે અને તે એક ખૂબ જ દયાવાન વ્યક્તિ છે. જણાવી દઈએ કે સલમાન ખાનના ઘરમાં એક નોકર કામ કરે છે જે છેલ્લા 50 વર્ષથી તેમના ઘરે કામ કરી રહ્યો છે અને સલમાન ખાન આ નોકરને તેના પરિવારનો સભ્ય માને છે અને તે તેનું ખૂબ જ માન અને સન્માન કરે છે.

જાન્હવી કપૂર: બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. અને જાહ્નવી કપૂરને તેની માતા શ્રીદેવીનો પડછાયો હોવાનું કહેવામાં આવે છે અને દિવંગત અભિનેત્રી શ્રીદેવી એક ટેલેંટેડ અભિનેત્રી હોવાની સાથે ખૂબ જ સારી વ્યક્તિ પણ હતી અને શ્રીદેવીના અવસાન પછી જાહ્નવી કપૂર પણ પોતાના ઘરે કામ કરતા નોકરોને ખૂબ માન આપે છે અને હંમેશા રિસ્પેક્ટથી વાત કરે છે.

આલિયા ભટ્ટ: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને આલિયા પણ તેના ઘરના નોકરો સાથે ખૂબ સારું વર્તન કરે છે. અને થોડા સમય પહેલા જ આલિયાએ તેના મેડ સાથેની એક તસવીર પણ શેર કરી છે જે ખૂબ વાયરલ પણ થઈ હતી. આ ઉપરાંત આલિયાએ એક વખત પોતાના ડ્રાઈવરને કોઈ સમસ્યાને કારણે તેની મદદ માટે તેને લગભગ 50 લાખ રૂપિયા પણ આપ્યા હતા.

ધર્મેન્દ્ર: બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને દેઓલ પરિવારમાં નોકરો સાથે ખૂબ સારો વ્યવહાર કરવામાં આવે છે અને ધર્મેન્દ્ર તેના બધા નોકરોનું ખૂબ ધ્યાન રાખે છે.

સૈફ અલી ખાન: બોલીવુડના નવાબ ખાન કહેવાતા સૈફ અલી ખાન પણ આ લિસ્ટમાં શામેલ છે. અને સૈફ અલી ખાન તેના ઘરમાં કામ કરતા દરેક સ્ટાફને તેમનો પરિવાર માને છે અને તેમનું ખૂબ સન્માન કરે છે.

દીપિકા પાદુકોણ: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ કે જે આજના સમયમાં બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રીના લિસ્ટમાં શામેલ છે. અને જે રીતે દીપિકા પોતાની સુંદર એક્ટિંગથી દરેકના દિલ જીતી લે છે, તેવી જ તે રિયલ લાઈફમાં પણ છે. તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે અને તે તેના ઘરના બધા નોકરોને પોતાનો પરિવાર માને છે અને તેમની સાથે હંમેશા આદર પૂર્વક વાત કરે છે અને તેમને માન આપે છે.

મલાઈકા અરોરા: બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. અને મલાઇકા અરોરાએ એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે તેના ઘરમાં જેટલો સ્ટાફ છે તે બધી મહિલાઓ છે. તે પોતાના ઘરે કામ કરતી બધી મેડનું સંપૂર્ણ ધ્યાન રાખે છે અને તેમને માન પણ આપે છે. જણાવી દઈએ કે મલાઈકા પોતાના ઘરે કામ કરતી મેડનું મેડિકલ બિલ પણ ચુકવે છે.

Leave a Reply

Your email address will not be published.